અમદાવાદ: ડિવોર્સી યુવતીને પ્રેમજાળમાં ફસાવી મોટો ખેલ ખેલ્યો, ઉદયપુરથી વેજલપુર પોલીસમાં કેસ ટ્રાન્સફર થયો-Shocking incident of cheating a divorced woman on the pretext of marriage in Ahmedabad | અમદાવાદ


Last Updated:

અમદાવાદમાં એક ડિવોર્સી યુવતીને લગ્નની લાલચ આપી તેની સાથે છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. યુવતી ઉદયપુરની હોવાથી તેણે ત્યાં ફરિયાદ નોંધાવી હતી. જેથી ઉદયપુર પોલીસે વેજલપુર પોલીસને કેસ ટ્રાન્સફર કર્યો છે.

અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો (Image: AI Generated)
અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો (Image: AI Generated)

અમદાવાદ: શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઉદયપુરની એક ડિવોર્સી યુવતીના પિતા સાણંદમાં નોકરી કરતા હોવાથી તે અમદાવાદ આવીને રહી હતી. યુવતી એસજી હાઇવે પર કાર શોરૂમમાં નોકરી કરતી હતી. ત્યારે એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. યુવક આ યુવતીને તેની સાથે રાખતો અને લગ્નની લાલચ આપીને સંબંધ બાંધ્યા હતા. બાદમાં યુવકે લગ્નની મનાઈ કરતા યુવતીએ ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે બાદ યુવકે તેની સાથે ફુલહાર કર્યા હતા અને બાદમાં તરછોડી દીધી હતી. આ મામલે યુવતીએ ઉદયપુર પોલીસને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી ઝીરો નંબરથી વેજલપુર પોલીસને ટ્રાન્સફર કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બનાવને લઈને જો વિગતવાર વાત કરીએ તો ઉદયપુરની 35 વર્ષીય યુવતીને પતિ સાથે મનમેળ ન રહેતા તેણે છૂટાછેડા લીધા હતા. યુવતી તેના પુત્ર સાથે ઉદયપુરમાં રહેતી હતી. તેના પિતાને સાણંદમાં નોકરી લાગતા તે પણ વર્ષ 2020માં પિતા સાથે સાણંદ રહેતી હતી. યુવતીએ એસજી હાઇવે પર એક કાર શોરૂમમાં નોકરી શરૂ કરી હતી.

આ દરમિયાનમાં તેને ફ્રેગનન્સ મુસાર નામના યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. બંને હરિદ્વાર ફરવા ગયા ત્યારે ફ્રેગનન્સે યુવતીને લગ્નની લાલચ આપીને સંબંધ બાંધ્યા હતા. જ્યારે યુવતીના પિતાને કોરોના થયો ત્યારે તે તેના પ્રેમીના ઘરે આવીને રહેતી હતી. જે બાદ ફ્રેગનન્સે તેની માતા સાથે યુવતીની મુલાકાત કરાવીને લગ્નની વાત કરી હતી. લગ્ન નક્કી કર્યા બાદ ફ્રેગનન્સે તેના કાકા માનતા ન હોવાનું કહીને લગ્નની મનાઈ કરી હતી. જે બાદ બંને બાલી ફરવા ગયા હતા અને પરત આવ્યા ત્યારે ફ્રેગનન્સે તેના બીજે લગ્ન નક્કી થયાનું કહીને લગ્નની મનાઈ કરી હતી. જેથી યુવતીને મનમાં લાગી આવતા તેણે સાણંદ ખાતે ગળેફાંસો ખાઈને આપઘાતની કોશિષ કરતા 19 દિવસ સારવાર ચાલી હતી.

યુવતીના માતા પિતાએ આ બાબતે જાણ કરતા ફ્રેગનન્સે લગ્નનો વાયદો કરીને ફુલહાર કર્યા હતા. બાદમાં બંને પતિ પત્ની તરીકે રહેતા હતા અને અચાનક લગ્નની મનાઈ કરી હતી. જેથી આ મામલે યુવતીએ ઉદયપુર પોલીસને ફ્રેગનન્સ મુસાર વિરુદ્ધ ફરિયાદ આપી છે. ઉદયપુર પોલીસે આ ફરિયાદ વેજલપુર પોલીસને ટ્રાન્સફર કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *