Nitish Reddy will be part of the Indian team for the second Test. | નીતિશ રેડ્ડી બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમનો ભાગ રહેશે: ગિલ ટીમ સાથે ગુવાહાટી જઈ શકે; પ્રેક્ટિસ સેશનમાં 6 ખેલાડીઓએ ભાગ લીધો


સ્પોર્ટ્સ ડેસ્ક1 દિવસ પેહલા

  • કૉપી લિંક

સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ પહેલા ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીને ભારતીય ટેસ્ટ ટીમમાં પાછો બોલાવ્યો છે. તે કોલકાતા પહોંચી ગયો છે, જોકે તેણે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો ન હતો.

શુભમન ગિલ ટીમ સાથે ગુવાહાટી જશે, પરંતુ જો તેની ઈજા હેશે, તો તેને સારવાર અને સ્વસ્થતા માટે બેંગલુરુમાં BCCI સેન્ટર ઑફ એક્સેલન્સમાં મોકલવામાં આવી શકે છે. બીજી ટેસ્ટ 22 નવેમ્બરથી ગુવાહાટીમાં રમાશે.

રેડ્ડીને પહેલી ટેસ્ટ પહેલા જ રિલીઝ કરવામાં આવ્યો હતો જેથી તે સાઉથ આફ્રિકા-A સામે ઈન્ડિયા-Aની સિરીઝમાં રમી શકે. BCCI એ અગાઉ કહ્યું હતું કે તે બીજી ટેસ્ટ માટે ટીમમાં જોડાશે, પરંતુ હવે તેને શિડ્યૂલ પહેલાં જ બોલાવ્યો છે.

ભારત પહેલી ટેસ્ટ હાર્યું, મેચ અઢી દિવસમાં જ સમાપ્ત થઈ ગઈ ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી પહેલી ટેસ્ટ માત્ર અઢી દિવસમાં જ સમાપ્ત થઈ ગઈ. ભારત 30 રનથી મેચ હારી ગયું. 14 નવેમ્બરના રોજ શરૂ થયેલી આ મેચ 18 નવેમ્બર સુધી ચાલુ રહેવાની યોજના હોવા છતાં, 16 નવેમ્બરના રોજ બપોરે સમાપ્ત થઈ. સાઉથ આફ્રિકાએ પ્રથમ ઇનિંગમાં 159 રન અને બીજા ઇનિંગમાં 153 રન બનાવ્યા.

ઈન્ડિયા-Aમાં રેડ્ડીનું પ્રદર્શન રાજકોટમાં ઈન્ડિયા-A માટે પહેલી મેચમાં નીતિશ રેડ્ડીએ 37 રન બનાવ્યા હતા અને 1/18 ની બોલિંગ ફીગર રહી હતી. તે બીજી મેચમાં રમ્યો ન હતો. હવે, ટેસ્ટ ટીમમાં પાછા ફરવાના કારણે, તે 19 નવેમ્બરના રોજ ત્રીજી ઈન્ડિયા-A મેચ ગુમાવશે.

ગિલની ફિટનેસ શંકામાં, રેડ્ડી એક વિકલ્પ હોઈ શકે છે કેપ્ટન શુભમન ગિલની ગરદનની ઇજા હજુ સંપૂર્ણપણે સાજી થઈ નથી અને બીજી ટેસ્ટમાં તેની ભાગીદારી અનિશ્ચિત છે. તેથી, ટીમ મેનેજમેન્ટને વધારાના બેટિંગ કવરની જરૂર પડી શકે છે.

ભારત પાસે દેવદત્ત પડિકલ અને સાઈ સુદર્શન જેવા વિકલ્પો છે, પરંતુ બંને ડાબા હાથના બેટર છે અને ટીમમાં પહેલાથી જ ઘણા ડાબા હાથના બેટર છે, જે મેચ-અપની સમસ્યામાં વધારો કરી શકે છે.

આવી સ્થિતિમાં, નીતિશ રેડ્ડી ટીમને વધુ સારું સંતુલન પૂરું પાડી શકે છે. નીચલા ક્રમમાં બેટિંગ કરીને, તે લેફ્ટી-રાઇટી જોડી જાળવી રાખવામાં મદદ કરશે અને તેની ઓલરાઉન્ડ કુશળતાથી વધારાના વિકલ્પો પૂરા પાડશે.

ગુવાહાટીમાં પહેલી ટેસ્ટ, ભારતને વાપસીની આશા કોલકાતા ટેસ્ટ અઢી દિવસમાં સમાપ્ત થઈ ગઈ, અને ભારતને હારનો સામનો કરવો પડ્યો. બધાની નજર હવે ગુવાહાટીમાં રમાનારી બીજી ટેસ્ટ પર છે, જે આ સ્થળે રમાનારી પહેલી ટેસ્ટ મેચ પણ હશે. ભારત અહીં જીત મેળવીને શ્રેણી 1-1 થી બરાબર કરવાનો પ્રયાસ કરશે.

સાઈ સુદર્શન અને ધ્રુવ જુરેલે એક પેડ પહેરીને પ્રેક્ટિસ કરી મંગળવારે કોલકાતામાં વૈકલ્પિક નેટ સેશન માટે ફક્ત 6 ખેલાડીઓ હાજર રહ્યા હતા. સિનિયર ખેલાડી રવીન્દ્ર જાડેજાએ લાંબો બેટિંગ સેશન રમ્યો.

સાઈ સુદર્શન અને ધ્રુવ જુરેલે સ્પિનરો સામે ફક્ત એક જ પેડ પહેરીને પ્રેક્ટિસ કરી. તેનો ઉદ્દેશ્ય આગળના પગે લાંબી ચાલવાની આદત વિકસાવવાનો હતો.

મુખ્ય કોચ ગૌતમ ગંભીર સુદર્શનની બેટિંગ પર સતત નજર રાખી રહ્યા છે. નેટમાં ઝડપી બોલરો સામે પ્રેક્ટિસ કરતી વખતે, સુદર્શનને ઘણી વખત એડ્જ વાગતી હતી, જેના કારણે ગંભીર અને બેટિંગ કોચ સિતાંશુ કોટકે તેની સાથે લાંબી ચર્ચા કરી અને ટેકનિકલ સલાહ આપી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *