મગફળીના ભાવ ઘટતા ખેડૂતોને ખોટ – Farmers suffer losses as groundnut prices fall | ભાવનગર


Last Updated:

ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં હાલ મગફળીના ભાવ સરેરાશ 1,000 આસપાસ છે, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં છે. વરસાદથી બગડેલા પાક અને ઓછા ભાવ વચ્ચે ખેડૂતોને એક વીઘામાં 10થી 12 હજાર રૂપિયાનું નુકસાન સહન કરવું પડી રહ્યું છે.

+

મગફળીના

મગફળીના ભાવ ઘટતા ખેડૂતોને ખોટ

ભાવનગર: સૌરાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં આ વર્ષે ખેડૂતો દ્વારા મગફળીના વાવેતરમાં ઉછાળો જોવા મળ્યો છે. પાક તૈયાર થતા જ વરસાદ પડવાની વિપરીત પરિસ્થિતિને લીધે અનેક ખેડૂતોને નુકસાનનો સામનો કરવો પડ્યો. હાલ મગફળીનો પાક સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો છે, અને ખેડૂતો તેનું વેચાણ કરવા માટે વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જઈ રહ્યા છે. જોકે, યોગ્ય ભાવ ન મળવાથી ખેડૂતો મુશ્કેલીમાં છે.

ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ઓછા ભાવ મળવાના કારણે ખેડૂતો જણાવી રહ્યા છે કે આ ભાવમાં મગફળીનું ઉત્પાદન ખર્ચ પણ પૂરો કરી શકાતો નથી. હાલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીના એવરેજ ભાવ 1,000 રૂપિયાની આસપાસ છે, જ્યારે ખેડૂતોને 1,500 રૂપિયા કરતા વધુ ભાવ મળવો જરૂરી છે, જેથી તેમને યોગ્ય નફો મળી શકે.

મગફળી વેચાણ માટે આવેલા ખેડૂત જેઠાભાઈએ જણાવ્યું કે હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો ભાવ સરેરાશ 1,000 રૂપિયા મળ્યો છે. મગફળીના પાક માટે ખાતર, દવા અને મજૂરી સહિતનો ખર્ચ થાય છે, અને 1,500 રૂપિયાની આસપાસ મગફળીનો ભાવ મળવો જોઈએ. પરંતુ 1,000 રૂપિયાની આસપાસ જ ભાવ મળતા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઓછા ભાવને કારણે ખેડૂતોના ખર્ચ પણ ઊભા કરી શકવાની સ્થિતિ નથી.

વેલજીભાઈએ જણાવ્યું કે વધુ પડતા વરસાદને કારણે ખેડૂતોની મગફળી બગડી છે. હાલ એક વીઘામાંથી માત્ર 12 મણ જેટલું ઉત્પાદન મળ્યું છે. એક વીઘામાં અમે 20,000 રૂપિયા સુધીનો ખર્ચ કરીએ છીએ, પરંતુ હાલ મગફળીનું વેચાણ કરતા એક વીઘામાં ફક્ત 9 હજાર રૂપિયાનું જ ઉત્પાદન મળ્યું છે. માર્કેટિંગ યાર્ડમાં વેચાણ માટે જઈએ તો મગફળીના ઓછા ભાવ મળી રહ્યા છે. મારે મગફળીના 1,080 રૂપિયા મળ્યા છે, જે ખરેખર 1,500 કરતા પણ વધુ મળવા જોઈએ.

આ પણ વાંચો: ખેડૂતે હૃદય ઉપર પથ્થર રાખી 17 વીઘાની ડુંગળીમાં રોટાવેટર ફેરી નાખ્યું, મોટું આર્થિક નુકસાન

મહુવા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી વિશાલભાઈ પંચાણીએ જણાવ્યું કે મહુવા માર્કેટિંગ યાર્ડ મગફળીની આવકમાં સૌરાષ્ટ્રમાં ત્રીજા ક્રમે આવે છે. ગોંડલ અને રાજકોટ પછી અહીં સૌથી વધુ મગફળીની આવક થાય છે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં 100 કિલોમીટરથી વધુ અંતરનાં ખેડૂતો મગફળી વેચવા આવી રહ્યા છે. હાલ ખેડૂતોને યાર્ડમાં સરેરાશ 900 થી 1,100 રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે, જ્યારે વરસાદના કારણે ખરાબ થયેલી મગફળીનો ભાવ 500 થી 800 રૂપિયા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *