ગુજરાતમાં 20થી 22 ઓક્ટોબર ડાંગ નવસારી વલસાડમાં વરસાદની આગાહી | અમદાવાદ
અમદાવાદ: હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી આપી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવે આપેલી માહિતી પ્રમાણે, ત્રણ દિવસ ગુજરાતમાં હવામાન શુષ્ક રહેશે. તે બાદ ફરીથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. પવનની દિશાને કારણે સવારે અને રાતનું તાપમાન ઓછું રહેશે જ્યારે બપોરનું તાપમાન વધારે રહેશે. હવામાન વિભાગની તાપમાન અંગેની આગાહી જોઈએ તો, આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જ્યારે લઘુત્તમ તાપમાન 24 કલાક બાદ ધીરે ધીરે બેથી ત્રણ ડિગ્રી વધવાની આગાહી છે.
