India Win Series 2-1 South Africa 3rd ODI Jaiswal Century Rohit Kohli Fifty Records | IND Vs SA સિરીઝમાં રેકોર્ડ્સની વણઝાર સર્જાઈ: વિરાટ કોહલીએ વધુ એક પરાક્રમ કરીને તેંડુલકરને પાછળ છોડ્યા, રોહિતે અનેક દિગ્ગજોનો રેકોર્ડ તોડ્યો


સ્પોર્ટ્સ ડેસ્ક12 કલાક પેહલા

  • કૉપી લિંક

ભારતે ત્રીજી વન-ડેમાં સાઉથ આફ્રિકાને 9 વિકેટે હરાવીને સિરીઝ 2-1થી જીતી લીધી. વિશાખાપટ્ટનમમાં પ્રથમ બેટિંગ કરતા સાઉથ આફ્રિકાએ 270 રન બનાવ્યા, જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ માત્ર એક વિકેટ ગુમાવીને 40મી ઓવરમાં ટાર્ગેટ ચેઝ કરી લીધો. યશસ્વી જયસ્વાલે શાનદાર સદી ફટકારી, જ્યારે વિરાટ કોહલી અને રોહિત શર્માએ ફિફ્ટી ફટકારી.

શનિવાર રોહિત શર્માના નામે રહ્યો. તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 20 હજાર રન પૂરા કર્યા અને સાથે જ ભારતમાં રમતા 5 હજાર વન-ડે રન પણ પૂરા કર્યા. બીજી તરફ, વિરાટ કોહલીએ આ સિરીઝમાં 12 છગ્ગા ફટકારીને એક નવો રેકોર્ડ પણ બનાવ્યો.

વાંચો IND Vs SA ત્રીજી વન-ડેના ટૉપ રેકોર્ડ્સ…

1. રોહિતના 20 હજાર ઈન્ટરનેશનલ રન

રોહિત શર્માએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 20 હજાર રન પૂરા કર્યા છે. તે આવું કરનાર ભારતનો ચોથો બેટર બન્યો છે. તેના પહેલા માત્ર સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને રાહુલ દ્રવિડ જ આ સિદ્ધિ હાંસલ કરી શક્યા હતા.

2. રોહિતના ઘરઆંગણે 5 હજાર વન-ડે રન પૂરા

રોહિત શર્માએ ભારતમાં રમતા પોતાના 5000 વનડે રન પૂરા કર્યા છે. આ માઈલસ્ટોન સાથે તે ઘરઆંગણે સૌથી વધુ રન બનાવનાર બેટર્સની યાદીમાં હવે ટોપ-5માં સામેલ થઈ ગયો છે.

3. રોહિતે સાઉથ આફ્રિકા સામે 64 સિક્સર ફટકારી

રોહિત શર્માએ સાઉથ આફ્રિકા સામે અત્યાર સુધીમાં 64 છગ્ગા ફટકાર્યા છે અને આ રીતે તેણે ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરની બરાબરી કરી લીધી છે. હવે આ મામલે બંનેના નામે સૌથી વધુ છગ્ગા નોંધાઈ ચૂક્યા છે.

4. રોહિત શર્માએ ગેલને પાછળ છોડ્યો

રોહિત શર્માએ ઓપનર તરીકે વનડેમાં સૌથી વધુ 50+ સ્કોર બનાવવાની બાબતમાં વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલને પાછળ છોડ્યો છે. રોહિતે માત્ર 190 ઇનિંગ્સમાં 79 વખત 50+ સ્કોર બનાવ્યો છે, જ્યારે ગેલે 274 ઇનિંગ્સમાં 78 વખત આ સિદ્ધિ હાંસલ કરી હતી. આ યાદીમાં સૌથી ઉપર ભારતના જ સચિન તેંડુલકર છે, જેમના નામે 120 વખત 50+ સ્કોર નોંધાયેલા છે.

5. કોહલીના નામે સૌથી વધુ પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ

વિરાટ કોહલી ક્રિકેટની ઇન્ટરનેશનલ સિરીઝમાં સૌથી વધુ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ ટ્રોફી જીતનાર ખેલાડી બની ગયો છે. તેમણે સચિન તેંડુલકરને પાછળ છોડ્યા. કોહલીના નામે 20 પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ ટ્રોફી થઈ ગઈ છે, જ્યારે સચિન તેંડુલકરના નામે 19 ટ્રોફી છે.

આ રેકોર્ડમાં ICCની ટુર્નામેન્ટ્સને સામેલ કરવામાં આવી નથી. પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટના ઓવરઓલ રેકોર્ડમાં વિરાટ કોહલી પહેલાથી જ સચિન તેંડુલકરને પાછળ છોડી ચૂક્યા છે. તેમના નામે 22 ટ્રોફી છે, જ્યારે સચિનના નામે 20 ટ્રોફી છે.

5. કોહલીની એક સિરીઝમાં સૌથી વધુ સિક્સ

વિરાટ કોહલીએ એક સિરીઝમાં સૌથી વધુ 12 સિક્સ ફટકારીને રેકોર્ડ બનાવ્યો. આ પહેલા 2023 વર્લ્ડ કપ અને શ્રીલંકા સામે તેણે 9-9 સિક્સ લગાવ્યા હતા. પરંતુ આ વખતે સાઉથ આફ્રિકા સામે રમાયેલી 3 મેચની સિરીઝમાં કોહલીએ 12 સિક્સ લગાવ્યા. આ ભારત તરફથી કોઈપણ સિરીઝમાં અત્યાર સુધીનો ત્રીજો સૌથી મોટો સિક્સ-સ્કોર છે. ફક્ત શુભમન ગિલ (14 વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ 2023) અને રોહિત શર્મા (13 વિરુદ્ધ શ્રીલંકા 2017) જ તેનાથી ઉપર છે.

6. યશસ્વી ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર છઠ્ઠો ભારતીય

યશસ્વી જયસ્વાલ ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ+વન-ડે+T20)માં શતક ફટકારનાર છઠ્ઠો ભારતીય બન્યો. આ એલિટ યાદીમાં સુરેશ રૈના, રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી અને શુભમન ગિલના નામ સામેલ છે.

7. બાવુમાના 2 હજાર વન-ડે રન, SAનો સૌથી મોટી ઉંમરનો બેટર

ટેમ્બા બાવુમાએ 53 ઇનિંગ્સમાં 2000 વન-ડે રન પૂરા કર્યા. રસપ્રદ વાત એ છે કે 35 વર્ષ 203 દિવસની ઉંમરે બાવુમા 2000 વન-ડે રન પૂરા કરનાર સાઉથ આફ્રિકાના સૌથી મોટી ઉંમરનો બેટર બની ગયો. તેની પહેલા આ રેકોર્ડ રાસી વાન ડર ડુસેન (34 વર્ષ 247 દિવસ)ના નામે હતો.

8. કોહલીથી આગળ નીકળ્યો ડી કોક

ક્વિન્ટન ડી કોકે વનડેમાં ફિફ્ટીને સદીમાં બદલવાના મામલે વિરાટ કોહલીને પણ પાછળ છોડી દીધો. 100 ઇનિંગ્સથી વધુ રમનારા બેટર્સમાં ડી કોકનો કન્વર્ઝન રેટ 41.81% છે, જે દુનિયામાં સૌથી વધુ છે. વિરાટ કોહલી 41.40% સાથે બીજા નંબર પર છે, જ્યારે હાશિમ અમલા (40.91%), ડેવિડ વોર્નર (40%) અને શાઈ હોપ (38.78%) તેમના પછી આવે છે.

9. ડી કોક સંગાકારાના ક્લબમાં જોડાયો

ક્વિન્ટન ડી કોકે વનડેમાં વિકેટકીપર તરીકે 23 સદી ફટકારી છે. તેણે આ મામલે શ્રીલંકાના કુમાર સંગાકારાની બરાબરી કરી લીધી છે. તેની પાછળ શાઈ હોપ (19), એડમ ગિલક્રિસ્ટ (16), જોસ બટલર (11) અને એબી ડી વિલિયર્સ અને એમએસ ધોની (10-10) જેવા મોટા નામ આવે છે.

10. ડી કોકે ભારત સામે સાતમી વન-ડે સદી ફટકારી

ક્વિન્ટન ડી કોકે ભારત સામે સાતમી સેન્ચુરી ફટકારી. તેણે માત્ર 23 ઇનિંગ્સમાં આટલા સદી ફટકારીને સનથ જયસૂર્યાની બરાબરી કરી લીધી છે, જેમણે ભારત સામે આટલી જ સદી લગાવવામાં 85 ઇનિંગ્સ લીધી હતી. ડિવિલિયર્સ, પોન્ટિંગ અને સંગાકારા જેવા મહાન બેટર પણ ડી કોકથી એક ડગલું પાછળ છે.

11. ડી કોકે સચિનની બરાબરી કરી

ક્વિન્ટન ડી કોક ભારતમાં 7 સદી ફટકારી ચૂક્યો છે. તેણે કોઈપણ વિદેશી ભૂમિ પર સૌથી વધુ સદી ફટકારવાના મામલે સચિન તેંડુલકર, સઈદ અનવર, એબી ડિવિલિયર્સ અને રોહિત શર્મા જેવા દિગ્ગજોના ક્લબમાં સ્થાન બનાવી લીધું છે.

12. ડી કોકના વિકેટકીપર તરીકે કોઈપણ દેશ સામે સૌથી વધુ સદીઓ

ડી કોકે વિકેટકીપર તરીકે કોઈપણ દેશ સામે સૌથી વધુ સદીઓ ફટકારી છે. ઓસ્ટ્રેલિયાના એડમ ગિલક્રિસ્ટ અને શ્રીલંકાના કુમાર સંગાકારા જેવા દિગ્ગજો પણ ડી કોકથી પાછળ છે. ગિલક્રિસ્ટે શ્રીલંકા સામે 6, જ્યારે સંગાકારાએ ભારત સામે 6 સદીઓ ફટકારી છે.

13. કુલદીપે 11મી વખત વન-ડેમાં 4 વિકેટ લીધી

કુલદીપ યાદવે 11મી વખત વન-ડેમાં 4 કે તેથી વધુ વિકેટ લીધી છે. તેનાથી આગળ માત્ર મોહમ્મદ શમી અને અજીત અગરકર છે. કુલદીપ હવે અનિલ કુંબલે અને જવાગલ શ્રીનાથ જેવા દિગ્ગજોને પાછળ છોડી ચૂક્યો છે.

આફ્રિકા સામે કુલદીપે અત્યાર સુધીમાં 16 મેચમાં 36 વિકેટ લીધી છે. સૌથી ખાસ વાત એ છે કે કુલદીપના નામે આફ્રિકા સામે પાંચ વખત 4 વિકેટ લેવાનો રેકોર્ડ છે. આ કોઈપણ ભારતીય બોલર દ્વારા કોઈ એક ટીમ સામે સૌથી વધુ છે.

તેણે આ મામલે ઝહીર ખાન (ઝિમ્બાબ્વે સામે 4) અને મોહમ્મદ શમી (વેસ્ટ ઈન્ડિઝ સામે 4)ને પાછળ છોડી દીધા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *