Sunetra Pawar NCP Chief; Parth Pawar Rajya Sabha Seat; Maharashtra Politics


મુંબઈ/પુણે30 મિનિટ પેહલા

  • કૉપી લિંક

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી સુનેત્રા પવારને ગુરુવારે સર્વસંમતિથી સત્તાધારી નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા. NCPના કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ પટેલે મુંબઈમાં યોજાયેલી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બાદ આ જાહેરાત કરી.

તેમણે જણાવ્યું કે સુનેત્રા પવારના રાજીનામાથી ખાલી પડેલી રાજ્યસભા બેઠક માટે પાર્થ પવારને નામાંકિત કરવામાં આવશે. પાર્થ અજિત પવાર અને સુનેત્રાના મોટા પુત્ર છે. અજિત પવારનું 28 જાન્યુઆરીએ બારામતીમાં પ્લેન ક્રેશમાં નિધન થયું હતું.

તેઓ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી હતા. તેમના મૃત્યુના ત્રીજા દિવસે, 31 જાન્યુઆરીએ સુનેત્રા પવારને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા, જેના કારણે તેમણે રાજ્યસભા સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું હતું.

સુનેત્રા પવાર જૂન 2024માં લોકસભા ચૂંટણીમાં હાર બાદ NCP તરફથી રાજ્યસભા સભ્ય તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. NCP મહારાષ્ટ્ર સરકારમાં મહાયુતિ ગઠબંધનનો ભાગ છે. જેમાં ભાજપ અને એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના પણ સામેલ છે.

પાર્થ પવાર 2019માં લોકસભા ચૂંટણી લડી ચૂક્યા છે

અજિત પવારના પુત્ર પાર્થ પવારે 2019ની લોકસભા ચૂંટણીથી સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેમણે મહારાષ્ટ્રની માવલ લોકસભા બેઠક પરથી NCP ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. જોકે, તેમને આ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

ત્યારબાદ તેઓ રાજકારણમાં ઓછા સક્રિય દેખાયા, પરંતુ પાર્ટીના સંગઠનાત્મક કાર્યો અને યુવા કાર્યકરો સાથે જોડાયેલા રહ્યા. તાજેતરમાં પુણેમાં મુંડવાની 40 એકર સરકારી જમીનના વિવાદાસ્પદ વેચાણને લઈને પાર્થ પવાર વિવાદોમાં આવ્યા હતા.

મહારાષ્ટ્રની 7 રાજ્યસભા બેઠકો પર 16 માર્ચે ચૂંટણી

મહારાષ્ટ્રમાં 7 રાજ્યસભા બેઠકો માટે 16 માર્ચ 2026ના રોજ ચૂંટણી યોજાશે. ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 5 માર્ચ 2026 છે. ત્યારબાદ નામોની ચકાસણી 6 માર્ચ અને નામ પાછા ખેંચવાની તારીખ 9 માર્ચ સુધી હોઈ શકે છે.

રાજ્યમાં NCP (SP) પ્રમુખ શરદ પવાર સહિત સાત રાજ્યસભા સભ્યોનો કાર્યકાળ એપ્રિલમાં સમાપ્ત થવાનો છે. શરદ પવારે હજુ સુધી સ્પષ્ટ કર્યું નથી કે તેઓ ફરીથી ચૂંટણી લડશે કે નહીં. આ દરમિયાન, સૂત્રોએ PTIને જણાવ્યું કે ભાજપ રાજ્યસભા ચૂંટણીમાં ચાર ઉમેદવારો ઉતારી શકે છે.

મહારાષ્ટ્ર વિધાનસભામાં 288 બેઠકો છે, જેમાંથી ભાજપ પાસે 132 બેઠકો, શિવસેના શિંદે પાસે 57 અને અજિત પવારની NCP પાસે 41 ધારાસભ્યો છે. રાજ્યસભાની એક બેઠક માટે 37 મતોની જરૂર હોય છે.

————————–

અજિત પવાર સંબંધિત આ સમાચાર પણ વાંચો…

અજિત પવારના પ્લેનનું બ્લેક બોક્સ મળ્યું:તેમાં ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વોઇસ રેકોર્ડર; અકસ્માતનું કારણ જાણી શકાશે

મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવાર જે લેયરજેટ-45 ચાર્ટર પ્લેનમાં સવાર હતા, તેનું બ્લેક બોક્સ અકસ્માતના એક દિવસ પછી ગુરુવારે મળી આવ્યું છે. સિવિલ એવિએશન મંત્રાલય (MoCA)એ તેની પુષ્ટિ કરી છે. બ્લેક બોક્સમાં ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વોઇસ રેકોર્ડર છે.

તેની તપાસ કરવામાં આવશે જેથી અકસ્માતના કારણો જાણી શકાય. સિવિલ એવિએશન મંત્રાલયે જણાવ્યું કે દિલ્હીથી એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) અને મુંબઈ સ્થિત DGCAની ટીમો ઘટનાસ્થળે ગઈ હતી. સંપૂર્ણ સમાચાર વાંચો

અજિત પવાર પંચતત્ત્વમાં વિલીન:પત્નીએ ગંગાજળ ચડાવ્યું, બંને પુત્રોએ મુખાગ્નિ આપી; ગન સેલ્યૂટ આપવામાં આવી, હજારો સમર્થકો વચ્ચેથી ‘દાદા’ની વિદાય

બારામતીના કાટેવાડી સ્થિત વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં ગુરુવારે મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેમના બંને પુત્રો પાર્થ અને જય પવારે મુખાગ્નિ આપી હતી.. સંપૂર્ણ સમાચાર વાંચો



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *