Divya Bhaskar Morning News Brief Modi netanyahu meeting india israel deal


.

ગઈકાલના મોટા સમાચાર પાકિસ્તાન પર અફઘાનિસ્તાનના હુમલાના રહ્યા. બીજા મોટા સમાચાર એક્ટર રશ્મિકા-વિજયના લગ્નના રહ્યા. જ્યારે, હવે વોટ્સએપ સિમ કાર્ડ વગર નહીં ચાલે.

⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર

1. કેનેડાના પીએમ માર્ક કાર્ની 2 માર્ચ 2026 સુધી ભારતની સત્તાવાર મુલાકાતે રહેશે.

2. અમિત શાહ બિહારના પૂર્ણિયામાં ભારત-નેપાળ સરહદ સુરક્ષા અંગે બેઠક કરશે.

📰 કાલના મોટા સમાચારો

1. દાવો- અફઘાનિસ્તાનના હુમલામાં 55 પાકિસ્તાની સૈનિકોના મોત:19 ચોકીઓ પર કબજો; PAK બોલ્યું- અમે પલટવારમાં 72 તાલિબાની લડવૈયાઓને માર્યા, 120 ઘાયલ

અફઘાનિસ્તાને પાકિસ્તાન પર ગુરુવાર મોડી રાત્રે હુમલો કરી દીધો છે. કુનાર પ્રાંતમાં તાલિબાન લડવૈયાઓના હુમલામાં પાકિસ્તાની સેનાના 55 જવાન માર્યા ગયા છે. આ જાણકારી ટોલો ન્યૂઝે તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદના હવાલાથી આપી છે.

અફઘાન સરકારનો દાવો છે કે 13 પાકિસ્તાની સૈનિકોના મૃતદેહ પરત કરી દેવામાં આવ્યા છે. પાકિસ્તાની સેનાના એક હેડક્વાર્ટર અને 19 ચોકીઓ પર પણ કબજો કરી લીધો છે. વાંચો સંપૂર્ણ સમાચાર…

2. ઇઝરાયલમાં ભારતીય UPI ચાલશે, મોદી-નેતન્યાહુની બેઠકમાં સમજૂતી:મોદીએ કહ્યું- ટૂંક સમયમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરીશું, ઇઝરાયલ આવવું મારા માટે ગર્વની વાત

આજે પીએમ મોદીની ઇઝરાયલ મુલાકાતનો બીજો દિવસ છે.ઇઝરાયલમાં પણ હવે ભારતની UPI ચુકવણી સિસ્ટમ ચાલશે. આ નિર્ણય મોદી અને ઇઝરાયલી પીએમ નેતન્યાહૂ વચ્ચેની દ્વિપક્ષીય બેઠક દરમિયાન સમજુતી થઈ હતી.

પીએમ નેતન્યાહૂ સાથે જોઈન્ટ પ્રેસ કોન્ફ્રન્સમાં મોદીએ કહ્યું – ભારત ટૂંક સમયમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)પર હસ્તાક્ષર કરશે, ઇઝરાયલ આવવું મારા માટે ગર્વની વાત છે. મોદી અને ઇઝરાયલી પીએમ નેતન્યાહૂ તેમની દ્વિપક્ષીય બેઠક બાદ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર

3. શંકરાચાર્ય કેસમાં દાવો- બાળકોનું યૌનશોષણ થયું જ છે:મેડિકલ રિપોર્ટમાં સાબીત થયું, હવે કાલે કોર્ટમાં સુનાવણી: પીડિત બાળકે કહ્યું: ‘અવિમુક્તેશ્વરાનંદે શોષણ કર્યું’

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સામેના યૌનશોષણના કેસમાં બાળકોનો મેડિકલ રિપોર્ટ આવી ગયો છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર, સગીર બાળકો સાથે ખરાબ કૃત્ય થયાની પુષ્ટિ થઈ છે. બુધવારે પોલીસે તેજ બહાદુર સ્પ્રુ (બેઈલી હોસ્પિટલ) ખાતે બાળકોની મેડિકલ તપાસ કરાવી હતી.

બે ડોક્ટરની પેનલે તપાસ અને એક્સ-રે કર્યા હતા. ગુરુવારે તપાસ અધિકારીને રિપોર્ટ સુપરત કરવામાં આવ્યો હતો. હવે એને શુક્રવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

આ દરમિયાન એક પીડિત બાળક પહેલીવાર મીડિયા સામે આવ્યું. જાણીતા મીડિયા સાથેના એક ઈન્ટરવ્યૂમાં તેણે દાવો કર્યો- જ્યારે હું ત્યાં ભણવા માટે ગયો હતો ત્યારે મારું શોષણ થયું હતું. અમારી સાથે બીજાં બાળકો પણ હતાં અને તેમનું પણ શોષણ થયું છે. વાંચો સંપૂર્ણ સમાચાર

4. વિજય-રશ્મિકાના લગ્નની પહેલી ઝલક!:કાંજીવરમ સાડીમાં રશ્મિકા અને સફેદ ધોતીમાં વિજયની જોડી અપ્સરા-ગંધર્વ સમાન, જુઓ VIROSHના લગ્નની દરેક પળના PHOTOS

ઉદયપુરમાં આજે (ગુરુવારે) અરવલ્લીની પહાડીઓ વચ્ચે સાઉથ સ્ટાર્સની શરણાઈઓના સૂર ગુંજી રહ્યા છે. વિજય દેવરાકોંડા અને રશ્મિકા મંદાનાના આજે એક દિવસમાં બે પરંપરાથી લગ્ન થવાના છે. આ માટે સાઉથમાંથી ઘણા પંડિતો બુધવારે (25 ફેબ્રુઆરી) જ વેડિંગ વેન્યુ હોટેલ મેમેટોસ એકાયા પહોંચી ગયા હતા.

હોટેલને ગુલાબ, ઓર્કિડ અને ટ્યૂલિપ્સથી શણગારવામાં આવી હતી. મંડપને મોટા કાચા કેળાના પાનથી શણગારવામાં આવ્યો હતો. HTના રિપોર્ટ પ્રમાણે- ઉદયપુરના આલીશાન પેલેસમાં આજે સવારે 10:10 કલાકે હિન્દુ રીતિ-રિવાજો મુજબ લગ્ન વિધિ કરવામાં આવી હતી.

આ ખાસ પ્રસંગે બંનેના પરિવારના સભ્યો અને અત્યંત નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. બંનેના ટ્રેડિશનલ લુકની તસવીરો જોવા માટે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આંખે જોનારાઓનું કહેવું છે કે- લગ્નમાં વરમાળા સમારોહ દરમિયાન રશ્મિકા અને વિજય બંનેની આંખોમાં આંસુ આવી ગયા હતા અને લાગણીઓ પણ છલકાઈ ગઈ હતી. વાંચો સંપૂર્ણ સમાચાર

5. વ્હોટ્સએપ-ટેલિગ્રામના નિયમોમાં ધરખમ ફેરફાર:ફોનમાં સિમકાર્ડ વગર નહીં ચાલે એપ, કોમ્પ્યુટર પર દર 6 કલાકે થઈ જશે લોગઆઉટ; 1 માર્ચથી લાગુ થતા નવા નિયમ જાણો

કેન્દ્ર સરકારે ગુરુવારે સ્પષ્ટ કર્યું છે કે ‘સિમ બાઈન્ડિંગ’ના નિયમો લાગુ કરવાની 28 ફેબ્રુઆરીની ડેડલાઈન લંબાવાશે નહીં. નવા નિયમો હેઠળ મોબાઈલમાં સિમકાર્ડ ન હોવા પર વ્હોટ્સએપ, ટેલિગ્રામ, સિગ્નલ, સ્નેપચેટ, શેરચેટ, જિયોચેટ, અરાટાઈ અને જોશ જેવી મેસેજિંગ એપ્સ કામ કરશે નહીં. કોમ્પ્યુટર પર લોગઇન વ્હોટ્સએપ પણ 6 કલાકમાં લોગઆઉટ થઈ જશે. સરકારનો દાવો છે કે એનાથી સાયબર છેતરપિંડી કરનારાઓને શોધવામાં મદદ મળશે. વાંચો સંપૂર્ણ સમાચાર

6. પાક.બોર્ડરથી પંજાબમાં હેરોઇન-હેન્ડ ગ્રેનેડ, પિસ્તોલ સપ્લાય કરતો શખસ ઝડપાયો:ATSએ અમદાવાદમાંથી દબોચ્યો, પંજાબ થઈ નેપાળ-બિહાર પછી ગુજરાત આવ્યો

ગુજરાત ATSએ પાકિસ્તાન બોર્ડરથી હેરોઇન અને હેન્ડ ગ્રેનેડ તથા પિસ્તોલ પંજાબમાં સપ્લાય કરતા રહેમત અલી નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી અમૃતસરના કેસમાં એક મહિનાથી ફરાર થઈ ગયો હતો. તે બિહાર થઈને અમદાવાદ આવી ગયો હતો. આરોપી અમદાવાદના રખિયાલમાં રોકાયો હતો અને એમ્બ્રોઇડરીના કારખાનામાં કામ કરવાનો હતો. ATSએ આરોપીની ધરપકડ કરી પંજાબ પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે. વાંચો સંપૂર્ણ સમાચાર

7. ગૌહત્યા રોકવા ગયેલા ગૌરક્ષકનું માથું ફોડી પોલીસના હાથ-પગ તોડ્યા:50ના ટોળાનો તલવાર-પથ્થરોથી હુમલો, હિંસક અથડામણ બાદ SP એક્શનમાં, કાફલાએ એક-એકને દબોચ્યા

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના હથોડા ગામે ગઇકાલે મોડીરાત્રે ગૌહત્યા અટકાવવા ગયેલી કોસંબા પોલીસ ટીમ પર હિંસક હુમલો થયો હતો. આ હુમલામાં એક પોલીસકર્મી અને એક ગૌરક્ષક ઘાયલ થયો હતો. આ ઘટના બાદ આજે સુરત જિલ્લા પોલીસની ફોજ હથોડા ગામમાં ઉતારી દેવામાં આવી છે. બીજી તરફ ગૌરક્ષકોએ પોલીસની ઢીલી કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે.

સુરત ગ્રામ્ય DySP બી.કે. વનારની આગેવાની હેઠળ 7 PI, 15 PSI સહિત 15 પોલીસ ટીમે ગામમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું છે. આ કોમ્બિંગ દરમિયાન કેટલીક શંકાસ્પદ વ્યક્તિઓને ગામમાંથી ઝડપી તેમને વધુ પૂછપરછ માટે કોસંબા પોલીસ મથકે લઈ જવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન

⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં

1.નેશનલ : ઓનલાઈન વીડિયો ગેમમાં 4 લાખ ગુમાવ્યા, પછી સામૂહિક આપઘાત:MPમાં મોબાઇલના વેપારીએ પત્ની અને પુત્રી સાથે ઝેર પીધું, પિતા-પુત્રીનાં મોત વાંચો સંપૂર્ણ સમાચાર

2.ઈન્ટરનેશનલ : કેનેડામાં ગ્રૂમિંગ ગેંગના નિશાન પર પંજાબી છોકરીઓ:લાલચ-ડર બતાવીને સાથે સૂવા મજબૂર કરે છે; યુવકોની સાથે રેસ્ટોરાં મેનેજર-લેન્ડલોર્ડ પણ સામેલ વાંચો સંપૂર્ણ સમાચાર

3.નેશનલ : રાજસ્થાનમાં ધોરણ 5માં ભણતી બાળકીને હાર્ટએટેક આવ્યો, મોત:સ્કૂલના મેદાનમાં રમતા-રમતા ઢળી પડી; મોટા ભાઈનું પણ આવી જ રીતે મૃત્યુ થયું હતું વાંચો સંપૂર્ણ સમાચાર

4.ઈન્ટરનેશનલ : અમેરિકી ઉપરાષ્ટ્રપતિ બોલ્યા- ઈરાન આતંકવાદનો સૌથી મોટો ગઢ:ક્રૂર શાસનને પરમાણુ હથિયારો રાખવાની મંજૂરી આપી શકાય નહીં વાંચો સંપૂર્ણ સમાચાર

5.બિઝનેસ : આજે સોના-ચાંદીના ભાવમાં તેજી:સોનું ₹1.59 લાખ પ્રતિ 10 ગ્રામ થયું, એક કિલો ચાંદીની કિંમત ₹2.66 લાખ પર પહોંચી વાંચો સંપૂર્ણ સમાચાર

6.સ્પોર્ટ્સ : ઈશાન કિશન T20 બેટર્સની રેન્કિંગમાં નંબર-5 પર આવ્યા:બોલરોમાં બુમરાહે 7 સ્થાનની છલાંગ લગાવી, સિકંદર રઝા ટોપ ઓલરાઉન્ડર વાંચો સંપૂર્ણ સમાચાર

7.ધર્મ તહેવાર જ્યોતિષ : આજે રંગભરી-આમલકી એકાદશી:ભગવાન વિષ્ણુ અને આમળાના વૃક્ષની પૂજા કરવાનું વ્રત, સૂર્ય પૂજા સાથે દિવસની શરૂઆત કરો વાંચો સંપૂર્ણ સમાચાર

🗣️ ચર્ચિત નિવેદન

😲 અજબ ગજબ

📸 ફોટો, જે પોતે સમાચાર છે

🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ

1. બોલિવૂડ ક્રાઇમ ફાઇલ્સ : શાઇની આહુજા દુષ્કર્મ કેસ:નોકરાણીના પ્રાઇવેટ પાર્ટ પર ઈજા અને એક્ટરનું સ્પર્મ સેમ્પલ મેચ; દૂધ જેવા સાફ કેસમાં રૂમનાં રહસ્યોએ પોલીસને ચોંકાવી

2. ગ્રાઉન્ડ રિપોર્ટ : 550 વીઘામાં પથરાયેલા અવસરનગરની અદભૂત ઝલક:160 ચૂલાવાળું મેગા કિચન, ખેડૂતોએ મફતમાં જમીન આપી, જેતલપુર સ્વામિનારાયણ મંદિરના 200 વર્ષનો ભવ્ય મહોત્સવ

3. બ્લેકબોર્ડ: ઘૂંઘટ કર્યો નહોતો તો જેઠે મને નિર્વસ્ત્ર કરીને મારી:ઓછાં કપડાંમાં હોઉં ત્યારે દરવાજા પર ચડીને ડોકાં કાઢતો; પહેલા પતિ, પછી પ્રેમીએ ગર્ભવતી બનાવીને તરછોડી

4. ગ્રાઉન્ડ રિપોર્ટ : પહેલાં મસાજવાળી-ધંધાવાળી, મોમો સાંભળ્યું; હવે ઘરમાં કેદ:અરુણાચલની છોકરીઓને પરિવારે કહ્યું- ઘરે પરત આવી જાઓ, દિલ્હીના આરોપીઓએ કહ્યું- સૉરી

5. ‘યોગીજી મને કહો, હું તે ત્રણને થપ્પડ મારી શકું?’:ગોરખપુરમાં નાગાલેન્ડનાં ડૉક્ટરનો પીછો, ગાળો આપી; કપડાં ઉતારવાનો પ્રયાસ; આરોપીઓ કોણ?

6. સેમસંગ ગેલેક્સી S26 સિરીઝના 3 નવા ફોન લોન્ચ:કિંમત ₹88,000થી શરૂ; પ્રાઇવસી ફીચર ઓન કરતાં જ બાજુવાળાને સ્ક્રીન દેખાશે નહીં

🌍 કરંટ અફેર્સ

⏳ આજના દિવસનો ઈતિહાસ

📊​​​​​​​ માર્કેટની સ્થિતિ

🌦️ મોસમનો મિજાજ

શુક્રવારનું રાશિફળઃ વૃશ્ચિક અને કુંભ રાશિના પ્રેમ સંબંધો લગ્નમાં પરિણમશે, કન્યા જાતકો માટે ભાગ્યશાળી દિવસ (સંપૂર્ણ રાશિફળ વાંચો)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *