JP Morganના જેમી ડિમને સ્પષ્ટ ચેતવણી સાથે આપી તારીખ! આમ થયું એટલે દુનિયાભરના શેરબજારો તૂટશે – jp morgan ceo Jamie dimon predict share market crash world wide within 6 months says AI bubble will meltdown | વેપાર
Last Updated:
Stock market downward Six month prediction: શેરબજારમાં હાલ ભલે બધું બરાબર હોય તેવું લાગી રહ્યું પરંતુ એક પછી એક દિગ્ગજો સતત ચેતવી રહ્યા છે કે AI ટેક્નોલોજી અને રોકાણ પાછળ ઊંડે ઊંડે અસ્થિરતા છુપાયેલી છે અને દુનિયાભરના શેરબજારમાં તેનો એક ફુગ્ગો બની ગયો છે જે આવનાર સમયમાં ગમે ત્યારે ફૂટશે. આ આગાહીમાં હવે જેપી મોર્ગનના સીઈઓ પણ જોડાયા છે અને તેમણે પણ સ્પષ્ટ કરી દીધું કે માર્કેટ ક્યારે તૂટશે?
નવી દિલ્હી: વિશ્વની સૌથી મોટી નાણાકીય કંપનીઓમાંની એક, જેપી મોર્ગનના સીઈઓ જેમી ડિમને ફરી એકવાર બજારમાં હલચલ મચાવી છે. બીબીસી સાથેની એક મુલાકાતમાં, તેમણે ચેતવણી આપી હતી કે યુએસ અને વિશ્વભરના શેરબજારોમાં આગામી છ મહિનાથી બે વર્ષમાં ગંભીર ઘટાડો જોવા મળી શકે છે. ડિમને કહ્યું, “હું બીજા કોઈ કરતાં વધુ ચિંતિત છું કારણ કે બજારની સ્થિતિ દેખાય છે તેટલી સ્થિર નથી.”
AI રોકાણ અને ઓવરહીટેડ માર્કેટ પર ચિંતા :- જેમી ડિમને સમજાવ્યું કે વર્તમાન શેરબજારમાં મોટાભાગનો ઉછાળો AI કંપનીઓમાં રોકાણને કારણે છે, પરંતુ તેમણે ચેતવણી આપી હતી કે આ તેજી ટકાઉ ન પણ હોઈ શકે.
તેમનું માનવું છે કે AI વાસ્તવિક છે અને લાંબા ગાળે ચોક્કસપણે લાભ લાવશે, પરંતુ દરેક રોકાણકારને તેનો લાભ મળશે નહીં. તેમણે કહ્યું કે ઘણી AI કંપનીઓનું વેલ્યુએશન કૃત્રિમ રીતે વધારેલ છે, જેના કારણે કોઈપણ સમયે તીવ્ર કરેક્સન થઈ શકે છે.
બ્રિટનમાં રોકાણ, પરંતુ યુએસ નીતિઓ પર સવાલ :- ડિમને યુકેના બોર્નમાઉથમાં £350 મિલિયનના નવા રોકાણ અને સ્થાનિક બિનનફાકારક સંસ્થાઓ માટે £3.5 મિલિયનના ભંડોળની જાહેરાત કરી. તેમણે યુકે ચાન્સેલર રશેલ રીવ્સની પ્રશંસા કરતા કહ્યું કે તેઓ યુકે સરકારમાં નવા વિચારોને પ્રોત્સાહન આપે છે.
જોકે, તેમણે એમ પણ કહ્યું કે અમેરિકા હવે પહેલા જેવો વિશ્વસનીય ભાગીદાર રહ્યો નથી. તેમણે સમજાવ્યું કે વધતા ભૂરાજકીય તણાવ, લશ્કરી ખર્ચ અને અનિશ્ચિત અર્થતંત્રને કારણે બજાર પર દબાણ વધ્યું છે.
ડિમને ભારત-અમેરિકા ટ્રેડ અને વૈશ્વિક સુરક્ષા પર પણ વાત કરી :- ડિમને કહ્યું કે તેઓ ભારતને અમેરિકાની નજીક લાવવા માંગે છે અને બંને દેશો વચ્ચે તેલ વેપાર પર વધારાના ટેરિફ દૂર કરવા માટે ટૂંક સમયમાં કરાર થઈ શકે છે. તેમણે ખુલાસો કર્યો કે તેમણે ટ્રમ્પ વહીવટીતંત્રના અનેક અધિકારીઓ સાથે આ મુદ્દા પર ચર્ચા કરી છે અને તેમને ખાતરી આપવામાં આવી છે કે ટૂંક સમયમાં એક સોદો થશે.
વૈશ્વિક સુરક્ષા પર બોલતા, ડિમને કહ્યું, “લોકો ક્રિપ્ટોમાં રોકાણ કરવાની વાત કરે છે, પરંતુ હું કહું છું કે આપણે દારૂગોળો અને સુરક્ષા સાધનોનો સંગ્રહ કરવો જોઈએ કારણ કે દુનિયા પહેલા કરતાં વધુ ખતરનાક બની ગઈ છે.” આ સાથે તેમણે કહ્યું હતું કે AI બબલ ફૂટતા આગામી 6 મહિનામાં દુનિયાભરના શેરબજારોમાં તીવ્ર ઘટાડો જોવા મળશે.
(ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલ રોકાણને લગતી જાણકારી ફક્ત સામાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપની વિવેકબુદ્ધિનો ઉપયોગ અને નિષ્ણાતોનું માર્ગદર્શન જરૂર લો.)







