બ્લૂ સ્ટારના શેર અચાનક ધડામ, શું અત્યારે ખરીદવા જોઈએ કે વેચીને નીકળી જવું જોઈએ? – blue star share price slip over 1 percent what should investors do check target price | વેપાર
Last Updated:
Blue Star Share Price: શેરબજારમાં ઉથલ-પાથલ વચ્ચે બ્લૂ સ્ટારના શેરમાં ભારે વેચવાલી જોવા મળી, જેના કારણે શેર 1 ટકાથી વધારે તૂટ્યો છે. નીચલા સ્તરે ખરીદી હોવા છતાં શેર પોતાને સંભાળી ન શક્યો અને હજુ પણ લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યો છે.
Blue Star Share Price: શેરબજારમાં ઉથલ-પાથલ વચ્ચે બ્લૂ સ્ટારના શેરમાં ભારે વેચવાલી જોવા મળી, જેના કારણે શેર 1 ટકાથી વધારે તૂટ્યો છે. નીચલા સ્તરે ખરીદી હોવા છતાં શેર પોતાને સંભાળી ન શક્યો અને હજુ પણ લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યો છે. જોકે, બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસ્વાલ આ શેરને લઈને બુલિશ છે અને તેની કવરેજ શરૂ કરી છે, પરંતુ બ્રોકરેજે અત્યારે તો ન્યૂટ્રલ રેટિંગ જ આપ્યું છે. આ જ કારણે રોકાણકારોએ વધારે ઉત્સાહ દાખવ્યો નથી. હાલ BSE પર આ શેર 1.14%ના ઘટાડા સાથે ₹1764.45 પર છે. ઇન્ટ્રા-ડેમાં તે 1.39% ઘટીને ₹1760.00 સુધી પહોંચી ગયો હતો. ઓવરઓલ વાત કરીએ તો તેને કવર કરતા 24 એનાલિસ્ટ્સમાંથી 10 એનાલિસ્ટ્સે તેને ખરીદવાની, 9 એનાલિસ્ટ્સે હોલ્ડ કરવાની અને 5 એનાલિસ્ટ્સે વેચવા (સેલ)ની રેટિંગ આપી છે.
ઘરેલુ બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસ્વાલે જણાવ્યું છે કે, ભારતના એર કન્ડિશનર (AC) સેગમેન્ટમાં બ્લૂ સ્ટારનો માર્કેટ શેર સતત વધી રહ્યો છે અને નાણાકીય વર્ષ 2014માં તે 7%થી ઉછળીને નાણાકીય વર્ષ 2025માં 14% પર પહોંચી ગયો છે. હવે કંપનીનું લક્ષ્ય નાણાકીય વર્ષ 2027 સુધીમાં તેને 15% સુધી લઈ જવાનું છે. કોમર્શિયલ રેફ્રિજરેશન બિઝનેસમાં તે લીડર છે અને ડીપ ફ્રીઝર્સ તથા મોડ્યુલર કોલ્ડ રૂમમાં તેનો 31% માર્કેટ પર કબજો છે. બ્રોકરેજ ફર્મનું અનુમાન છે કે, કંપનીની યુનિટરી કૂલિંગ પ્રોડક્ટ્સ રેવેન્યુ આ વર્ષે ઓછી ગરમી પડતા 3% ઘટી શકે છે, પરંતુ માંગમાં ફુલ રિકવરીને કારણે રેવેન્યુ નાણાકીય વર્ષ 2027માં 19% અને નાણાકીય વર્ષ 2028માં 18%ના દરે વધી શકે છે. સાથે જ ઓપરેટિંગ માર્જિન પણ હાઈ-સિંગલ ડિજિટમાં રહેવાનો અને ધીમે-ધીમે સુધરવાનો અંદાજ છે.
આ ઉપરાંત મોતીલાલ ઓસવાલનું કહેવું છે કે, બ્લૂ સ્ટાર હવે હાઈ-વેલ્યુ સેગમેન્ટ્સની તરફ વધારે ધ્યાન આપી રહી છે. કંપની ડેટા સેન્ટર્સ, ફેક્ટરીઓ અને કેટલાક ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ પર નજર રાખી રહી છે, જેનાથી વધુ પ્રોફિટ અને કેશ ફ્લો જનરેશનની આશા છે. બ્રોકરેજ ફર્મનું અનુમાન છે કે, હેલ્ધી ઓર્ડર બુકની સાથે-સાથે નાણાકીય વર્ષ 2027માં 8.6% અને નાણાકીય વર્ષ 2028માં 8.9%ના સેગમેન્ટ માર્જિનની સાથે બ્લૂ સ્ટારની રેવેન્યુ નાણાકીય વર્ષ 2026-2028ની વચ્ચે વાર્ષિક 15% CAGRથી વધી શકે છે.
પ્રોફેશનલ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ડસ્ટ્રિયલ સિસ્ટમ્સ (PEIS) પણ બ્લૂ સ્ટાર માટે મહત્વનું સેગમેન્ટ છે. જેનો નાણાકીય વર્ષ 2021-2025 દરમિયાન ઓવરઓલ રેવેન્યુમાં 4% અને ઓવરઓલ EBITમાં 8% હિસ્સો રહ્યો છે. જોકે, આ દરમિયાન કંપનીનું EBIT માર્જિન નાણાકીય વર્ષ 2021માં 15%થી ઘટીને નાણાકીય વર્ષ 2025માં 9% પર આવી ગયું છે. મોતીલાલ ઓસ્વાલનું અનુમાન છે કે PEIS સેગમેન્ટની રિકવરીને પ્રાઈવેટ કેપેક્સમાં સુધારાની સાથે-સાથે હેલ્થકેર અને ડેટા સિક્યોરિટીમાં માંગથી સ્પીડ પકડશે. બ્રોકરેજ ફર્મે નાણાકીય વર્ષ 2026-28 દરમિયાન રેવેન્યુના 10%ની રફ્તાર અને માર્જિનના 11%થી 13% સુધી પહોંચવાનું અનુમાન છે.

હાલ બ્લૂ સ્ટારનો શેર નાણાકીય વર્ષ 2027ની અપેક્ષિત EPSના 48 ગણા અને નાણાકીય વર્ષ 2028ની અપેક્ષિત EPSના 38 ગણા પર ટ્રેડ થઈ રહ્યો છે, જ્યારે છેલ્લા 10 વર્ષનું સરેરાશ P/E 46x રહ્યું છે. મોતીલાલ ઓસ્વાલને લાગે છે કે આ શેર હાલ સારી કિંમતે મળી રહ્યો છે. બ્રોકરેજે ન્યૂટ્રલ રેટિંગ સાથે કવરેજ શરૂ કરી છે અને ટાર્ગેટ પ્રાઇસ ₹1,950 નક્કી કરી છે. બુલ કેસમાં આ શેર ₹2,240 સુધી જઈ શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી શેરબજારની જાણકારી ફક્ત સામાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
New Delhi,Delhi
November 25, 2025 1:06 PM IST
