એક વિચાર અને આજે લાખોની કમાણી, ઊંઝાના આ ખેડૂત દંપતીને મરચાથી મળી મોટી સફળતા Unjha Farmer couple earns lakhs by cultivating Green chillies | મહેસાણા


Last Updated:

ઊંઝાના એક નાનકડા ગામના રહેતા ખેડૂત દંપતીએ પરંપરાગત ખેતી છોડીને બાગાયત ખેતી તરફ પગલું ભર્યું છે. જેનાથી તેમણે લાખો રૂપિયાની આવક થઈ રહી છે. જણાવી દઈએ કે, હાલ તેઓ મરચા અને કપાસનું વાવેતર કરી રહ્યા છે.

+

મરચાની

મરચાની ખેતીમાં લાખોની કમાણી

મહેસાણા: ઊંઝા તાલુકાના ભૂણાવ ગામના પ્રગતિશીલ ખેડૂત ગીતા પટેલ અને તેમના પતિ રાજેન્દ્ર પટેલે ખેતીમાં નવો પ્રયોગ કર્યો છે. આ અગાઉ તેઓ પરંપરાગત રીતે કપાસ, એરંડા અને દિવેલાની ખેતી કરતા હતા, પરંતુ હવે તેમણે બાગાયત ખેતી તરફ પગલું ભર્યું છે. તેમણે માત્ર બે વીઘા જમીનમાં દેશી જાતના મરચા અને કપાસનું વાવેતર કરીને પહેલા જ વર્ષમાં આશરે દોઢ લાખ રૂપિયાની આવકનો અંદાજ લગાવ્યો છે. તેમની આ પહેલે નાની જમીનમાંથી વધુ નફો કેમ કમાવવાનો રસ્તો બતાવ્યો છે.

આ બાબતે ખેડૂત રાજેન્દ્રભાઈએ જણાવ્યું કે, બાગાયત ખેતી પરંપરાગત પાકની સરખામણીએ ઓછા સમયમાં વધુ નફો આપે છે. મરચાનું વાવેતર જુલાઈ મહિનામાં કર્યું હતું, જેનું હાલ અઢી મહિનામાં જ ઉત્પાદન આપવા લાગ્યું છે. મરચાની ખેતી છથી સાત મહિનાની હોય છે. તેમણે જણાવ્યું કે, પ્રથમ વીણીમાં 20 મણ મરચાનું ઉત્પાદન મળ્યું હતું, જે સિદ્ધપુર માર્કેટ યાર્ડમાં પ્રતિ કિલો 480 રૂપિયાના ભાવે વેચાયા હતા, જેનાથી 10,000 રૂપિયા મળ્યા હતા.

Unjha Farmer couple earns lakhs by cultivating Green chillies

તેમણે જણાવ્યું કે, આ વર્ષે તેઓએ 500 મણ મરચાનું ઉત્પાદન મેળવવાની આશા રાખી છે. જો બજારમાં સારા ભાવ મળે અને વર્ષ અનુકૂળ રહે, તો દોઢ લાખ રૂપિયાની ચોખી આવક થઈ શકે છે. પરંપરાગત પાકમાં એક વીઘામાં 30,000 થી 40,000 રૂપિયાની આવક થતી હતી, જ્યારે મરચાની ખેતીમાં બેથી ત્રણ ગણો નફો મળે છે.

Unjha Farmer couple earns lakhs by cultivating Green chillies

ગીતાબેન અને રાજેન્દ્રભાઈ છેલ્લા સાત-આઠ વર્ષથી ખેતી સાથે જોડાયેલા છે. આ અગાઉ રાજેન્દ્રભાઈ હીરાનો વ્યવસાય કરતા હતા, પરંતુ ખેતીમાં નવી તક જોઈને તેઓ આ ક્ષેત્રમાં પૂરો સમય આપવા લાગ્યા હતા. મરચા ઉપરાંત, તેઓએ રીંગણાની ખેતી પણ શરૂ કરી છે. તેઓએ જણાવ્યું કે, ખેતીમાં મહેનતની જરૂર હોય છે, પરંતુ યોગ્ય સંભાળ, રોગમુક્ત પાક અને સારા ભાવથી બાગાયત ખેતી અત્યંત નફાકારક બને છે. તેઓ “અગ્નિ શસ્ત્ર” જેવા જૈવિક રસાયણોનો ઉપયોગ કરે છે, જેનાથી રાસાયણિક દવાઓનો ખર્ચ ઘટે છે અને પાકની ગુણવત્તા જળવાય છે.

Unjha Farmer couple earns lakhs by cultivating Green chillies

આ ખેડૂત દંપતીની સફળતા દર્શાવે છે કે, મહેનત, સંકલ્પ અને નવીનતા અપનાવવાથી ખેતીમાં પણ મોટો નફો મેળવી શકાય છે. તેમની આ સિદ્ધિ આજુબાજુના ખેડૂતો માટે પ્રેરણાદાયી બની છે, જે બાગાયત ખેતી તરફ આગળ વધવા માટે પ્રોત્સાહન આપે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *