કોલકાતામાં ભૂકંપ:5.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા; લોકો ઘર- ઓફિસોમાંથી બહાર દોડી ગયા
![]()
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં આજે બપોરે 1:30 વાગ્યાની આસપાસ ભૂકંપનો જોરદાર આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા આશરે 5.4 માપવામાં આવી હતી. ભૂકંપ આવતાની સાથે જ લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. જોકે, કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયું નથી. ભૂકંપનું કેન્દ્ર બાંગ્લાદેશ હોવાનું કહેવામાં આવે છે. ભૂકંપ આવતાની સાથે જ લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળીને રસ્તા પર દોડી આવ્યા હતા. ટ્વિટર પર અસંખ્ય પોસ્ટમાં લોકોએ લખ્યું છે કે હાલના સમયમાં કોલકાતામાં આ સૌથી શક્તિશાળી ભૂકંપ છે.
ભૂકંપનું કેન્દ્રબિંદુ બાંગ્લાદેશનું સતખીરા ભૂકંપનું કેન્દ્રબિંદુ બાંગ્લાદેશના સતખીરા વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યું છે. જોકે, કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ નથી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, “આ મેં અનુભવેલો સૌથી શક્તિશાળી ભૂકંપ હતો, અને તે ઘણી સેકન્ડ સુધી ચાલ્યો.” કબાટમાંથી વસ્તુઓ પડવા લાગી. શુક્રવારે કામકાજનો દિવસ હતો, તેથી ભૂકંપ આવતા કર્મચારીઓ ઓફિસોમાંથી દોડીને રસ્તા પર આવી ગયા હતા. ભૂકંપ શા માટે આવે છે?
આપણી પૃથ્વીની સપાટી મુખ્યત્વે 7 મોટી અને ઘણી નાની ટેક્ટોનિક પ્લેટોથી બનેલી છે. આ પ્લેટો સતત તરતી રહે છે અને ક્યારેક એકબીજા સાથે અથડાય છે. અથડામણને કારણે ક્યારેક પ્લેટોના ખૂણા વાંકા થઈ જાય છે અને વધુપડતા દબાણને કારણે આ પ્લેટો તૂટવા લાગે છે. આવી સ્થિતિમાં નીચેથી નીકળતી ઊર્જા બહાર આવવાનો માર્ગ શોધે છે અને આ ખલેલ પછી ભૂકંપ આવે છે.
Source link