Muthoot Financeના શેરે 1 વર્ષમાં આપ્યું ધાંસૂ રિટર્ન, હવે સ્ટોક ઉપર જશે કે નીચે આવશે? જાણી લો – muthoot finance share price may fall further after double money in one year | વેપાર
ગોલ્ડ લોન આપવા મામલે મુથૂટ ફાઇનાન્સ દેશની સૌથી મોટી NBFC છે. દેશભરમાં તેની 7,524થી વધારે બ્રાન્ચ છે. ગોલ્ડ લોન ઉપરાંત તે અનેક પ્રકારની લોન, ઇન્શ્યોરન્સ, મની ટ્રાન્સફર સર્વિસ અને ગોલ્ડ કોઇન સેલ્સ જેવી સર્વિસ પણ આપે છે. ચાલુ નાણાકીય વર્ષ 2026ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનું કન્સોલિડેટેડ લોન AUM વાર્ષિક ધોરણે 42%ની ઝડપે વધીને 1,47,673 કરોડ રૂપિયા પર પહોંચી ગયું, જેને ગોલ્ડ લોનના 45% ગ્રોથથી સપોર્ટ મળ્યો. 1,24,918 કરોડ રૂપિયાની વેલ્યૂની સાથે ગોલ્ડ લોનની હવે તેના AUMમાં 84% હિસ્સેદારી છે.
