Divya Bhaskar Morning News Brief Election announcement in Bihar | મોર્નિંગ ન્યૂઝ બ્રીફ: બિહારમાં બે તબક્કામાં મતદાન, 14 નવેમ્બરે પરિણામ; જયપુરમાં હોસ્પિટલમાં આગથી 8નાં મોત, શક્તિ વાવાઝોડું નબળું પડ્યું, છ દી’ વરસાદ – Gujarat News
.
ગઈકાલના મોટા સમાચાર બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત અંગેના હતા. ચૂંટણીઓ બે તબક્કામાં યોજાશે. પરિણામો 14 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. બીજા સમાચાર ભારતના મુખ્ય ન્યાયાધીશને લગતા છે; સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન તેમના પર જૂતાથી હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર
1. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે નાગાલેન્ડની મુલાકાત લેશે અને એક સભાને સંબોધિત કરશે.
2. સુપ્રીમ કોર્ટમાં બિહાર SIR ની માન્યતા પર અંતિમ ચર્ચા થશે.
3. LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા લિમિટેડનો IPO ખુલશે.
📰 કાલના મોટા સમાચારો
1. બિહારમાં છઠ પછી બે તબક્કામાં ચૂંટણી:6 અને 11 નવેમ્બરે મતદાન, 14 નવેમ્બરે પરિણામ; જાણો 40 દિવસની ચૂંટણીપ્રક્રિયામાં ક્યારે શું થશે

બિહારની ચૂંટણીઓ બે તબક્કામાં યોજાશે. મતદાન 6 અને 11 નવેમ્બરે થશે અને પરિણામ 14 નવેમ્બરે જાહેર થશે. ચૂંટણીપ્રક્રિયા 40 દિવસ ચાલશે. CEC જ્ઞાનેશ કુમારે સોમવારે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ ચૂંટણીઓ માટે SIR હેઠળ મતદાન યાદી અપડેટ કરવામાં આવી છે. નામાંકન પહેલાં 10 દિવસ સુધી ખૂટતાં નામો ઉમેરી શકાય છે. આવા મતદારોને નવા મતદાર કાર્ડ પ્રાપ્ત થશે.
બિહાર વિધાનસભામાં 243 બેઠક છે, જે આશરે 7.42 કરોડ વોટર છે. આમાં 100 વર્ષથી વધુ ઉંમરના 14,000 મતદારનો સમાવેશ થાય છે. મતદાન મથકો પર મુસાફરી કરવામાં અસમર્થ લોકો ફોર્મ 12D ભરીને ઘરેથી મતદાન કરી શકશે. રાજ્યમાં 1.4 મિલિયન લોકો પહેલીવાર મતદાન કરશે. બિહારમાં મતદાન મથકો પર મોબાઇલ ફોન લઈ જવાની મંજૂરી આપવામાં આવશે. વાંચો સંપૂર્ણ સમાચાર
2. ICUમાં મોતનું તાંડવ, 8નાં મોત:જયપુરની SMS હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના ICUમાં મોડીરાતે આગ લાગી, સ્ટાફ દર્દીઓને છોડીને ભાગ્યો

જયપુરમાં સવાઈ માનસિંહ (SMS) હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના ICUમાં રવિવારે મોડીરાત્રે આગ લાગી હતી. આ ઘટનામાં ત્રણ મહિલા સહિત આઠ દર્દીનાં મોત થયાં હતાં. ટ્રોમા સેન્ટરના ન્યુરો ICU વોર્ડના સ્ટોરરૂમમાં રાત્રે 11:20 વાગ્યે આગ લાગી હતી, જ્યાં પેપર્સ, આઈસીયુનાં સાધનો અને બ્લડ સેમ્પલર ટ્યૂબ રાખવામાં આવી હતી. ટ્રોમા સેન્ટરના નોડલ ઓફિસર અને સિનિયર ડોક્ટરે જણાવ્યું હતું કે આગ શોર્ટસર્કિટને કારણે લાગી હોવાની શંકા છે. અકસ્માત સમયે ICUમાં 11 દર્દી હતા અને બાજુના ICUમાં 13 દર્દી હતા. વાંચો સંપૂર્ણ સમાચાર
3. સુપ્રીમ કોર્ટમાં CJI ગવઈ પર હુમલાની કોશિશ:કોર્ટરૂમમાં વકીલે છુટ્ટું જૂતું ફેંક્યું; નારા લગાવ્યા- સનાતનનું અપમાન સહન નહીં કરે હિન્દુસ્તાન

સોમવારે સુપ્રીમ કોર્ટમાં એક વકીલે ચીફ જસ્ટિસ બી.આર. ગવઈ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. આ ઘટના ત્યારે બની જ્યારે CJIની બેન્ચ એક કેસની સુનાવણી કરી રહી હતી. કોર્ટરૂમમાં હાજર વકીલોને ટાંકીને ન્યૂઝ એજન્સી PTIએ અહેવાલ આપ્યો કે વકીલે CJI પર જૂતું ફેંક્યું.
જોકે જૂતું તેમની બેન્ચ સુધી પહોંચ્યું નહીં. સુરક્ષાકર્મચારીઓએ તરત જ તેને પકડી લીધો. જતા સમયે વકીલે નારા લગાવ્યા, સનાતનનું અપમાન સહન નહીં કરે હિન્દુસ્તાન. આ ઘટના બાદ CJIએ કોર્ટમાં હાજર વકીલોને તેમની દલીલો ચાલુ રાખવા કહ્યું. તેમણે કહ્યું, આ બધાથી પરેશાન ન થાઓ. હું પણ પરેશાન નથી. આ બાબતોથી મને કોઈ ફરક નથી પડતો. વાંચો સંપૂર્ણ સમાચાર
4. 2025 મેડિસિનમાં નોબેલ પુરસ્કાર ત્રણ વૈજ્ઞાનિકોને એનાયત:જેમાં 1 મહિલા વૈજ્ઞાનિકનો પણ સમાવેશ, ટી-કોષોની શોધ; કેન્સર અને ડાયાબિટીસની સારવારમાં મદદરૂપ

વર્ષ 2025નો મેડિસિનમાં નોબેલ પુરસ્કાર મેરી ઇ. બ્રુન્કો, ફ્રેડ રામ્સડેલ અને શિમોન સાકાગુચીને મળ્યો છે. તેમને આ પુરસ્કાર પેરિફેરલ ઇમ્યૂન ટોલરન્સ પરના રિસર્ચ માટે એનાયત કરવામાં આવ્યો છે. એમાં તેમણે શરીરની શક્તિશાળી ઈમ્યૂન સિસ્ટમનને કેવી રીતે કન્ટ્રોલ કરવી એ શોધી કાઢ્યું છે, જેથી એ ભૂલથી આપણાં અંગો પર હુમલો ન કરે.
ખરેખર આપણી ઈમ્યૂન સિસ્ટમ દરરોજ હજારો અને લાખો સૂક્ષ્મ સજીવોથી આપણને રક્ષણ આપે છે. આ બધા સુક્ષ્મસજીવો જુદા જુદા દેખાય છે. ઘણાએ તો આપમેળે જ માનવ કોષોની જેવા દેખાવાની ક્ષમતા પણ વિકસાવી છે, જેના કારણે ઈમ્યુન સિસ્ટમ માટે તે ઓળખવું મુશ્કેલ બને છે કે કોના પર હુમલો કરવો અને કોનું રક્ષણ કરવાનું છે. વાંચો સંપૂર્ણ સમાચાર
5. અધધધ…એક વર્ષમાં સોનું 43,000 રૂપિયા વધ્યું:આજે પણ ઓલટાઇમ હાઇ, અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો ભાવ 1.20 લાખને પાર, કિલો ચાંદીનો ભાવ 1.10 લાખ

આજે 6 ઓક્ટોબરે સોના અને ચાંદીના ભાવ ફરી એકવાર ઓલટાઈમ હાઈ સ્તરે પહોંચી ગયા છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ₹2,105 વધીને ₹1,19,059 થયો છે. અગાઉ એ ₹1,16,954 હતો. ચાંદી પણ ₹2,940 વધીને ₹1,48,550 થઈ ગઈ છે. ગઈકાલે એ ₹1,45,610 હતી.
આ વર્ષે અત્યારસુધીમાં સોનાના ભાવમાં આશરે ₹42,897નો વધારો થયો છે. 31 ડિસેમ્બર, 2024ના રોજ 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ₹76,162 હતો, જે હવે વધીને ₹1,19,059 થયો છે. આ સમયગાળા દરમિયાન ચાંદીના ભાવમાં પણ ₹62,533નો વધારો થયો છે. 31 ડિસેમ્બર, 2024ના રોજ એક કિલોગ્રામ ચાંદીનો ભાવ ₹86,017 હતો અને હવે એ વધીને ₹1,45,120 પ્રતિ કિલોગ્રામ થયો છે. વાંચો સંપૂર્ણ સમાચાર
6. ‘શક્તિ’ વાવાઝોડાની અસરના કારણે રાજ્યમાં વરસાદી માહોલ: અરબસાગરમાં જ વાવાઝોડું નબળું પડતાં ખતરો ટળ્યો, આવતીકાલથી ડીપ ડીપ્રેશનમાં ફેરવાતાં વરસાદની આગાહી

અરબસાગરમાં સર્જાયેલા ‘શક્તિ’ વાવાઝોડું નબળું પડતા ગુજરાત પરથી ખતરો ટળી ગયો છે. આવતીકાલ સુધીમાં વાવાઝોડું ડીપ ડીપ્રેશનમાં ફેરવાતા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગઈકાલે રાત્રે અને આજે પણ રાજ્યમાં છુટાછવાયા સ્થળે વરસાદની હાજરી નોંધાઈ છે.
હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ એટલે કે, 6 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યારે શક્તિ વાવાઝોડું ધીમું પડયું છે. જોકે, ગુજરાતમાં શક્તિની અસર નહીં થાય. દ્વારકાથી 940 કિ.મી. અને નલિયાથી 960 કિ.મી. દૂર શક્તિ વાવાઝોડું પહોંચ્યું છે. જે આવતીકાલથી ડીપ્રેશનમાં પરિવર્તિત થશે. વાંચો સંપૂર્ણ સમાચાર
7. કબ્રસ્તાનમાં કાળા નાગને માટલામાં મૂકી પતિ-દીકરાના આત્માને બોલાવવા પડશે:તાંત્રિકવિધિમાં નરબલિ આપવો પડશે, કહી અમદાવાદની વિધવા પાસેથી અઘોરી-મહિલા તાંત્રિકે 14.18 લાખ પડાવ્યા

કબ્રસ્તાનમાં કાળા નાગને માટલામાં મૂકીને તારા પતિ અને દીકરાના આત્માને બોલાવવા પડશે, તાંત્રિકવિધિ કરવા માટે નરબલિ આપવો પડશે, એવું કહીને એક વિધવા પાસેથી અઘોરી અને મહિલા તાંત્રિકે 14.18 લાખ રૂપિયા પડાવી લીધા છે. વિધવા મહિલાએ પતિ અને દીકરાનાં મોતની હકીકત જાણવા માટે યુટ્યૂબ પરથી અઘોરી બાબાનો સંપર્ક કર્યો હતો, જોકે મહિલા સાથે છેતરપિંડી થતાં અમદાવાદની વેજલપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વાંચો સંપૂર્ણ સમાચાર
🎭 આજનું કાર્ટૂન

⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં
1.નેશનલ : રાહુલ ગાંધીના આરોપો પર મુખ્ય ચૂંટણી કમિશનર હસ્યા:નકલી મતદાન અંગે કહ્યું- જરૂરી લાગશે તો બુરખા પહેરેલા મતદારોની તપાસ કરવામાં આવશે વાંચો સંપૂર્ણ સમાચાર
2.ઈન્ટરનેશનલ : પાકિસ્તાને ચીની હથિયારોની બડાઈ હાંકી:કહ્યું- ‘ભારત સામે લડવામાં હથિયારોએ ખૂબ સારું કામ કર્યું’, અમે 7 ફાઇટર જેટ તોડ્યા, ભારત એક પણ તોડી શક્યું નહીં વાંચો સંપૂર્ણ સમાચાર
3.નેશનલ : દાર્જિલિંગમાં ભૂસ્ખલન- 23નાં મોત, 2000 ટૂરિસ્ટ ફસાયા:CM મમતા આજે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે; હિમાચલમાં સિઝનની પહેલી બરફવર્ષા થઈ વાંચો સંપૂર્ણ સમાચાર
4.ઈન્ટરનેશનલ : ઈરાન ચલણમાંથી 0000 દૂર કરશે, 10000 હવે 1 રિયાલ થશે:મોંઘવારીના કારણે આ પગલું ભરવામાં આવ્યું, હવે 1 ડોલર= 11 લાખ 50 હજાર રિયાલ વાંચો સંપૂર્ણ સમાચાર
5.બિઝનેસ : ક્રેડિટ-કાર્ડ પેમેન્ટ એક દિવસ લેટ થવા પર ₹1000 સુધીનો દંડ:પરંતુ તરત જ નથી ઘટતો CIBIL સ્કોર; જાણો ક્યારે ઘટે છે ક્રેડિટ સ્કોર વાંચો સંપૂર્ણ સમાચાર
6.સ્પોર્ટ્સ : અમેરિકન ચેસ ખેલાડીએ ગુકેશના કિંગને પ્રેક્ષકોમાં ફેંક્યો:ટીમ USAએ ભારતને 5-0થી હરાવ્યું, ટેક્સાસમાં ફ્રેન્ડલી મેચ રમાઈ વાંચો સંપૂર્ણ સમાચાર
7.ધર્મ તહેવાર : 20 કે 21 ઓક્ટોબર દિવાળી ક્યારે છે?:પંચાંગ ભેદે અસમંજસ સર્જી, લક્ષ્મી પૂજા માટેનો શુભ દિવસ ક્યારે છે જાણી લો વાંચો સંપૂર્ણ સમાચાર
🗣️ ચર્ચિત નિવેદન

😲 ખબર હટકે
ફ્રાન્સમાં પ્રેંક કરવા બદલ યુવાનને જેલ

ફ્રાન્સમાં એક વ્યક્તિને શેરીમાં ખુલ્લેઆમ પ્રેંક (મજાક) કરવા બદલ સજા ફટકારવામાં આવી છે. ઈલાન નામના વ્યક્તિએ સોશિયલ મીડિયા પર વધુ લાઇક્સ મેળવવા માટે ઈન્જેક્શનની સિરીંજનો મજાક માટે ઉપયોગ કર્યો હતો. સિરીંજ ખાલી હોવા છતાં તે લોકો પાસે જઈને તેમને ઇન્જેક્શન આપવાનો ડોળ કરતો હતો. ઇલાન ઘણા મહિનાઓથી પેરિસમાં આ પ્રકારના વીડિયો બનાવી રહ્યો હતો. હવે તેને 12 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે.
📸 ફોટો, જે પોતે સમાચાર છે

🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ
1. સોનાની લગડી જેવો 40 કરોડનો પ્લોટ આપી દીધો:3 વર્ષ પહેલાં પ્રોજેક્ટ શરૂ કર્યો, અમદાવાદના પોશ એરિયામાં જંગલ ઊભું કર્યું
2. ગ્રાઉન્ડ રિપોર્ટ : મોદીની જાહેરાતનાં 12 વર્ષ બાદ ફાગવેલ તાલુકો બન્યો:લોકો ખુશ પણ વડું મથકને લઈ ગ્રામજનો આમને-સામને; જાણો ફાગવેલનું વડું મથક રાતોરાત કેવી રીતે બદલાયું?
3. મંડે મેગા સ્ટોરી : મોટા ભાગના મુસ્લિમ દેશો ગરીબ કેમ બની રહ્યા છે:વિશ્વના GDPમાં માત્ર 8% ભાગીદારી; વિનાશ પાછળ ઇસ્લામ, બ્રિટિશ લૂંટ કે પછી અન્ય કોઈ કારણો
4. આદિવાસી નેતાના એન્કાઉન્ટર પર સોરેન સરકાર ભીંસમાં:વોરંટ વગર ધરપકડ-ગોળીના નિશાન નહીં, ભાજપે કહ્યું- પોલીસ-માફિયા બધા ભળેલા છે
5. આજનું એક્સપ્લેનર:3 વર્ષમાં કફ સિરપથી 300 બાળકોનાં મોત; પેઇન્ટ, બ્રેક ઓઇલવાળાં કેમિકલથી કિડની ફેલ, સિરપમાં કેમ ભેળવે છે
🌍 કરંટ અફેર્સ

⏳ આજના દિવસનો ઈતિહાસ

📊 માર્કેટની સ્થિતિ

🌦️ મોસમનો મિજાજ

મંગળવારનું રાશિફળ: કન્યા, મકર અને મીન રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ, મિથુન-તુલાના લોકોએ ખર્ચ પર ખાસ ધ્યાન આપવું. વાંચો સંપૂર્ણ રાશિફળ