Divya Bhaskar Morning News Brief Smriti Palash Goa club fire lawrence gang indigo flight | મોર્નિંગ ન્યૂઝ બ્રીફ: ઇન્ડિગોએ ₹610 કરોડ રિફંડ આપ્યા; પવન સિંહને લોરેન્સ ગેંગની ધમકી, સુરતના બિલ્ડરને હનીટ્રેપમાં ફસાવનાર રંગેહાથ ઝડપાયા – Gujarat News


.

ગઈકાલના સૌથી મોટા સમાચાર ઈન્ડિગો સંબંધિત હતા. એરલાઈને અત્યાર સુધીમાં મુસાફરોને ₹610 કરોડ પરત કર્યા છે. બીજા મોટા સમાચાર ભોજપુરી સ્ટાર પવન સિંહને લોરેન્સ ગેંગ તરફથી મળેલી ધમકી રહ્યા.

⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર

  • રાષ્ટ્રગીત “વંદે માતરમ”ની 150મી વર્ષગાંઠ નિમિત્તે સંસદના શિયાળુ સત્રમાં એક ખાસ ચર્ચા યોજાશે. આ ચર્ચા માટે 10 કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લેશે.

📰 કાલના મોટા સમાચારો

1. સ્મૃતિ-પલાશના લગ્ન તૂટ્યા: મંધાનાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી અપલોડ કરીને કન્ફર્મ કર્યું, કહ્યું- હવે આગળ વધવાનો સમય છે

ઈન્ડિયન વુમન્ટ ક્રિકેટર અને ટીમની વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાના અને સિંગર પલાશ મુછાલના લગ્ન રદ થઈ ગયા છે. બંનેના લગ્ન 23 નવેમ્બરના રોજ થવાના હતા. હલ્દીથી લઈને સંગીતના કાર્યક્રમો થઈ ચૂક્યા હતા. જાનની તૈયારીઓ ચાલી રહી હતી. એવામાં સ્મૃતિ મંધાનાના પિતાને હાર્ટ અટેક આવ્યા પછી લગ્ન મુલતવી કરી દેવામાં આવ્યા હતા.

લગ્ન ટળ્યા પછી સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની અફવાઓ ફેલાવા લાગી. દાવો કરવામાં આવ્યો કે પલાશ મુછાલે સ્મૃતિ સાથે ધોખો આપ્યો અને તેનું નામ વેડિંગ કોરિયોગ્રાફર સાથે જોડવામાં આવ્યું. આ દરમિયાન, સ્મૃતિએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી લગ્ન સાથે જોડાયેલી તમામ તસવીરો હટાવી દીધી હતી. ત્યારે આજે મંધાનાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરી અપલોડ કરીને જાહેર કર્યું કે લગ્ન કેન્સલ કર્યા છે. સંપૂર્ણ સમાચાર વાંચો

2. ભોજપુરી સ્ટાર પવન સિંહને લોરેન્સ ગેંગની ધમકી:ફિનાલેમાં સલમાન સાથે બિગ બોસમાં સ્ટેજ શેર ન કરવાની ચેતવણી આપી

ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહને લોરેન્સ ગેંગ તરફથી ધમકી મળી છે. ધમકી આપનાર વ્યક્તિએ ચેતવણી આપી છે કે જો સલમાન ખાન સાથે બિગ બોસનું મંચ શેર કર્યું તો આગળ ઇન્ડસ્ટ્રીમાં કામ નહીં કરી શકો.

પવન સિંહના જણાવ્યા અનુસાર, શનિવારે એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો. કોલ રિસીવ કર્યો તો કોલ કરનાર વ્યક્તિએ કહ્યું- અમે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય બોલી રહ્યા છીએ. આ પછી કહ્યું- તમારે સલમાન ખાન સાથે મંચ શેર કરવાનું નથી. આ સાથે મોટી રકમની પણ માગણી કરી. સંપૂર્ણ સમાચાર વાંચો

3. ‘રાઝ’ ફેમ ગુજરાતી ડિરેક્ટર વિક્રમ ભટ્ટની ધરપકડ:₹30 કરોડના છેતરપિંડી કેસમાં સાળીના ઘરેથી દબોચ્યો, મુંબઈ-રાજસ્થાન પોલીસે સાથે મળી કાર્યવાહી કરી

30 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં ફિલ્મમેકર વિક્રમ ભટ્ટની મુંબઈના યારી રોડ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. રાજસ્થાન પોલીસ અને મુંબઈ પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને ડિરેક્ટરને તેની સાળીના ઘરેથી ધરપકડ કરી છે. હવે રાજસ્થાન પોલીસ તેમને પોતાની સાથે ઉદયપુર લઈ જવા માટે બાંદ્રા કોર્ટમાં ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે અરજી કરશે.

સાત દિવસ પહેલા ઇન્દિરા ગ્રુપ ઓફ કંપનીઝના સ્થાપક ડો. અજય મુરડિયા પાસેથી 30 કરોડ રૂપિયાની છેતરપિંડીના આરોપી ફિલ્મ નિર્દેશક વિક્રમ ભટ્ટ, તેમની પત્ની શ્વેતાંબરી ભટ્ટ સહિત 6 આરોપીઓ વિરુદ્ધ ઉદયપુર પોલીસે લુક આઉટ નોટિસ જાહેર કરી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો

4. ઇન્ડિગો એરલાઇને અત્યાર સુધીમાં ₹610 કરોડ રિફંડ કર્યા:દેશભરમાં 3 હજાર યાત્રીઓનો સામાન પણ પાછો આપ્યો; છઠ્ઠા દિવસે 650+ ફ્લાઇટ કેન્સલ

ઇન્ડિગોમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલતા ઓપરેશન સંકટના કારણે રવિવાર સાંજ સુધીમાં એરલાઇને યાત્રીઓને ₹610 કરોડનું રિફંડ પ્રોસેસ કર્યું છે. આ સાથે જ કંપનીએ દેશભરમાં 3 હજારથી વધુ યાત્રીઓનો સામાન પણ પાછો આપ્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે રવિવાર સાંજે તેની જાણકારી આપી.

મંત્રાલયે જણાવ્યું કે રિફંડ અથવા રી-બુકિંગ પર કોઈ વધારાના પૈસા લેવામાં આવશે નહીં. યાત્રીઓની મદદ માટે સ્પેશિયલ સપોર્ટ સેલ બનાવવામાં આવ્યા છે. આ સાથે જ ઇન્ડિગોના ફ્લાઇટ ઓપરેશનમાં પણ તેજી આવી છે. ડોમેસ્ટિક ફ્લાઇટ્સ ફુલ કેપેસિટી સાથે ઉડાન ભરી રહી છે. સંપૂર્ણ સમાચાર વાંચો

5. બેલી ડાન્સર ડાન્સ કરતી હતી ને આગ લાગી:ગોવામાં નાઇટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 25નાં મોત, LIVE VIDEO પણ સામે આવ્યો

ગોવાના અરપોરા વિસ્તારમાં સ્થિત નાઇટ ક્લબ ‘Birch By Romeo Lane’માં શનિવારે રાત્રે આગ લાગવાથી 25 લોકોના મોત થયા અને 6 લોકો ઘાયલ થયા. શરૂઆતી તપાસમાં જાણવા મળ્યું છે કે આગ ડાન્સ ફ્લોર પરથી શરૂ થઈ હતી. બેલી ડાન્સર ડાન્સ કરતી હતી ને અચાનક આગ લાગી ગઈ. મૃતકોમાં 4 પ્રવાસીઓ અને 14 સ્ટાફનો સમાવેશ થાય છે, જ્યારે 7 લોકોની ઓળખ હજુ થઈ શકી નથી.

ગોવા પોલીસે ક્લબના મેનેજરની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ક્લબમાં લગભગ 12 વાગ્યે સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. તે એટલો જોરદાર હતો કે થોડી જ મિનિટોમાં આગ આખા ક્લબમાં ફેલાઈ ગઈ. ફાયર બ્રિગેડે લાંબા પ્રયાસો બાદ આગ પર કાબૂ મેળવ્યો. સંપૂર્ણ સમાચાર વાંચો

6. મિત્રતા, શરીર સંબંધ, સ્પાય વીડિયો, બ્લેકમેઈલ અને ખંડણીનો ખેલ:સુરતના બિલ્ડરને હનીટ્રેપમાં ફસાવનાર યુવતી અને વકીલ 20 લાખની ખંડણી લેતા રંગેહાથ ઝડપાયા

સુરતના એક બિલ્ડર સાથે યુવતીનો મિત્રતા, શરીરસંબંધ, સ્પાય વીડિયો, બ્લેકમેઈલીંગ અને ખંડણીનો ખેલ ખુલ્લો પડ્યો છે. બિલ્ડરને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા 50 લાખની ખંડણી માગવાનો મામલો સામે આવ્યો છે. સુરત ક્રાઈમ બ્રાંચે ટ્રેપ ગોઠવી બિલ્ડર પાસેથી 20 લાખ રૂપિયા લેવા આવેલી હેતલ નામની યુવતી અને અભિષેક શેઠીયા નામના વકીલને રંગેહાથ ઝડપી પાડ્યા છે.

વર્ષ 2022માં આરોપી યુવતી અને બિલ્ડર સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ બંને અલગ અલગ હોટલમાં જતા રહેતા હતા અને શરીર સંબંધ બાંધતા હતા. બિલ્ડરની જાણ બહાર જ અંગતપળોના વીડિયો બનાવી યુવતીએ મોટી રકમ પડાવવાનો ખેલ રચ્યો હતો પરંતુ, સુરત ક્રાઈમ બ્રાંચે તેનો ખેલ ઉંધો પાડી નાખ્યો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો

7. 9 ભણેલો ખતરનાક ખેલાડી, ફેક PhonePeથી ટ્રાન્જેક્શન કરતો, LIVE ડેમો:ATMમાં લોકો પાસેથી કેશ લઈ ઓનલાઈન ટ્રાન્સફરનો ફેક મેસેજ બતાવતો, ખબર પડે ત્યાં તો છૂમંતર થઈ જતો

તમે કોઈ ATMમાં પૈસા ઉપાડવા ગયા હોવ અને ત્યાં આગળ કોઈ તમને કહે કે મારે કેશની જરૂર છે, હું તમને ઓનલાઈન પૈસા બેંકમાં ટ્રાન્સફર કરી દઉં તો ભોળવાતા નહીં, નઈ તો તમે પણ નકલી ટ્રાન્જેક્શન સ્કેમનો ભોગ બની જશો. ​આવો જ એક કિસ્સો જૂનાગઢ સી-ડિવિઝન પોલીસના ધ્યાને આવ્યો હતો. તેમણે એક રીઢા આરોપીને પકડી પાડીને એક મોટી સફળતા મેળવી છે.

આ ઠગ ‘બંટી બબલી’ ફિલ્મ જેવી સ્ટાઈલ અપનાવીને ખોટી PhonePe જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરી સામાન્ય લોકો પાસેથી રોકડ રકમ મેળવતો અને ફેક મેસેજ બતાવીને છેતરપિંડી આચરતો હતો. પોલીસે કઈ રીતે છેતરપિંડી આચરતો તેનો લાઈવ ડેમો પણ આરોપી પાસે કરાવ્યો હતો. આરોપીએ સુરત, અમદાવાદ સહિત 4 શહેરોમાં 12 ગુનાની કબૂલાત કરી છે. સંપૂર્ણ સમાચાર વાંચો

🎭 આજનું કાર્ટૂન

⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં

1. શિયાળોઃ MPમાં કોલ્ડવેવ, 24 શહેરોમાં પારો 10 ડિગ્રીથી નીચે:રાજસ્થાનમાં ઠંડીથી રાહતની શક્યતા; બદ્રીનાથ-કેદારનાથમાં હિમવર્ષાનું એલર્ટ (સંપૂર્ણ સમાચાર વાંચો)

2. વિદેશઃ રશિયાએ યુક્રેન પર 700 હવાઈ હુમલા કર્યા:ભુલથી પોતાના જ શહેર પર 1000 કિલોગ્રામનો બોમ્બ ઝીંક્યો; યુદ્ધ અટકાવવા માટે US-યુક્રેન વાટાઘાટો નિષ્ફળ (સંપૂર્ણ સમાચાર વાંચો)

3.નેશનલઃ હવે ગ્રેટર હૈદરાબાદમાં બાબરી મસ્જિદ મેમોરિયલ બનાવવાની જાહેરાત:તહરીક મુસ્લિમ શબનમના પ્રમુખે કહ્યું- બાબરના નામથી પરેશાન ન થવું જોઈએ (સંપૂર્ણ સમાચાર વાંચો)

4. વિદેશઃ રશિયાને ‘ખતરો’ નહીં કહે અમેરિકા:નેશનલ સિક્યુરિટી સ્ટ્રેટેજીમાં ફેરફાર; ટ્રમ્પ બોલ્યા- યુરોપનું અસ્તિત્વ લુપ્ત થવાની આરે (સંપૂર્ણ સમાચાર વાંચો)

5. ટેક્નોલોજીઃ માત્ર બ્રાન્ડ કે જાહેરાત જોઈને ફોન ખરીદશો તો પસ્તાશો!:નવો ફોન ખરીદતા પહેલા જાણો પ્રોસેસર, રેમ સહિતના 9 ફિચર્સની સાચી પરિભાષા (સંપૂર્ણ સમાચાર વાંચો)

6. ટેક્સઃ આ 4 કામ ડિસેમ્બરમાં ચોક્કસથી પૂરા કરો:31 ડિસેમ્બર સુધીમાં પાનને આધાર સાથે લિંક કરો, એડવાન્સ ટેક્સ ભરવાની પણ છેલ્લી તક (સંપૂર્ણ સમાચાર વાંચો)

7. સ્પોર્ટ્સઃ કોહલીએ પરિવાર સાથે સિંહાચલમ મંદિરમાં દર્શન કર્યા:ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર પણ સાથે હતો; આ જ વર્ષે અયોધ્યા-વૃંદાવન પણ ગયો હતો (સંપૂર્ણ સમાચાર વાંચો)

🗣️ ચર્ચિત નિવેદન

😲 ખબર હટકે

મહારાષ્ટ્રમાં મળી આવી વિશ્વની સૌથી નાની ભેંસ

મહારાષ્ટ્રમાં વિશ્વની સૌથી નાની ભેંસ મળી આવી છે, જેનું નામ રાધા છે. તેનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે. આ ભેંસ ફક્ત 2 ફૂટ 8 ઇંચ ઉંચી છે.

📸 ફોટો, જે પોતે સમાચાર છે

🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ

1. ભારતીય સિપાહીનું માથું કાપીને મુશર્રફને આપ્યું:માતાને 3 ગોળીઓ મારી, પછી ગળું કાપ્યું; ધુરંધર ફિલ્મના પાત્રોની અસલી કહાની

2. ”8 પેસેન્જરને લઈને ઈન્ડિગોની ફ્લાઈટ ઊપડી ગઈ”:પેસેન્જરે ભાસ્કરને વીડિયો આપ્યો; વાંચો, અમદાવાદ એરપોર્ટ પર રાત્રે અટવાયેલા પેસેન્જરોની વેદના

3. ગોવાના ‘બર્નિંગ ક્લબ’માં મોતનું તાંડવ:ન બારી હતી, ન દરવાજો; બળવા કરતાં દમ ઘૂંટાવાથી વધુ મોત; આવામાં ફસાઈ જાવ તો શું કરવું?

4. જીવલેણ એક્સિડન્ટ ઘટાડવા એક્શન પ્લાન:કેન્દ્રના આદેશ બાદ ગુજરાતમાં 4E મોડલ અમલમાં આવશે, અકસ્માત સ્થળે પહોંચી સૌથી પહેલા શું કરવું? તેની અપાશે ટ્રેનિંગ

5. તૂટેલી ખોપરી, શરીરે બચકાં, ચહેરે ડામઃ બેબી ફલકને કોણે મારી?:2 લાખમાં માતાને વેશ્યાવૃત્તિમાં વેચી મારી, બેબી ફલકની ટ્રેજેડી પર નેટફ્લિક્સ સિરીઝ આવી

6. ઇન્ડિગોની સિસ્ટમ કેવી રીતે પડી ભાંગી, ક્રાઇસિસની ઇનસાઇડ સ્ટોરી:પાઇલટ્સ રજા પર, ફ્લાઇટ્સ રદ ન કરી, DGCA કેટલું જવાબદાર છે?

7. આજનું એક્સપ્લેનર:પુતિનના પ્રવાસમાં ડિફેન્સ ડીલ કેમ ન થઈ? S-500 અને Su-57 પર ક્યાં અટકી વાત? શું ભારત અમેરિકન હથિયારો ખરીદશે? 8. સન્ડે જઝબાત: સગાની લાશ લાવ્યો હતો, મારા ગાલ અડવા લાગ્યો:દુનિયાની તીરછી નજરો, ગંદી વાતો સહન કરી, પણ આ કામ છોડ્યું નહી

🌍 કરંટ અફેર્સ

⏳ આજના દિવસનો ઈતિહાસ

🌦️ મોસમનો મિજાજ

સોમવાર રાશિફળ: કર્ક જાતકોને બપોર પછી અણધારી લાભદાયક સ્થિતિઓ બની રહી છે; તુલા જાતકોને ખર્ચા પર નિયંત્રણ રાખવું (સંપૂર્ણ રાશિફળ વાંચો)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *