કંપનીએ કરી 2 મોટી જાહેરાત! હવે સોમવારે માર્કેટ ખુલતા જ રોકાણકારોની શેર પર રહેશે બાજ નજર – hazoor multi projects bags toll contracts worth rupees 277 crore from nhai | વેપાર
Last Updated:
Stock Market News: રેઝિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટ બનાવતી કંપની હઝૂર મલ્ટી પ્રોજેક્ટ્સ લિમિટેડ (Hazoor Multi Projects Ltd)નો શેર આવતીકાલે એટલે કે સોમવારે રોકાણકારોના રડાર પર રહેશે. તેનું કારણ કંપની દ્વારા શનિવારે કરવામાં આવેલી 2 મોટી જાહેરાતો છે.
Stock Market News: રેઝિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટ બનાવતી કંપની હઝૂર મલ્ટી પ્રોજેક્ટ્સ લિમિટેડ (Hazoor Multi Projects Ltd)નો શેર આવતીકાલે એટલે કે સોમવારે રોકાણકારોના રડાર પર રહેશે. આ કંપનીનું માર્કેટ કેપ હાલ ₹879.60 કરોડ છે. BSE એનાલિટિક્સ પ્રમાણે આ શેરે છેલ્લા 5 વર્ષમાં રોકાણકારોને 15,870.83% જેટલું જબરદસ્ત રિટર્ન આપ્યું છે.
સોમવારે આ કંપનીના શેર પર રોકાણકારોની બાજ નજર રહેશે. તેનું કારણ કંપની દ્વારા શનિવારે આપવામાં આવેલી 2 મોટી માહિતી છે. કંપનીએ શનિવારે (6 ડિસેમ્બર) સ્ટોક એક્સચેન્જને બે મોટા ઓર્ડરની માહિતી આપી છે. NHAI તરફથી કંપનીને બે મોટા ટોલ કોન્ટ્રાક્ટ મળ્યા છે.
પ્રથમ ફાઇલિંગમાં હઝૂર મલ્ટી પ્રોજેક્ટ્સ લિમિટેડ કંપનીએ જણાવ્યું છે કે, તેને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) તરફથી એક કોન્ટ્રાક્ટ મળ્યો છે. આ કોન્ટ્રાક્ટ હેઠળ કંપનીને મહારાષ્ટ્રના સાંગલી-સોલાપુર હાઇવે (NH-166) પર આવેલા અંકધાલ ટોલ પ્લાઝા (કિ.મી. 274.800) પર એક વર્ષ માટે ટોલ વસૂલવાનું કામ સોંપવામાં આવ્યું છે. ટોલ વસૂલવાની સાથે-સાથે કંપનીને ટોલ પ્લાઝાની આસપાસ બનેલા જાહેર શૌચાલયોની સફાઈ, જાળવણી તેમજ જરૂરી સામગ્રી પૂરી પાડવાની જવાબદારી પણ સોંપવામાં આવી છે. આ સંપૂર્ણ કોન્ટ્રાક્ટની કુલ કિંમત આશરે ₹41.97 કરોડ છે.
બીજી ફાઇલિંગમાં કંપનીએ જણાવ્યું છે કે, તેને તમિલનાડુમાં હોસુરથી કૃષ્ણગિરી સેક્શન (NH-44)ના કિ.મી 87.500 પર આવેલા કૃષ્ણગિરી ટોલ પ્લાઝા પર એક વર્ષ માટે ટોલ વસૂલવાનું કામ મળ્યું છે. કંપનીને માત્ર ટોલ વસૂલવાનું જ નહીં, પરંતુ ટોલ પ્લાઝા પાસે આવેલા જાહેર શૌચાલયોની સફાઈ, જાળવણી અને જરૂરી સામગ્રી પૂરી પાડવાની જવાબદારી પણ સોંપવામાં આવી છે. આ કોન્ટ્રાક્ટની કુલ કિંમત આશરે ₹235.42 કરોડ છે.
આ કંપનીના શેરની વાત કરીએ તો શુક્રવારે કંપનીનો શેર બીએસઈ પર 1.48% અથવા ₹0.56ના વધારા સાથે ₹38.33 પર બંધ થયો હતો. કંપનીએ પોતાની ફાઇલિંગમાં જણાવ્યું છે કે, સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનું સેલ્સ 33.30% ઘટીને ₹102.11 કરોડ રહ્યું છે, જ્યારે ગયા વર્ષના આ જ ક્વાર્ટરમાં તે ₹153.08 કરોડ હતું. કંપનીને આ વખતે ₹9.93 કરોડનું નુકસાન થયું છે, જ્યારે ગયા વર્ષે આ જ ત્રિમાસિકમાં કંપનીએ ₹11.02 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો.

Q2માં કંપનીનું ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન (OPM) 11.86%થી ઘટીને -3.86% પર આવી ગયું છે. PBDT ₹16.37 કરોડના નફામાંથી ઘટીને ₹9.65 કરોડના નુકસાનમાં ફેરવાઈ ગયું છે, જ્યારે PBT પણ ₹14.77 કરોડના પ્રોફિટમાંથી ₹11.05 કરોડના નુકસાનમાં ફેરવાઈ ગયું છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી શેરબજારની જાણકારી ફક્ત સામાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Mumbai,Maharashtra
December 07, 2025 2:24 PM IST
