સોમવારે શાનદાર તેજી તો મંગળવારે કેમ બગડી શેરબજારની હાલત? જાણો ઘટાડા પાછળના 6 મુખ્ય કારણો – share market crash due to these 6 key reasons profit booking fii selling rupee fall nifty monthly expiry | વેપાર
Last Updated:
Stock Market Fall: સોમવારે લીલા નિશાનમાં બંધ થયા પછી શેરબજાર મંગળવારે ફરીથી લાલ નિશાનમાં આવી ગયું છે. જેના કારણે ભારતીય રોકાણકારનો ચહેરા પર ઉદાસી છવાઈ ગઈ છે.
Stock Market Fall: સોમવારે લીલા નિશાનમાં બંધ થયા પછી શેરબજાર મંગળવારે ફરીથી લાલ નિશાનમાં આવી ગયું છે. BSE સેન્સેક્સ સવારે ઘટાડા સાથે 84,625.71ની સપાટીએ ખુલ્યો. ત્યારબાદ પાછલી ક્લોઝિંગથી 208.1 પોઈન્ટના ઉછાળા સાથે 84.986.94ના હાઈ સુધી પહોંચી ગયો. પરંતુ પછી તે 551.18 પોઈન્ટ તૂટીને 84,227.66 સુધી પહોંચી ગયો. તેવી જ રીતે NSE નિફ્ટી પણ લાલ નિશાનમાં 25.930.95 પર ખુલ્યો. પછી પાછલી ક્લોઝિંગથી 139.9 પોઈન્ટના ઘટાડા સાથે 25,826.15ના લો સુધી પહોંચી ગયો.
આ કારણે શેરબજારમાં ઘટાડો
રોકાણકારો અમેરિકાના કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વની મીટિંગમાં 29 ઓક્ટોબરે લેવાનારા નિર્ણયોની રાહ જોઈ રહ્યા છે. ફેડરલ રિઝર્વે સંકેત આપ્યો છે કે તે ઓક્ટોબરની મીટિંગમાં બેન્ચમાર્ક વ્યાજ દરોમાં 0.25 ટકાનો ઘટાડો કરી શકે છે. સાથે વર્ષ પૂરું થાય તે પહેલાં વધુ એક વખત વ્યાજ દરોમાં ઘટાડો કરી શકે છે.
શેરબજારમાં સોમવારે જોવા મળેલી તેજી બાદ રોકાણકારો બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસીસ, FMCG, રિયલ્ટી, IT શેરોમાં પ્રોફિટ બુકિંગ કરી રહ્યા છે.
શેરબજારના આંકડા અનુસાર, વિદેશી રોકાણકારો (FII)એ સોમવારે ધડાધડ શેર વેચ્યાં હતા. તેમણે 55.58 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. જ્યારે ઘરેલુ સંસ્થાગત રોકાણકારો (DII)એ 2,492.12 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા.
ડોલરની વધતી માંગ અને વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલની કિંમતોમાં તેજીથી રૂપિયો મંગળવારે 21 પૈસા તૂટીને અમેરિકી ડોલર સામે 88.40 પર આવી ગયો. રૂપિયો સોમવારે 36 પૈસા તૂટીને અમેરિકી ડોલર સામે 88.19 પર બંધ થયો હતો. આંતરરાષ્ટ્રીય માનક બ્રેન્ટ ક્રૂડ 0.05 ટકાના વધારા સાથે 65.65 ડોલર પ્રતિ બેરલના ભાવે રહ્યું.
બજારની અસ્થિરતા અને રોકાણકારોના સેન્ટિમેન્ટ દર્શાવતો ઇન્ડિયા VIX 5 ટકા વધીને 12.50 પર પહોંચી ગયો. આ ટ્રેડર્સમાં વધતી સતર્કતાનો સંકેત છે.
મંગળવારે નિફ્ટી ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ્સની મંથલી એક્સપાયરી પણ છે. સામાન્ય રીતે એક્સપાયરી સેશન્સ દરમિયાન માર્કેટમાં વધારે અસ્થિરતા જોવા મળે છે. કારણ કે ટ્રેડર્સ પોતાની પોઝિશન એડજસ્ટ કરે છે.
એશિયાઈ બજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી અને જાપાનનો નિક્કેઈ 225 ઘટાડામાં રહ્યા, જ્યારે ચીનનો SSE કમ્પોઝિટ અને હોંગકોંગનો હેંગ સેંગ તેજીમાં રહ્યો. અમેરિકી બજાર સોમવારે વધારા સાથે બંધ થયું. એક દિવસ પહેલાં સોમવારે ઘરેલુ શેરબજાર વધારા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 566.96 પોઈન્ટ અથવા 0.67 ટકા વધીને 84,778.84 પર બંધ થયો હતો. નિફ્ટી 170.90 પોઈન્ટ અથવા 0.66 ટકા વધીને 25,966.05 પર બંધ થયો હતો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી શેરબજારની જાણકારી ફક્ત સામાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
New Delhi,Delhi
October 28, 2025 1:39 PM IST
