એક મહિનામાં જ પૈસા ડબલ, આ શેરે તો માર્કેટમાં બૂમ પડાવી; હજુ પણ ભાવ 2 રૂપિયાથી ઓછો – penny stock ontic finserve hits upper circuit price under rs 2 share | વેપાર


Last Updated:

Penny Stock: શેર માર્કેટમાં આજે મંગળવારે ભારે વધ-ઘટ જોવા મળી રહી છે. માર્કેટના આવા માહોલમાં કેટલાક સ્ટોક્સ રોકાણકારોને શાનદાર રિટર્ન આપી રહ્યા છે. આવો જ એક પેની સ્ટોક છેલ્લા કેટલાક સમયથી રોકાણકારો પર પૈસાનો વરસાદ કરી રહ્યો છે.

એક મહિનામાં જ પૈસા ડબલ (AI PHOTO)એક મહિનામાં જ પૈસા ડબલ (AI PHOTO)
એક મહિનામાં જ પૈસા ડબલ (AI PHOTO)

Penny Stock: શેર માર્કેટમાં આજે મંગળવારે ભારે વધ-ઘટ જોવા મળી રહી છે. માર્કેટના આવા માહોલમાં કેટલાક સ્ટોક્સ રોકાણકારોને શાનદાર રિટર્ન આપી રહ્યા છે. આવો જ એક પેની સ્ટોક છેલ્લા કેટલાક સમયથી રોકાણકારો પર પૈસાનો વરસાદ કરી રહ્યો છે. મંગળવારે આ પેની સ્ટોક 20 ટકા અપર સર્કિટ સુધી પહોંચ્યો હતો. શેરબજારમાં આ એક મલ્ટિબેગર સ્ટોક બની રહ્યો છે. તેની કિંમત 2 રૂપિયાથી પણ ઓછી છે. તેનું નામ છે ઓન્ટિક ફિનસર્વ લિમિટેડ (Ontic Finserve Ltd) છે.

ઓન્ટિક ફિનસર્વ (Ontic Finserve Ltd)નો શેર મંગળવારે બપોરે 12 વાગ્યે 20 ટકાની અપર સર્કિટ સાથે 1.59 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ તેની 52 સપ્તાહની સૌથી ઊંચી કિંમત પણ છે. સોમવારે આ શેર 1.33 રૂપિયા પર બંધ થયો હતો. આ પહેલા આ શેર રોકાણકારોને જબરદસ્ત રિટર્ન આપી ચૂક્યો છે. તેણે એક મહિનામાં રોકાણકારોની રકમને ડબલથી પણ વધુ કરી દીધી છે.

આ શેરે 5 ટ્રેડિંગ દિવસમાં રોકાણકારોના ખિસ્સા ભરી દીધા છે. 17 સપ્ટેમ્બરે આ શેરની કિંમત આશરે એક રૂપિયો હતી. હવે આ શેર 1.59 રૂપિયા પર છે. આમ, આ 5 દિવસોમાં તેનું રિટર્ન 55 ટકાથી વધુ રહ્યું છે. એટલે કે, આ શેરે 5 દિવસોમાં 1 લાખ રૂપિયાના રોકાણને 1.50 લાખ રૂપિયાથી વધુમાં બદલી દીધું છે.

1 મહિનામાં પૈસા ડબલ

આ શેરે એક મહિનામાં રોકાણકારોની રકમને ડબલથી પણ વધુ કરી દીધી છે. 25 ઓગસ્ટે આ શેરની કિંમત માત્ર 72 પૈસા હતી. હવે તે 1.59 રૂપિયા છે. એટલે કે, એક મહિનામાં તેનું રિટર્ન આશરે 120 ટકા રહ્યું છે. જો કોઈ રોકાણકારે એક મહિના પહેલાં તેમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તે રકમ વધીને 2.20 લાખ રૂપિયા થઈ ગઈ હોત. એટલે કે, એક મહિનામાં 1 લાખ રૂપિયાના રોકાણ પર તેમને 1.20 લાખ રૂપિયાનો ફાયદો થઈ ગયો હોત.

1 વર્ષમાં 1 લાખના થયા 3 લાખ

1 વર્ષમાં પણ આ શેરે રોકાણકારોને સારો ફાયદો કરાવ્યો છે. એક વર્ષ પહેલાં તેની કિંમત 55 પૈસા હતી. આમ, તેણે એક વર્ષમાં રોકાણકારોને આશરે 190 ટકા રિટર્ન આપ્યું છે. જો કોઈ રોકાણકારે એક વર્ષ પહેલાં તેમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તે રકમ વધીને આશરે 3 લાખ રૂપિયા થઈ ગઈ હોત. એટલે કે, એક વર્ષમાં 1 લાખ રૂપિયાના રોકાણ પર રોકાણકારને 2 લાખ રૂપિયાનો નફો થઈ ગયો હોત.

શું કરે છે કંપની?

ઓન્ટિક ફિનસર્વ લિમિટેડને અગાઉ મારલ ફાઇનાન્સ લિમિટેડ તરીકે ઓળખવામાં આવતી હતી. આ કંપની 1995માં શરૂ થઈ હતી. આ કંપની રોકાણ અને ફાઇનાન્સ સાથે સંબંધિત સેવાઓ પૂરી પાડે છે. BSEની સત્તાવાર વેબસાઇટ અનુસાર, કંપનીનું માર્કેટ કેપ 14.31 કરોડ રૂપિયા છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી શેરબજારની જાણકારી ફક્ત સામાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *