Due to Navratri, the income from farm produce in Mehsana Marketing Yard has decreased | મહેસાણા


Last Updated:

નવરાત્રી પર્વને કારણે છેલ્લા કેટલાક દિવસોમાં મહેસાણા માર્કેટિંગ યાર્ડમાં ખેત પેદાશની આવક ઓછી જોવા મળી રહી છે, જેનો સીધો પ્રભાવ ભાવ પર પણ પડ્યો છે. યાર્ડમાં એરંડાની કુલ 151 બોરીની આવક થઈ હતી. એરંડાના ઊંચા ભાવ 1,285 રૂપિયા પ્રતિ મણ અને નીચા ભાવ 1,250 રૂપિયા પ્રતિ મણ બોલાયા હતા.

મહેસાણા માર્કેટિંગ યાર્ડમાં ખેત પેદાશની આવક મહેસાણા માર્કેટિંગ યાર્ડમાં ખેત પેદાશની આવક
મહેસાણા માર્કેટિંગ યાર્ડમાં ખેત પેદાશની આવક

મહેસાણા: મહેસાણા જિલ્લામાં ખેડૂતો માટે માર્કેટિંગ યાર્ડ એટલે પોતાની મહેનતના પાકને વેચાણ કરવા માટેનું સૌથી મોટું કેન્દ્ર. ઉત્તર ગુજરાતના મુખ્ય કૃષિ પાકોમાં કપાસ, એરંડા, ઘઉં અને રાયડાનો સમાવેશ થાય છે. આ તમામ પાક મહેસાણા માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં આવે છે. પરંતુ અત્યારે ચાલી રહેલા નવરાત્રી પર્વને કારણે છેલ્લા કેટલાક દિવસોમાં માર્કેટિંગ યાર્ડમાં ખેત પેદાશની આવક ઓછી જોવા મળી રહી છે, જેનો સીધો પ્રભાવ ભાવ પર પણ પડ્યો છે.

હાલમાં મહેસાણા માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ આવક એરંડાની નોંધાઈ રહી છે. આજે માર્કેટિંગ યાર્ડમાં એરંડાની કુલ 151 બોરીની આવક થઈ હતી. એરંડાના ઊંચા ભાવ 1,285 રૂપિયા પ્રતિ મણ અને નીચા ભાવ 1,250 રૂપિયા પ્રતિ મણ બોલાયા હતા. ગઈકાલના અને આજના ભાવમાં ખાસ તફાવત નથી, પરંતુ ગયા અઠવાડિયા કરતા લગભગ 10 થી 20 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આવકની દૃષ્ટિએ પણ થોડો ઘટાડો જોવા મળ્યો છે.

રાયડાની વાત કરીએ તો આજે માત્ર 2 બોરીની આવક નોંધાઈ હતી. રાયડાના ઊંચા તથા નીચા ભાવ 1,220 રૂપિયા પ્રતિ મણ બોલાયા હતા. ગઈકાલની સરખામણીમાં આજના ભાવમાં 20 રૂપિયાનો ઘટાડો થયો છે, જ્યારે અઠવાડિયાના ભાવની તુલનામાં અંદાજે 40 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. આવકમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે, જેનાથી ખેડૂતો થોડી નિરાશા અનુભવતા જોવા મળ્યા છે.

અન્ય જણસીની વાત કરીએ તો આજે માર્કેટિંગ યાર્ડમાં ઘઉં, જુવાર, બાજરી, મગ, ગવાર, સવા અને અજમાની આવક નોંધાઈ હતી. તેમાં ખાસ કરીને બાજરીની માત્ર 2 બોરીની આવક નોંધાઈ હતી, જેના ઊંચા ભાવ 400 રૂપિયા પ્રતિ મણ રહ્યા હતા. આ ભાવોમાં ગયા અઠવાડિયા કરતા આંશિક ઘટાડો જોવા મળ્યો છે. અજમાની આવક આજે 34 બોરી રહી હતી. અજમાના ભાવમાં અઠવાડિયાના ભાવની તુલનામાં ઘટાડો છે, પરંતુ ગઈકાલ કરતા આજે 20 રૂપિયાનો વધારો નોંધાયો છે. અજમાનો ઊંચો ભાવ આજે 1,685 રૂપિયા પ્રતિ મણ બોલાયો હતો.

આ પણ વાંચો: ખેડૂતો માટે મહત્ત્વના સમાચાર, ટેકાના ભાવે કપાસની ખરીદીની નોંધણીની તારીખ લંબાવાઈ

રજકાની આવક આજે માર્કેટિંગ યાર્ડમાં નોંધાઈ નથી, જ્યારે અન્ય નાના પાકોનું વેચાણ સામાન્ય સ્તરે થયું હતું. ગુવાર, મગ અને સવાની આવક ખેડૂતોને સારા ભાવ આપતી જોવા મળી હતી, તેમ છતાં આવકની સંખ્યા ઓછી રહી હતી. ખાસ નોંધનીય વાત એ છે કે, અત્યારે ચાલી રહેલા નવરાત્રી તહેવારને કારણે ખેડૂત પરિવારોએ પોતાના કામકાજમાં ધીમો વારો લીધો છે. તહેવારની ઉજવણીમાં વ્યસ્ત હોવાથી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો ઓછા પ્રમાણમાં આવક લઈને આવ્યા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *