ગુજરાત ચિંતન શિબિર 2024: CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિકાસ | ગાંધીનગર


મળતી માહિતી પ્રમાણે, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે સાંજે 7.30ની આસપાસ વલસાડ રેલવે સ્ટેશન પહોંચી શકે છે. ત્યાંથી રોડ માર્ગે ધરમપુર ચિંતન શિબિર સ્થળ તરફ રવાના થશે. નોંધનીય છે કે, આ ચિંતન શિબિર ગુજુરાતના ભવિષ્યના રોડમેપને મજબૂત બનાવવા માટેનું સૌથી મહત્વનું વાર્ષિક પ્લેટફોર્મ ગણાય છે. 250થી વધુ મહાનુભાવો ચિંતન શિબિરમાં મનોમંથન; વિકસિત ગુજરાત માટે રોડમેપ તૈયાર થશે.

આ વર્ષે યોજાતી 12મી ચિંતન શિબિરમાં મંત્રીમંડળના સભ્યો સાથે 250થી વધુ આઈએએસ, આઈપીએસ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પાંચ મુખ્ય વિષયો નક્કી કરવામાં આવ્યા છે, જેના આધારે પાંચ અલગ–અલગ ગ્રુપ બનાવી ત્રણ દિવસ દરમ્યાન ઊંડું મનોમંથન થશે.

આ પાંચ મુખ્ય વિષયો નીચે મુજબ છે.

– વિકસિત ગુજરાત માટે ક્ષમતા નિર્માણ અને વ્યક્તિગત કામગીરી મૂલ્યાંકન

– સંવર્ગોની પુનર્રચના

– બદલી–બઢતીની નીતિઓ

– ભવિષ્યના એડમિનિસ્ટ્રેટિવ સ્ટ્રક્ચરનું મોડેલપોષણ અને જાહેર આરોગ્ય

– મહિલા–બાળકોના પોષણમાં નવા ઉપાય

– જાહેર આરોગ્યની નવી નીતિઓ

– પ્રિવેન્ટિવ કેરમાં ટેકનોલોજીનો ઉપયોગહરિત ઊર્જા અને પર્યાવરણ

– સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ

– ગ્રીન એનર્જીનો સરકારી ઉપયોગ

– પ્રદૂષણ નિયંત્રણની નવી વ્યૂહરચનાજાહેર સલામતી

– પોલીસ આધુનિકીકરણ

– ઈમર્જન્સી રિસ્પોન્સ સિસ્ટમ

– સિટી–સેફ્ટી મોડ્યુંલ્સસેવાક્ષેત્રની વૃદ્ધિ અને વૈવિધ્યકરણ

– રોજગારી

– ટૂરિઝમ

– આઈટી / ફાઈનાન્સ / ઈન્સ્યોરન્સ ક્ષેત્રે નવા અવસરો

આ વિષયો પર નિષ્ણાતો દ્વારા પ્રસ્તુતિઓ પણ કરવામાં આવશે અને ગ્રુપ ચર્ચાના આધારે તમામ સૂચનોને સંકલિત કરીને ગુજરાતના વિકાસનો આગામી દશકાનો રોડમેપ તૈયાર થશે. ચિંતન શિબિરના અંતિમ દિવસે 2024–25ના શ્રેષ્ઠ કાર્ય માટે કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓને કર્મયોગી પુરસ્કાર એનાયત કરાશે.

શિબિરની શરૂઆતથી લઈને સમાપન સુધીનો આખો કાર્યક્રમ રાજ્ય માટે લાંબાગાળાના અસરકારક નિર્ણયોની પાયો ગણાશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *