કોણ બનશે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ? ચૂંટણીનો કાર્યક્રમ થયો જાહેર; 4 ઓક્ટોબરે થઈ જશે ફાઈનલ – Gujarat BJP will get a new state president on October 4 the schedule for the state president election has been announced | ગાંધીનગર
Last Updated:
ગાંધીનગર: આજે દશેરાના પર્વ પર ભાજપના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી સંબંધિત કાર્યક્રમ જાહેર થયો છે. જે મુજબ આવતીકાલે 3 ઓક્ટોબરના રોજ ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
ગાંધીનગર: ગુજરાતમાં રાજકારણના વર્તુળોમાં આજે દશેરાના દિવસે ગરમ માહોલ જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના પ્રદેશ અધ્યક્ષપદ માટે ચૂંટણીની પ્રક્રિયા શરૂ થવાની છે. પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વે આ મહત્વપૂર્ણ પગલું લઈને ગુજરાત ભાજપને નવી ઊર્જા આપવાની તૈયારી કરી છે. આગામી 3 ઓક્ટોબરે ફોર્મ ભરવાની અને પરત ખેંચવાની પ્રક્રિયા હાથ ધરાશે. ત્યારબાદ, 4 ઓક્ટોબરે મતદાન અને મતગણરી થશે. એટલે કે 4 ઓક્ટોબરે નવા પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થઈ જશે.
આજે દશેરાના પર્વ પર ભાજપના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી સંબંધિત કાર્યક્રમ જાહેર થયો છે. જે મુજબ આવતીકાલે 3 ઓક્ટોબરના રોજ ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જેમાં સવારે 11:00થી 2:00 વાગ્યા સુધી ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા થશે. તો બપોરે 3:00 વાગ્યાથી 4:00 વાગ્યા સુધી ફોર્મ ચકાસણી અને સાંજે 5 વાગ્યાથી 5:30 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા કરવામાં હાથ ધરાશે.

જે બાદ 4 ઓક્ટોબરના રોજ સવારે 10 વાગ્યે નવા પ્રદેશ પ્રમુખ માટે ચૂંટણી યોજાશે. એટલે કે 4 ઓક્ટોબરના રોજ સવારે 10થી 11 વાગ્યા સુધીમાં મતદાન થશે. ત્યારબાદ પ્રદેશ પ્રમુખની જાહેરાત 12 વાગ્યાની આસપાસ કરવામાં આવશે.
ગુજરાત પ્રદેશ ભાજપને આગામી 2 દિવસમાં નવા પ્રમુખ મળશે. 4 ઓક્ટોબર ભાજપ પ્રદેશ અધ્યક્ષને લઈને દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે જશે. જોકે, આ પહેલા ઘણા નામોની ચર્ચા ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નવા પ્રદેશ પ્રમુખ માટે ભાજપે OBC સમાજમાંથી નેતા પસંદ કરવાનું નક્કી કર્યું છે. આ પદ માટે રાજ્ય સરકારના કોઈ મંત્રી કે ધારાસભ્યને જવાબદારી સોંપવામાં આવી શકે છે. પ્રદેશ પ્રમુખની રેસમાં જગદીશ વિશ્વકર્માનું નામ સૌથી આગળ છે. જ્યારે મયંક નાયક અને દેવુસિંહ ચૌહાણનું નામ પણ ચર્ચામાં છે.

હાલના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત રઘુનાથ પાટીલ (સી.આર. પાટીલ)નો કાર્યકાળ જુલાઈ 2020થી ચાલુ છે અને તેમણે પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે. લોકસભા ચૂંટણી 2024માં ભાજપને ગુજરાતમાં જોરદાર જીત અપાવવામાં તેમના માઈક્રો પ્લાનિંગ અને ડેટા-આધારિત વ્યૂહરચનાએ મહત્વનું યોગદાન આપ્યું હતું. જોકે, કેન્દ્રીય જળશક્તિ મંત્રી તરીકેની જવાબદારીઓને કારણે તેઓ પ્રમુખપદથી છુટા થઈ રહ્યા છે, જેની વાતો ગયા વર્ષથી ચાલી રહી છે. ગત વર્ષથી અટકળો ચાલી રહી છે કે, ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે. જોકે, લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. આજે(2 ઓક્ટોબર) ભાજપના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી સંબંધિત કાર્યક્રમ જાહેર થયો છે.
Gandhinagar,Gujarat
October 02, 2025 2:07 PM IST
