ભાવનગર મદ્રેસામાં ગેરકાયદેસર બાંધકામ દૂર, 1500 ચો.મી. જગ્યા ખુલ્લી | ભાવનગર


Last Updated:

ઘોઘા રોડથી અધેવાડા સુધી 24 મીટર ટીપી રોડ પરથી દબાણો હટાવાઈ રહ્યા છે. તેથી મહાનગર પાલિકાના વિશાળ દબાણ હટાવ અભિયાન અંતર્ગત દારુલ ઉલુમ મદ્રેસા વિસ્તારમાંથી 1500 ચો.મી દબાણ દૂર કરવામાં આવ્યું.

News18
News18

ભાવનગર: શહેરના અકવાડા મદરેસામાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવી રહ્યા છે. આજે વહેલી સવારથી જ શહેરની અકવાડા મદરેસા ટીપી રોડ નીકળતો હોવાથી અહીં થયેલા ગેરકાયદેસર બાંધકામો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, ઘોઘા રોડથી અધેવાડા સુધી 24 મીટર ટીપી રોડ પરથી દબાણો હટાવાઈ રહ્યા છે. તેથી મહાનગર પાલિકાના વિશાળ દબાણ હટાવ અભિયાન અંતર્ગત દારુલ ઉલુમ મદરેસા વિસ્તારમાંથી 1500 ચો.મી દબાણ દૂર કરવામાં આવ્યું.

ભાવનગરમાં ભારે પોલીસ બંદોબસ્ત

આજે વહેલી સવારે ચાર JCB, બે હિટાચી સહિત વાહનો સાથે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. અકવાડા વિસ્તારમાંથી 6 ફ્લેટ અને 1 હોસ્ટેલના રૂમ પર પાલિકાએ બુલડોઝર ફેરવ્યું છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ભારે પોલીસ બંદોબસ્ત સાથે LCB, SOG સહિત વિભાગોની ટીમો તૈનાત રાખવામાં આવી હતી.

મદરેસામાં 1500 ચો.મી.ની જગ્યા ખુલ્લી કરાઈ

મદરેસાના કમ્પાઉન્ડ હોલ, રસોડાનું બાંધકામ દૂર કરવામાં આવ્યું છે, દબાણ હટાવી 1500 ચો.મી.ની જગ્યા ખુલ્લી કરાઈ છે અને 150 જેટલા પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન કરવામાં આવ્યું છે. પોલીસ બંદોબસ્ત તેમજ 4 જેસીબી અને 3 હીટાચી વડે મદરેસાનું બાંધકામ દૂર કરવામાં આવ્યું છે. દબાણ હટાવી 1500 ચોરસ મીટરની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. મનપાના દબાણ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. તો મદરેસા અને ફ્લેટની અંદર રહેતા લોકો માલસામાન સાથે બહાર નીકળ્યા હતા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મનપાના અધિકારીઓ, કર્મચારીઓ અને વિવિધ વિભાગોની ટીમોએ સ્થળ પર પહોંચીને કામગીરી હાથ ધરી છે.

આ અંગે પોલીસ અધિકારીએ જણાવતા કહ્યું કે, શહેરમાં રોડ અંગેનું કામકાજ થઈ રહ્યું છે. આ કામમાં મદરેસાનો એક બ્લોકમાં લિગલ પ્રોસેસ કરીને ડિમોલિશનનું કામ થઈ રહ્યું છે. મહાનગર પાલિકાની ટીમની સાથે અમે 150 પોલીસ અધિકારીઓનો બંદોબસ્ત રાખ્યો છે. આ સાથે શહેરના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ થઈ રહ્યું છે. જેના કારણે શહેરમાં શાંતિ બની રહે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *