Shubman Gill; IND Vs WI First Test Day-1 LIVE Score Updates | Ahmedabad Weather | Ravindra Jadeja | Jasprit Bumrah | આજથી અમદાવાદમાં ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પહેલી ટેસ્ટ: ઘરઆંગણે કેપ્ટન શુભમનની પહેલી સિરીઝ, ભારતમાં 31 વર્ષથી નથી જીતી શક્યું વેસ્ટ ઈન્ડિઝ


  • Gujarati News
  • Sports
  • Cricket
  • Shubman Gill; IND Vs WI First Test Day 1 LIVE Score Updates | Ahmedabad Weather | Ravindra Jadeja | Jasprit Bumrah

સ્પોર્ટ્સ ડેસ્ક35 મિનિટ પેહલા

  • કૉપી લિંક

એશિયા કપ જીત્યાના 3 દિવસ પછી જ ટીમ ઈન્ડિયા હવે વેસ્ટ ઈન્ડિઝ સામે 2 ટેસ્ટની સિરીઝ રમવા માટે તૈયાર છે. T20નો વાઇસ-કેપ્ટન શુભમન ગિલ ઘરઆંગણે મેદાન પર પહેલીવાર ટેસ્ટમાં કેપ્ટનશિપ કરતા જોવા મળશે. તેની લીડરશિપમાં ભારતે ઇંગ્લેન્ડમાં પહેલી સિરીઝ 2-2થી ડ્રો રમી હતી.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ સવારે 9:30 વાગ્યે શરૂ થશે. ટૉસ 9 વાગ્યે થવાનો છે. વળી, મુકાબલા માટે લાલ માટીની પીચનો ઉપયોગ કરવામાં આવશે. જોકે, પીચ પર થોડું ઘાસ પણ રહેશે. જેને જોતાં ટૉસ જીતનાર ટીમ કન્ફ્યુઝનની સ્થિતિમાં રહી શકે છે કે પહેલાં બેટિંગ પસંદ કરવી કે બોલિંગ.

રવીન્દ્ર જાડેજા વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ સિરીઝમાં ભારતનો વાઇસ કેપ્ટન રહેશ

રવીન્દ્ર જાડેજા વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ સિરીઝમાં ભારતનો વાઇસ કેપ્ટન રહેશ

કેપ્ટન શુભમનની પહેલી હોમ ટેસ્ટ સિરીઝ ગયા વર્ષે ઓક્ટોબરમાં ટીમ ઈન્ડિયાને ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં 3-0થી કારમી હાર મળી હતી. જે ઘરઆંગણે 12 વર્ષમાં ટીમની પહેલી જ સિરીઝ હાર હતી. સિરીઝનો ભાગ રહેલા રવિચંદ્રન અશ્વિન, વિરાટ કોહલી અને રોહિત શર્મા હવે નિવૃત્ત થઈ ચૂક્યા છે. અશ્વિનની ગેરહાજરીમાં તો ટીમ ઈન્ડિયા નવેમ્બર 2010 પછી પહેલીવાર જ ઘરમાં ટેસ્ટ રમશે.

શુભમન ગિલની પણ આ પોતાની કેપ્ટનશિપમાં ઘરેલુ મેદાન પર પહેલી જ ટેસ્ટ સિરીઝ છે. તેણે ઇંગ્લેન્ડ સામે જુલાઈમાં એન્ડરસન-તેંડુલકર ટ્રોફીથી પોતાની કેપ્ટનશિપ કરિયર શરૂ કર્યો હતો. 5 ટેસ્ટની સિરીઝ 2-2થી ડ્રો રહી હતી. યુવા ટીમ સાથે શુભમન સામે આ ઘર પર પહેલો જ પડકાર છે.

શુભમન ગિલ ઇંગ્લેન્ડ સામે પ્લેયર ઑફ ધ સિરીઝ રહ્યો હતો.

શુભમન ગિલ ઇંગ્લેન્ડ સામે પ્લેયર ઑફ ધ સિરીઝ રહ્યો હતો.

વેસ્ટ ઈન્ડિઝ પણ ટ્રાન્ઝિશન ફેઝમાંથી પસાર થઈ રહ્યું છે ઓસ્ટ્રેલિયા સામેની હોમ સિરીઝમાં વેસ્ટ ઈન્ડિઝ માત્ર 27 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ટીમને 3-0ની હાર મળી. હવે ભારતમાં પહેલી ટેસ્ટ શરૂ થતાં પહેલાં 2 ફાસ્ટ બોલર્સ અલ્ઝારી જોસેફ અને શમાર જોસેફ ઈજાગ્રસ્ત થઈ ગયા. એવામાં ટીમની બોલિંગ ખૂબ જ નબળી પણ થઈ ચૂકી છે. ટીમને છેલ્લા દિવસોમાં નેપાળ સામેની T20 સિરીઝ પણ ગુમાવવી પડી.

