Jammu Kashmir Border Village Damage; 60 Villages Affected Operation Sindoor; 6000 Houses Damaged, Bunker Construction Stalled, PHOTOS | ઓપરેશન સિંદૂર પછી પણ 2000 નવા બંકર નથી બન્યાં: જમ્મુ-કાશ્મીરના 500 ગામડાઓ પાકિસ્તાનને અડીને આવેલી બોર્ડરથી 6 કિમીની રેન્જમાં


  • Gujarati News
  • National
  • Jammu Kashmir Border Village Damage; 60 Villages Affected Operation Sindoor; 6000 Houses Damaged, Bunker Construction Stalled, PHOTOS

શ્રીનગર16 કલાક પેહલાલેખક: મુદસ્સિર કુલ્લૂ

  • કૉપી લિંક
QuoteImage

‘8-9મેની રાતને અમે ભૂલી શકતા નથી. પાકિસ્તાનના ગોળીબારથી બચવા માટે પત્ની-બાળકો અને ચુનંદા સામાનને લઇને રાતોરાત ગામ ખાલી કરવું પડ્યું હતું. બંકર હોત તો છૂપાઇ ગયા હોત. ગામ છોડવાની નોબત ન આવી હોત. આટલું કહેતા જ પુંછના મંડી ગામના સરપંચ રડવા લાગ્યા. તેમણે જણાવ્યું કે અમને 70 બંકરની જરૂર છે. 4 મહિનાથી સરવે થઇ ચૂક્યો છે. પરંતુ, નવા બંકરોનું હજુ કામ શરૂ થયું નથી. હવે ફરીથી યુદ્ધની વાત ચાલી રહી છે. જો ગોળીબાર થશે તો ફરીથી ગામ છોડવું પડશે.

QuoteImage

જમ્મૂ-કાશ્મીરના 8 જિલ્લાના અંદાજે 500 ગામ પાક નજીકની બોર્ડરથી 6 કિમીના દાયરામાં છે. તેમાંથી 60 ગામને ઑપરેશન સિંદૂર દરમિયાન ખૂબ જ નુકસાન થયું હતું. તેમાં પણ મંડી, મનકોટ, આરએસપુરા, મેંઢર, ઢાકી, ઢંડી કસી, રિયાસી, તંગધાર, સલામાબાદ, ઉરી, બાલકોટે, કરનાહ, ઉરુસા, નૌપોરા, ખનેતર, ઇરવિન, કૃષ્ણ ઘાટી, શાહપુર, લામ, ગંભીર, હાજીપીર, ફકીરદરા, કરમારા અને ઢંગરી સૌથી વધુ અસરગ્રસ્ત છે. 6 હજારથી વધુ ઘરોને નુકસાન થયું હતું. યુદ્ધ રોકાયા બાદ થયેલા સરવેમાં 2 હજાર વધુ બંકર બનાવવાની વાત કરાઇ છે. પરંતુ હજુ સુધી એક પણ નવું બંકર બન્યું નથી.

લડાઈ બંધ થયા પછી હાથ ધરાયેલા સર્વેક્ષણમાં તાત્કાલિક 2,000 વધારાના બંકર બનાવવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ પ્રણાલીગત વિલંબને કારણે, એક પણ નવું બંકર બનાવવામાં આવ્યું નથી. જમ્મુ ડિવિઝનલ કમિશનર રાકેશ કુમારે ભાસ્કરને જણાવ્યું હતું કે બાંધકામ ટૂંક સમયમાં શરૂ થશે.

ગૃહ વિભાગના સત્તાવાર ડેટા અનુસાર, 2017 માં આ ગામોમાં 850 બંકરોના નિર્માણ માટે ₹415.73 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા. જૂન 2025 સુધીમાં, ₹348 કરોડથી આ 85% કામ પૂર્ણ થઈ ગયું હતું, પરંતુ ઓપરેશન સિંદૂર પછી આ પૈસાથી એક પણ બંકર બનાવવામાં આવ્યું નથી.

જમ્મુ અને કાશ્મીરના સરહદી વિસ્તારોમાં બંકરોની 4 તસવીર…

આ તસવીર જમ્મુ અને કાશ્મીરના અરનિયા વિસ્તારની છે, જ્યાં ઓપરેશન સિંદૂર દરમિયાન એક બંકર સાફ કરવામાં આવ્યું હતું.

આ તસવીર જમ્મુ અને કાશ્મીરના અરનિયા વિસ્તારની છે, જ્યાં ઓપરેશન સિંદૂર દરમિયાન એક બંકર સાફ કરવામાં આવ્યું હતું.

આ ફોટો 13 મે, 2025નો છે. ઓપરેશન સિંદૂર પછી તેમણે જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં તંગધારની મુલાકાત લીધી, જ્યાં તેમણે કોમ્યુનિટી બંકરનું નિરીક્ષણ કર્યું.

આ ફોટો 13 મે, 2025નો છે. ઓપરેશન સિંદૂર પછી તેમણે જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં તંગધારની મુલાકાત લીધી, જ્યાં તેમણે કોમ્યુનિટી બંકરનું નિરીક્ષણ કર્યું.

ઓપરેશન સિંદૂર દરમિયાન, જમ્મુ-કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં બંકરો બનાવવામાં આવ્યા હતા.

ઓપરેશન સિંદૂર દરમિયાન, જમ્મુ-કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં બંકરો બનાવવામાં આવ્યા હતા.

આ ફોટો બાંદીપોરાનો છે. એક સ્થાનિક વ્યક્તિએ 2018 માં હુમલા દરમિયાન પોતાને અને પોતાના પરિવારને બચાવવા માટે આ બંકર બનાવ્યું હતું.

આ ફોટો બાંદીપોરાનો છે. એક સ્થાનિક વ્યક્તિએ 2018 માં હુમલા દરમિયાન પોતાને અને પોતાના પરિવારને બચાવવા માટે આ બંકર બનાવ્યું હતું.

3 હજારની વસ્તી, 91 બંકર, યુદ્ધમાં 1 હજાર રોકાઇ શક્યા, બાકીને ગામ છોડવાની નોબત

  • પુંછના મનકોટના રહેવાસી મોહમ્મદ અમીને જણાવ્યું કે અહીં 250 ઘર છે તેમજ 1 હજારની વસ્તી. કેટલાક બંકર જ છે, એટલે જ એ રાત્રે સમગ્ર ગામ ખાલી કરવું પડ્યું હતું. અમે હજુ પણ ડરમાં જીવી રહ્યા છીએ, કારણ કે ગામ બોર્ડરથી માત્ર 2-3 કિલોમીટર જ દૂર છે.
  • પુંછના કરમારાના સરપંચ મંજૂરી અહમદે જણાવ્યું કે ગામમાં 3 હજાર લોકો માટે માત્ર 91 બંકર છે. પાક સાથે યુદ્ધના સમયે તેમાંથી માત્ર 1 હજાર લોકો આવી શક્યા હતા. બાકીના લોકોને ગામ છોડવાની નોબત આવી હતી. અમને વધુ 100 બંકરની જરૂરિયાત છે. પહેલીવાર પાકે પુંછ શહેરને પણ નિશાન બનાવ્યું હતું. જે બોર્ડરથી 8 કિમી દૂર છે. પુંછના ચકદબાગ ગામમાં 2 બંકર છે, જેમાં 6 થી 10 મેની રાત્રે 400 લોકો વારાફરતી રોકાયા હતા.
  • સ્થાનિક નાગરિક જગદીશ કુમાર અનુસાર અમને 10 બંકરની જરૂર છે. ઉત્તર કાશ્મીરના નૌપોરા ઉરીમાં પહેલીવાર પાક તરફથી વધુ ગોળીબાર થયો હતો. અહીના બશીર અહમદના ઘર પર સીધો જ ગોળો વરસ્યો હતો. તેમણે જણાવ્યું કે તેમના ગામમાં એક પણ બંકર નથી. જ્યારે વધુ ગોળીબાર થયો, ત્યારે અમે દિવાલો પાસે અડીને ઉભા હતા. અહીં લગભગ તમામ 60 ઘરને નુકસાન થયું હતું. અનેક જાનવરો મૃત્યુ પામ્યા હતા. તેમ છતાં બંકર બન્યા નથી, જ્યારે 30 બંકરની જરૂર છે.

બંકરો પર કામ હજુ શરૂ થયું નથી ઓલ જમ્મુ એન્ડ કાશ્મીર પંચાયત કોન્ફરન્સના પ્રમુખ શફીક મીરે જણાવ્યું હતું કે નવા બંકરો પર કામ હજુ શરૂ થયું નથી. પૂંચના જિલ્લા વિકાસ કમિશનર અશોક કુમારે પુષ્ટિ આપી હતી કે સર્વે રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે, પરંતુ બાંધકામ શરૂ થયું નથી.

રાજૌરીના ડાંગરી ગામમાં પણ જાનહાનિ અને વ્યાપક વિનાશ થયો હતો. “જ્યારે પણ ગોળીબાર શરૂ થાય છે, ત્યારે અમે ભાગી જઈએ છીએ કારણ કે અમારા બંકરો 500 લોકોની વસ્તીમાંથી માંડ 200 લોકોને સમાવી શકે છે,” એક રહેવાસીએ જણાવ્યું.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *