Wangchuk’s wife questions – Is India really independent? | વાંગચુકની પત્નીના સવાલ- શું ભારત ખરેખર આઝાદ છે?: કહ્યું- ગૃહ મંત્રાલયના આદેશ પર પોલીસ 3 લાખ લદ્દાખીઓ પર ત્રાસ ગુજારી રહી છે
લેહ1 કલાક પેહલા
- કૉપી લિંક

સોનમ વાંગચુક તેમની પત્ની ગીતાંજલિ આંગ્મો સાથે (ફાઇલ ફોટો)
સોનમ વાંગચુકના પત્ની ગીતાંજલી આંગમોએ ગુરુવારે કેન્દ્ર સરકારની ટીકા કરી હતી. તેમણે લદ્દાખની વર્તમાન પરિસ્થિતિની તુલના બ્રિટિશ ભારત સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે ગૃહ મંત્રાલય લદ્દાખ પોલીસનો દુરુપયોગ કરી રહ્યું છે.
ગીતાંજલિએ X પર લખ્યું, “શું ભારત ખરેખર આઝાદ છે? 1857માં મહારાણીના આદેશ પર, 24,000 અંગ્રેજોએ 30 કરોડ ભારતીયો પર અત્યાચાર કરવા માટે 135,000 ભારતીય સિપાહીઓનો ઉપયોગ કર્યો હતો. આજે, ગૃહ મંત્રાલયના આદેશ પર, એક ડઝન વહીવટકર્તાઓ 3 લાખ લદ્દાખીઓ પર અત્યાચાર કરવા માટે 2400 લદ્દાખી પોલીસનો દુરુપયોગ કરી રહ્યા છે.”
લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવાની માંગણી સાથે થયેલા હિંસક વિરોધ પ્રદર્શન બાદ 26 સપ્ટેમ્બરના રોજ સોનમ વાંગચુકની ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર કડક રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) હેઠળ આરોપ લગાવવામાં આવ્યા હતા અને તેમને જોધપુર સેન્ટ્રલ જેલમાં ધકેલવામાં આવ્યા હતા. 24 સપ્ટેમ્બરના રોજ થયેલા વિરોધ પ્રદર્શનમાં ચાર લોકોના મોત થયા હતા.
ધરપકડ બાદ સોનમની પત્નીની 3 પ્રતિક્રિયા…
2 ઓક્ટોબર: કેન્દ્ર સરકાર પર પોલીસ દ્વારા હેરાનગતિનો આરોપ

1 ઓક્ટોબર: રાષ્ટ્રપતિને પત્ર, પતિની મુક્તિની માંગણી કરી
ગીતાંજલિ આંગમોએ બુધવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને એક પત્ર લખ્યો હતો. તેમણે રાષ્ટ્રપતિને આદિવાસી તરીકે લદ્દાખના લોકોની લાગણીઓને સમજવાની અપીલ કરી હતી. આંગમોએ આ પત્ર પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને પણ મોકલ્યો છે. પત્રમાં, આંગમોએ સોનમ વાંગચુકની બિનશરતી મુક્તિની માંગ કરી હતી, સોનમને તેમણે જળવાયુ પરિવર્તન સામે અને પછાત આદિવાસી વિસ્તારોના વિકાસ માટે આંદોલન કરનાર એક શાંતિપ્રિય ગાંધીવાદી પ્રદર્શનકારી ગણાવ્યા છે.
28 સપ્ટેમ્બર: પાકિસ્તાન સાથેના સંબંધોના આરોપોને ફગાવવામાં આવ્યા
ગીતાંજલિએ તેમના પતિ પર લગાવાયેલા પાકિસ્તાન સાથેના સંબંધોના આરોપોને ફગાવ્યા છે. તેમણે રવિવારે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે વાંગચુક હંમેશા ગાંધીવાદી રીતે પ્રદર્શન કરતા હતા અને 24 સપ્ટેમ્બરના રોજ થયેલી હિંસા માટે સીઆરપીએફ જવાબદાર હતું. આંગમોએ સ્પષ્ટતા કરી હતી કે તેમના પતિની પાકિસ્તાનની મુલાકાતો જળવાયુ પરિવર્તન સંબંધિત હતી. તેમણે કહ્યું, “અમે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આયોજિત એક પરિષદમાં ગયા હતા. અમને હિમાલયના ગ્લેશિયરના પાણીમાં ભારત કે પાકિસ્તાન દેખાતું નથી.