પ્રેક્ટિસ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝનો કેપ્ટન રોસ્ટન ચેઝ

પ્રેક્ટિસ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝનો કેપ્ટન રોસ્ટન ચેઝ

હવે 3 રેકોર્ડ્સ પર નજર

  • વેસ્ટ ઈન્ડિઝના જૈડન સીલ્સ 100 ટેસ્ટ વિકેટની નજીક છે. તે 22.32ની શ્રેષ્ઠ સરેરાશથી 88 વિકેટ પોતાના નામે કરી ચૂક્યા છે.
  • રવીન્દ્ર જાડેજા 4000 ટેસ્ટ રન બનાવવાથી 114 રન દૂર છે. 114 રન બનાવતાં જ તે 4000 રન સાથે 300 વિકેટ લેનારા દુનિયાના ચોથા જ ખેલાડી બનશે. તેમના પહેલાં ઈયાન બોથમ, કપિલ દેવ અને ડેનિયલ વિટ્ટોરી જ આવું કરી શક્યા છે.
  • વેસ્ટ ઈન્ડિઝના જોન કેમ્પબેલ 1000 ટેસ્ટ રનથી 6 રન દૂર છે.

કેપ્ટનના નિવેદનો વેસ્ટ ઈન્ડિઝનો કેપ્ટન રોસ્ટન ચેઝ બોલ્યો,

QuoteImage

‘જ્યારે તમારી પાસે ગુમાવવા માટે કંઈ ન હોય, ત્યારે તમે નિશ્ચિંત થઈને રમો છો. મને ખબર છે કે દરેક વ્યક્તિ અમારા હારવાની જ આશા રાખી રહ્યું છે. ભારત સામે હવે નવી સિરીઝ શરૂ થઈ રહી છે, એટલે અમે પાછળનું બધું ભૂલીને નવી શરૂઆત કરવા પર ફોકસ કરી રહ્યા છીએ.’

QuoteImage

ફિલ્ડિંગ પ્રેક્ટિસ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ

ફિલ્ડિંગ પ્રેક્ટિસ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ

ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલે કહ્યું,

QuoteImage

‘મેં અહીં T20 ક્રિકેટ ખૂબ રમ્યું છે, પણ ટેસ્ટમાં પીચ અલગ રહે છે. અહીં છેલ્લી ટેસ્ટ કાળી માટીની પીચ પર રમાઈ, પણ આ વખતે લાલ માટીનો ઉપયોગ થયો. લાલ માટીની પીચને જોતાં અમે 3 ફાસ્ટ બોલરોને તક આપી શકીએ છીએ.’

QuoteImage

પ્રેક્ટિસ દરમિયાન ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ

પ્રેક્ટિસ દરમિયાન ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ

શુભમન ગિલ, 2025માં ભારતનો ટૉપ સ્કોરર કેપ્ટન શુભમન ગિલે 2025માં 787 રન સાથે ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા છે. તેના પછી રવીન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ વર્તમાન ટીમમાં ટૉપ સ્કોરર છે. મોહમ્મદ સિરાજે 27 સાથે ટીમ માટે સૌથી વધુ વિકેટ લીધી છે.

બ્રેન્ડન કિંગ, વેસ્ટ ઈન્ડિઝનો ટૉપ સ્કોરર મિડલ-ઓર્ડર બેટર બ્રેન્ડન કિંગે આ વર્ષે વેસ્ટ ઈન્ડિઝ માટે સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે ત્રણ મેચમાં 129 રન બનાવ્યા છે. શમર જોસેફે ત્રણ મેચમાં 22 વિકેટ લીધી છે, પરંતુ ઈજાને કારણે સિરીઝમાંથી બહાર છે. તેના પછી જોમેલ વોરિકન 19 વિકેટ સાથે આવે છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં (WTC)માં મજબૂત સ્થિતિમાં આવવાની તક વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના હાલના સાયકલમાં ટીમ ઈન્ડિયા ત્રીજા અને વેસ્ટ ઈન્ડિઝ છઠ્ઠા નંબર પર છે. ભારતને 5 ટેસ્ટમાં 2 જીત સાથે 46.67% પોઇન્ટ્સ છે. વેસ્ટ ઈન્ડિઝ 3 મેચ હારીને હજી સુધી પોતાના પોઇન્ટ્સનું ખાતું ખોલી શક્યું નથી. વેસ્ટ ઈન્ડિઝને 2-0થી હરાવીને ટીમ 61% પોઇન્ટ્સ સાથે ત્રીજા નંબર પર પોતાની સ્થિતિ મજબૂત કરી લેશે.

ભારતે વેસ્ટ ઈન્ડિઝ કરતાં વધારે મેચ જીતી વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભારતમાં 31 વર્ષથી કોઈ ટેસ્ટ મેચ જીતી શકી નથી. ટીમને છેલ્લી જીત 1994માં મોહાલીના મેદાન પર મળી હતી. વેસ્ટ ઈન્ડિઝને ભારતમાં છેલ્લી ટેસ્ટ સિરીઝ જીત પણ 1983માં મળી હતી. ત્યારે ટીમે 6 ટેસ્ટની સિરીઝ ભારતને 3-0થી હરાવી હતી.

બંને ટીમ વચ્ચે ઓવરઓલ 100 ટેસ્ટ રમાઈ છે. 23માં ભારત અને 30માં વેસ્ટ ઈન્ડિઝને જીત મળી. આ દરમિયાન 47 મુકાબલા ડ્રો પણ રહ્યા. ભારતમાં બંનેએ 47 ટેસ્ટ રમી. 13માં ભારત અને 14માં વેસ્ટ ઈન્ડિઝને જીત મળી. સિરીઝ 2-0થી જીતીને ભારત આ મામલામાં વેસ્ટ ઈન્ડિઝને પાછળ છોડી શકે છે. 20 મુકાબલા ડ્રો પણ રહ્યા.

લાલ માટીની પીચ પર શું હોય છે? લાલ માટીની પીચ જલ્દી સૂકાય છે. ટેસ્ટના શરૂઆતી દિવસોમાં ફાસ્ટ બોલરોને બાઉન્સ સારો મળે છે. રન બનાવવા પણ સહેલા હોય છે, પણ દિવસ વધવાની સાથે પીચ તૂટવા લાગે છે. બેટિંગ મુશ્કેલ થવા લાગે છે અને સ્પિન બોલર્સને મદદ મળવી શરૂ થઈ જાય છે.

જોકે, આ વખતે લાલ માટીની પીચ પર ઘાસ પણ છોડવામાં આવ્યું છે. જેના કારણે પહેલા દિવસે ફાસ્ટ બોલર્સને પણ મદદ મળવાની સંભાવના છે. રિપોર્ટ્સ અનુસાર, પીચ પર શરૂઆતી 2-3 દિવસ બેટિંગ માટે સહેલા રહી શકે છે, પછી સ્પિનરોનું પ્રભુત્વ રહેવાની સંભાવના છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અત્યાર સુધી 15 ટેસ્ટ રમાઈ છે. 4માં પહેલા બેટિંગ અને 4માં જ પહેલાં બોલિંગ કરનારી ટીમને જીત મળી. 7 મેચ ડ્રો પણ રહી. જો મેચની સવાર સુધી પીચ પર ભેજ રહ્યો તો ટીમ ટૉસ જીતીને બોલિંગ પણ પસંદ કરી શકે છે. વળી, ભેજ નજર ન આવ્યો તો ટીમ પહેલાં બેટિંગ જ પસંદ કરશે.

જસપ્રીત બુમરાહ એશિયા કપનો હિસ્સો રહ્યા હતા. વર્કલોડ મેનેજમેન્ટને જોતાં તેમને પહેલા ટેસ્ટમાં આરામ આપવામાં આવી શકે છે

જસપ્રીત બુમરાહ એશિયા કપનો હિસ્સો રહ્યા હતા. વર્કલોડ મેનેજમેન્ટને જોતાં તેમને પહેલા ટેસ્ટમાં આરામ આપવામાં આવી શકે છે

પહેલા દિવસે વરસાદની સંભાવના અમદાવાદમાં મેચના પહેલા દિવસે 35% વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. વળી, બાકી 4 દિવસ ક્રિકેટ રમવા માટે હવામાન સાફ રહેશે.

બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11 ભારત (IND): શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), નીતિશ રેડ્ડી/અક્ષર પટેલ, રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહ/પ્રસિદ્ધ ક્રિષ્ના.

વેસ્ટ ઈન્ડિઝ (WI): તેજનરાયણ ચંદ્રપૉલ, કેવલોન એન્ડરસન, એલિક એથનાઝ, બ્રેન્ડન કિંગ, શાઈ હોપ (વિકેટકીપર), રોસ્ટન ચેઝ, જસ્ટિન ગ્રીવ્સ, ખૈરી પિયરી, જોમેલ વારિકન, એન્ડરસન ફિલિપ અને જૈડન સીલ્સ.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *