More than 150 IndiGo flights cancelled across the country | સ્ટાફની અછતને કારણે ઇન્ડિગોની 550 ફ્લાઇટ્સ રદ: એરલાઇન્સે કહ્યું- બધું સામાન્ય થતા ત્રણ મહિના લાગશે; DGCAએ ચાર સુધારાઓનો આદેશ આપ્યો


નવી દિલ્હી/બેંગલુરુ/મુંબઈ/હૈદરાબાદ1 દિવસ પેહલા

  • કૉપી લિંક

એવિએશન સેક્ટરમાં નવા સલામતી નિયમોને કારણે દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો સતત ત્રીજા દિવસે ક્રૂની અછતનો સામનો કરી રહી છે. આનાથી ઇન્ડિગોના સંચાલન પર ગંભીર અસર પડી છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ગુરુવારે એકલા મુંબઈ, દિલ્હી અને બેંગલુરુ એરપોર્ટ પર 550થી વધુ ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.

પુણે એરપોર્ટ પર એક મુસાફરે આઠ કલાકથી વધુ સમય રાહ જોયાની જાણ કરી. એરપોર્ટના બંને માળ મુસાફરોથી ભરેલા હતા. ત્રણ મુસાફર બેભાન પણ થઈ ગયા. ફ્લાઇટ રદ કરવા અંગે એરલાઇન તરફથી કોઈ મેસેજ નથી.

આજે દિલ્હી એરપોર્ટ પર ઇન્ડિગોની કુલ 95 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જેમાં 48 પ્રસ્થાન અને 47 આવનારી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. મુંબઈમાં 86 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જ્યારે બેંગલુરુમાં 73 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.

હૈદરાબાદમાં લગભગ 33 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. જયપુર એરપોર્ટ પર ચાર ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. ઇન્દોરમાં ત્રણ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ 1 નવેમ્બરથી પાઇલટ્સ અને અન્ય ક્રૂ-સભ્યોનાં કામ સંબંધિત તમામ એરલાઇન્સ માટે સલામતી નિયમોમાં સુધારો કર્યો છે. આનાથી ઇન્ડિગો એરલાઇન્સ સૌથી વધુ પ્રભાવિત થઈ છે.

ઇન્ડિગોને સુધારા માટે 4 આદેશ 1. ક્રૂ ભરતી અને તાલીમ માટે સંપૂર્ણ રોડમેપ સબમિટ કરો. આગામી મહિનાઓમાં કેટલા પાઇલટ્સ અને ક્રૂની ભરતી કરવામાં આવશે. નવા વિમાનો સામેલ કરવાના હિસાબથી મેનપાવર પ્લાન

2. રોસ્ટર રીસ્ટ્રક્ચરિંગ અને સલામતી મૂલ્યાંકન માટે આયોજન. નવા FDTL નિયમોનું પાલન કેવી રીતે કરવું. પાઇલટ્સનો થાક ઘટાડવાના પગલાં

3. અરાજકતા સુધારવા માટેની વર્તમાન યોજના. ફ્લાઇટ રદ થવાનું પ્રમાણ ધીમે ધીમે કેવી રીતે ઘટાડવું. વિલંબ કેવી રીતે ઘટાડવો

4. દર 15 દિવસે પ્રોગ્રેસિવ રિપોર્ટ. ક્રૂ ઉપલબ્ધતા, કામગીરીમાં સુધારા અને ફ્લાઇટ સમયસરતા

દિલ્હી એરપોર્ટ પર સેંકડો મુસાફરોએ બુધવાર-ગુરુવારની રાત ફ્લાઇટની રાહ જોવામાં વિતાવી.

દિલ્હી એરપોર્ટ પર સેંકડો મુસાફરોએ બુધવાર-ગુરુવારની રાત ફ્લાઇટની રાહ જોવામાં વિતાવી.

દિલ્હી એરપોર્ટ પર ગુરુવારે સવારે 6:33 વાગ્યે ઇન્ડિગોની ઘણી ફ્લાઇટ્સ 6થી 7 કલાક મોડી પડી.

દિલ્હી એરપોર્ટ પર ગુરુવારે સવારે 6:33 વાગ્યે ઇન્ડિગોની ઘણી ફ્લાઇટ્સ 6થી 7 કલાક મોડી પડી.

ઇન્ડિગોએ કહ્યું, 5 ડિસેમ્બર સુધીમાં સ્થિતિ સામાન્ય થશે

એરલાઇને બુધવારે પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે નાની-મોટી ટેક્નિકલ ખામી, શિયાળાને કારણે શિડ્યૂલમાં ફેરફાર, ખરાબ હવામાન, એવિએશન સિસ્ટમમાં ધીમું નેટવર્ક અને ક્રૂ- મેમ્બર્સની શિફ્ટ ચાર્ટ સાથે જોડાયેલા નવા નિયમો (ફ્લાઇટ ડ્યૂટી ટાઇમ લિમિટેશન)ના પાલનના કારણે અમારા ઓપરેશન પર ખરાબ અસર પડી છે. એનો પહેલાંથી અંદાજ લગાવવો શક્ય નહોતો. કંપનીએ કહ્યું હતું કે આગામી 48 કલાકમાં સંચાલન સ્થિર થઈ જશે.

DGCAએ ઇન્ડિગો પાસેથી જવાબ માગ્યો

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ ઇન્ડિગો પાસેથી હાલની સમસ્યાઓનાં કારણો અને એનો સામનો કરવા માટેની યોજનાની વિગતો માગી છે. DGCAએ કહ્યું હતું કે તે મામલાની તપાસ કરી રહ્યું છે. ફ્લાઇટ્સ રદ થવા અને વિલંબ ઘટાડવાના ઉપાયો પર મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.

DGCA અનુસાર, ક્રૂની અછત એનું મુખ્ય કારણ છે. ઇન્ડિગોમાં આ સમસ્યા છેલ્લા મહિનાથી ચાલી રહી છે. નવેમ્બરમાં એની 1232 ફ્લાઇટ્સ રદ થઈ. મંગળવારે 1400 ફ્લાઇટ્સ મોડી પડી.

હૈદરાબાદ એરપોર્ટ પર બુધવારે યાત્રીઓને ચેક-ઇન સિસ્ટમમાં ખામી હોવાનું કારણ આપવામાં આવ્યું હતું.

હૈદરાબાદ એરપોર્ટ પર બુધવારે યાત્રીઓને ચેક-ઇન સિસ્ટમમાં ખામી હોવાનું કારણ આપવામાં આવ્યું હતું.

બેંગલુરુ એરપોર્ટ પર બુધવારે નિરાશ મુસાફરો એરલાઇનના કર્મચારીઓ સાથે દલીલો કરતા જોવા મળ્યા.

બેંગલુરુ એરપોર્ટ પર બુધવારે નિરાશ મુસાફરો એરલાઇનના કર્મચારીઓ સાથે દલીલો કરતા જોવા મળ્યા.

DGCAના નવા નિયમોને કારણે ઇન્ડિગોમાં મુશ્કેલી

DGCAએ 1 નવેમ્બરથી પાઇલટ્સ અને અન્ય ક્રૂ-મેમ્બર્સનાં કામ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા છે. એને ફ્લાઇટ ડ્યૂટી ટાઇમ લિમિટેશન (FDTL) નામ આપવામાં આવ્યું છે. આને બે તબક્કામાં લાગુ કરવામાં આવ્યા. પ્રથમ તબક્કો 1 જુલાઈના રોજ લાગુ થયો.

જ્યારે 1 નવેમ્બરથી બીજો તબક્કો લાગુ થયો, જેના પછી એરલાઇન કંપનીઓ, ખાસ કરીને ઇન્ડિગોની ફ્લાઇટ્સ પર અસર દેખાવા લાગી. DGCAએ જણાવ્યું હતું કે નવેમ્બરમાં ઇન્ડિગોની કુલ 1,232 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જેમાં ક્રૂ અને FDTL નિયમોને કારણે 755 ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે.​​​​​​

એરલાઇન્સને નિયમોથી મુશ્કેલી કેમ…4 કારણ

  • FDTLના નિયમો માર્ચ 2024થી લાગુ થવાના હતા, પરંતુ એરલાઇન્સે કહ્યું હતું કે આટલો મોટો ફેરફાર એકસાથે શક્ય નથી. હજારો નવા ક્રૂની જરૂર પડશે. રોસ્ટરિંગ સોફ્ટવેર અપડેટ કરવામાં સમય લાગશે.
  • એરલાઇન પાઇલટ્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (ALPA)એ બુધવારે જણાવ્યું હતું કે ક્રૂની સમસ્યાઓને કારણે ઇન્ડિગોમાં ઓપરેશનલ અવરોધો એરલાઇન્સના પ્રોએક્ટિવ રિસોર્સ પ્લાનિંગની નિષ્ફળતા તરફ ઇશારો કરે છે.
  • ALPAએ એવો પણ દાવો કર્યો હતો કે ફ્લાઇટ્સ રદ થવાની ઘટનાઓ DGCA પર દબાણ લાવવાનો પ્રયાસ પણ હોઈ શકે છે.
  • પાઇલટોના ગ્રુપે DGCAને એવી પણ અપીલ કરી હતી કે તેઓ એરલાઇન પાસે ઉપલબ્ધ પાઇલટોની સંખ્યા પર વિચાર કરે, જેથી રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમ (FRMS)ના નવા કોન્સેપ્ટને અપનાવી શકાય.

દેશની 60% ડોમેસ્ટિક ફ્લાઇટ્સ ઇન્ડિગો પાસે

  • આખરે ઇન્ડિગોથી તણાવ કેમ: ઇન્ડિગો પાસે સૌથી વધુ 434 વિમાન છે. એક દિવસમાં 2300થી વધુ ફ્લાઇટ્સ છે. દેશની 60%થી વધુ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ તેની પાસે છે.
  • હાલ કેટલો સ્ટાફ છે: હાલ તેની પાસે 5456 પાઇલટ અને 10212 કેબિન ક્રૂ-મેમ્બર છે. 41 હજારથી વધુ કાયમી કર્મચારીઓ છે.
  • તો ક્રૂની અછત કેમ છે: ઇન્ડિગોનું કહેવું છે કે નવા ફ્લાઇટ ટાઇમ લિમિટેશન નિયમોને કારણે પાઇલટ અને ક્રૂની અછત સર્જાઈ છે. નવા નિયમોમાં પાઇલટોના ઉડાન ભરવાના નિયમો ઘટાડીને દરરોજ 8 કલાક કરી દીધા છે. નાઇટ લેન્ડિંગ 6થી ઘટાડીને 2 કરી દીધી છે. ક્રૂ માટે 24 કલાકમાં 10 કલાક આરામનો સમય રાખ્યો છે.કંપની સૂત્રોનું કહેવું છે કે ઇન્ડિગોનું શિડ્યૂલિંગ સિસ્ટમ આ બદલાવ પછી હજુ સંપૂર્ણપણે સ્થિર થયું નથી, જેના કારણે ઘણા મહત્ત્વપૂર્ણ રૂટ્સ પર અચાનક ક્રૂની ભારે અછત સર્જાઈ છે.

યાત્રીઓ માટે જરૂરી માહિતી અને સલાહ

1. મુસાફરી કરવાની હોય તો એરપોર્ટ પર વહેલા પહોંચો. મેન્યુઅલ ચેક-ઇનમાં 25–40 મિનિટનો વધારાનો સમય લાગી રહ્યો છે. બેગેજ ડ્રોપ અને સિક્યોરિટી ચેકમાં પણ વિલંબ.

2. એરલાઇન પાસેથી ફ્લાઇટ સ્ટેટસ અવશ્ય તપાસો. એપ / વેબસાઇટ પર લાઇવ સ્ટેટસ. ઘણી એરલાઇન્સ SMS/ઇ-મેલ મોકલી શકતી નથી, તેથી જાતે તપાસો.

3. ફ્લાઇટ કેન્સલ થવા પર શું વિકલ્પો? સંપૂર્ણ રિફંડ મળશે. આગામી ઉપલબ્ધ ફ્લાઇટનું રી-બુકિંગ. કેટલીક એરલાઇન્સ ‘વાઉચર’નો વિકલ્પ પણ આપે છે.

4. કનેક્ટિંગ ફ્લાઇટવાળા મુસાફરો. ઓવરલેપ અથવા મિસ્ડ કનેક્શનની શક્યતા વધી. એરલાઇન કસ્ટમર સપોર્ટ પાસેથી ‘રી-રૂટિંગ’નો વિકલ્પ પૂછો.

———————————-

આ સમાચાર પણ વાંચો…

એર ઇન્ડિયાએ એક્સપાયર થયેલા ફિટનેસ સર્ટિફિકેટવાળું પ્લેન ઉડાડ્યું: વિમાને 8 રૂટ્સ પર ઉડાન ભરી

એર ઇન્ડિયાએ તેના A-320 નિયો પ્લેનને ફિટનેસ સર્ટિફિકેટ એક્સપાયર થયા પછી પણ 8 રૂટ્સ પર ઉડાવ્યું. 26 નવેમ્બરે એરલાઇને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)ને એની જાણકારી આપી. મામલો સામે આવ્યા બાદ DGCAએ પ્લેનની ઉડાન ભરવા પર રોક લગાવી દીધી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *