આગામી 2026ની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પૂર્વે ભાજપનો સરદાર@150 યુનિટી માર્ચ દ્વારા લોકો વચ્ચે પહોંચવાનો રોડ મેપ તૈયાર! – BJP’s road map ready to reach out to people through Sardar@150 Unity March ahead of the upcoming 2026 local body elections! | ગાંધીનગર


Last Updated:

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી આગામી 2026 માં યોજાવાની છે. તે પૂર્વે ભાજપ દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા ગ્રાઉન્ડમાં જવાની તૈયારી કરી દીધી છે. જેના ભાગરૂપે આજે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ સરદાર@150 યુનિટી માર્ચ અંગે અમદાવાદ ખાતે પત્રકાર પરિષદ યોજીને રોડમેપ રજૂ કર્યો હતો.

ભાજપે સરદાર@150 યુનિટી માર્ચ પદયાત્રા માટે રોડમેપ રજૂ કર્યો
ભાજપે સરદાર@150 યુનિટી માર્ચ પદયાત્રા માટે રોડમેપ રજૂ કર્યો

ગાંધીનગર : સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 માં યોજાવાની છે. તે પૂર્વે, ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા જમીને ગ્રાઉન્ડ પર જવાની તૈયારી શરૂ કરી દીધી છે. આજે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ અમદાવાદ ખાતે પત્રકાર પરિષદમાં ‘સરદાર@150 યુનિટી માર્ચ’ અંગે રોડમેપ રજૂ કર્યો હતો. કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી અને અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ પણ આ પ્રસંગે હાજર રહ્યા.

સરદાર@150 યુનિટી માર્ચ

જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. આ માર્ચનો હેતુ નવી પેઢી સુધી સરદાર પટેલના અમૂલ્ય કાર્યો અને જીવનમૂલ્યોનો સંદેશ પહોંચાડવાનો છે. આ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશભરના લોકસભામાં ‘સરદાર@150 યુનિટી માર્ચ’ યોજાશે. ગુજરાતમાં આ પદયાત્રા 182 વિધાનસભા ક્ષેત્રોમાં આયોજન કરવામાં આવશે.

અખંડ ભારતના નિર્માતા

ભાજપા પ્રદેશ પ્રમુખે જણાવ્યું કે, આઝાદી બાદ દેશના 562 રજવાડાઓને એક કરવા અને અખંડ ભારતનું નિર્માણ કરનારા સરદાર પટેલના કાર્યો માટે દેશના 140 કરોડ નાગરિકોને ગૌરવ છે. પીએમ મોદી દ્વારા શરૂ કરાયેલા ‘વન નેશન વન ટેક્સ’, ‘વન નેશન વન પાવર ગ્રીડ’, અને ‘વન નેશન વન હેલ્થ ઇન્સ્યોરન્સ’ની જેમ જ, હવે સરકાર ‘એક રાષ્ટ્ર એક ચૂંટણી’ માટે કાર્ય કરી રહી છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી

સરદાર પટેલની વિશ્વની સૌથી મોટી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ દેશની એકતાનું પ્રતીક છે. આ પ્રતિમાના નિર્માણમાં દેશના 1,80,000 ગામોના ખેડૂતો દ્વારા લોખંડનું દાન, 1700 ટન કાંસા અને 18500 ટન લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હર્ષ સંઘવી, મનસુખભાઈ માંડવીયા, નીમુબેન બાંભણીયા, રાજ્યના મંત્રીશ્રીઓ, ધારાસભ્યો અને સંગઠનના પદાધિકારીઓ આ યાત્રામાં જોડાશે.

યાત્રાના મુખ્ય આકર્ષણો

આ પદયાત્રાનો બીજો ભાગ 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર દરમિયાન કરમસદથી કેવડીયા સુધી યોજાશે. આ 11 દિવસની પદયાત્રા 152 કિમી લંબાઈની હશે અને તેમાં દરરોજ 400-500 યુવાનો જોડાશે. આ યાત્રામાં કેન્દ્રીય મંત્રીમંડળ, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય સંગઠનના પ્રતિનિધિઓને પણ આમંત્રિત કરવામાં આવશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *