Successful observation of interstellar comet 3I/ATLAS from PRL 1.2m telescope at Mount Abu | 3I/ATLASના દુર્લભ દૃશ્યો: માઉન્ટ આબુના PRL 1.2m ટેલિસ્કોપથી ઇન્ટરસ્ટેલર ધૂમકેતુ 3I/ATLASનું સફળ નિરીક્ષણ – Ahmedabad News
![]()
PRL પહેલી એજન્સી છે જેણે એનો પેરિહિલિયન પછી સ્પેક્ટ્રમ લીધો છે
ભારતના વૈજ્ઞાનિકોએ ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે. ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL)ના વૈજ્ઞાનિકોએ રાજસ્થાનના માઉન્ટ આબુ સ્થિત 1.2 મીટર ટેલિસ્કોપનો ઉપયોગ કરીને આંતરતારક ધૂમકેતુ 3I/ATLASનું સફળ નિરીક્ષણ કર્યું છે. આ ધૂમકેતુ હાલમાં સૂર્યની નજીકથી પસાર થઈને સૌરમ
.
ધૂમકેતુના ન્યૂક્લિયસમાંથી ઘનપદાર્થો ગરમ થઈને વાયુ રૂપમાં બહાર નીકળે છે 12થી 15 નવેમ્બર, 2025 દરમિયાન લેવાયેલા ફોટોગ્રાફ્સ અને સ્પેક્ટ્રમમાં આ ધૂમકેતુની આસપાસ લગભગ ગોળ આકારનું તેજસ્વી વાતાવરણ (કોમા) જોવા મળ્યું છે. આ કોમાનું સર્જન ધૂમકેતુના ન્યૂક્લિયસમાંથી ગરમ થઈને બહાર નીકળતાં વાયુ અને ધૂળથી બને છે.
આ ધૂમકેતુ રાસાયણિક રીતે આપણા સૌરમંડળના સામાન્ય ધૂમકેતુઓ જેવો જ છે ખાસ વાત એ છે કે, આ ધૂમકેતુના પ્રકાશનું વિશ્લેષણ (સ્પેક્ટ્રોસ્કોપી) કરતાં તેમાં CN, C2 અને C3 જેવા આણ્વિક સમૂહોની તરંગલંબાઇઓ જોવા મળી, જે આપણા સૌરમંડળના સામાન્ય ધૂમકેતુઓમાં પણ જોવા મળે છે. વૈજ્ઞાનિકોએ ગેસના ઉત્પાદન દર (પ્રોડક્શન રેટ) પણ માપ્યા છે, જે આશરે 10^25 અણુઓ/સેકન્ડ આસપાસ છે. આ આંકડા દર્શાવે છે કે, બીજી આકાશગંગામાંથી આવેલો આ ધૂમકેતુ પણ રાસાયણિક રીતે આપણા સૌરમંડળના સામાન્ય ધૂમકેતુઓ જેવો જ છે.
ધૂમકેતુ હવે ધીમે-ધીમે રાત્રીના વધુ અંધારિયા ભાગમાં આવશે PRLનું આ 1.2 મીટર ટેલિસ્કોપ 1680 મીટરની ઊંચાઈએ આવેલ ગુરુશિખર પર છે અને તેનો ઉપયોગ બહારના ગ્રહોની શોધ, ધૂમકેતુ-ઉલ્કા અભ્યાસ તેમજ અન્ય અવકાશીય ઘટનાઓના નિરીક્ષણ માટે થાય છે. ધૂમકેતુ હવે ધીમે-ધીમે રાત્રીના વધુ અંધારિયા ભાગમાં આવશે, તેથી આવનારા દિવસોમાં વધુ સારા નિરીક્ષણો થશે. આ સફળતા ભારતીય અવકાશ વિજ્ઞાનની ક્ષમતાનું વધુ એક ઉજ્જવળ ઉદાહરણ છે.