ગોપાલ ઈટાલિયા પર હુમલો: બૂટ, પથ્થર, બોટલ કે પછી ચપ્પલ? આપ નેતાઓના અલગ અલગ નિવેદનો; ષડયંત્ર પાછળ કોનો હાથ?- aap leader gopal italia attackers linked in congress party isudan gadhvi kejriwal slam on bjp | જામનગર
હાલ આ મામલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલનું પણ નિવેદન સામે આવ્યું છે, તેઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી લખ્યું છે કે, “જામનગરમાં કોંગ્રેસના એક કાર્યકર દ્વારા અમારા લોકપ્રિય નેતા અને ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો સ્પષ્ટપણે દર્શાવે છે કે, ભાજપ અને કોંગ્રેસ હવે ગુજરાતમાં AAP સામે એક થઈને લડી રહ્યા છે, પરંતુ બંને પક્ષો સાંભળી લે, AAP નેતાઓ ન તો ડરે છે કે, ન તો નમે છે. ગુજરાતના લોકોએ હવે AAP તરફ આગળ વધીને પરિવર્તનનું મન બનાવી લીધું છે, અને આ જ બંને પાર્ટીઓમાં ભયનું કારણ છે.”
