AUS Vs ENG Ashes 2nd Test Score Update; Joe Root | Mitchell Starc | ઓસ્ટ્રેલિયાએ બીજી ટેસ્ટ 8 વિકેટે જીતી: ઇંગ્લેન્ડ એશિઝ સિરીઝમાં 0-2થી પાછળ, સ્ટાર્કે મેચમાં 8 વિકેટ લીધી
સ્પોર્ટ્સ ડેસ્ક15 કલાક પેહલા
- કૉપી લિંક

ઓસ્ટ્રેલિયાએ એશિઝ સિરીઝ 2025-26ની બીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડને 8 વિકેટે હરાવ્યું. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ પાંચ મેચની સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. ગાબામાં રમાયેલી પિંક બોલ ટેસ્ટના ચોથા દિવસે ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયન ટીમને 65 રનનો ટાર્ગેટ આપ્યો. કાંગારૂ ટીમે 2 વિકેટ ગુમાવીને તેને ચેઝ કરી લીધો.
ચોથી ઇનિંગ્સમાં ઓસ્ટ્રેલિયા માટે ટાર્ગેટને ચેઝ કરતા ટ્રેવિસ હેડે 22 રનની ઇનિંગ્સ રમી. કેપ્ટન સ્ટીવ સ્મિથ (23) અને જેક વેધરલેન્ડ (17)એ મળીને સરળતાથી ટીમના સ્કોરને 65 રન સુધી પહોંચાડી દીધો અને જીત મેળવી. મેચમાં ઓસ્ટ્રેલિયાના પેસર મિચેલ સ્ટાર્કે 8 અને માઇકલ નેસરે 7 વિકેટ લીધી.
ઇંગ્લેન્ડ બીજી ઇનિંગ્સમાં 241 રનમાં ઓલઆઉટ

માઈકલ નેસરે બીજી ઇનિંગ્સમાં 5 વિકેટ લીધી.
ધ ગાબા સ્ટેડિયમમાં આજે ઇંગ્લેન્ડે 134/6 ના સ્કોરથી આગળ રમવાનું શરૂ કર્યું. બેન સ્ટોક્સે અડધી સદી (50) ફટકારી, પરંતુ વિલ જેક્સ 41 રન બનાવીને આઉટ થયો. 224 ના સ્કોર પર જેક્સ અને 227 ના સ્કોર પર સ્ટોક્સ આઉટ થયા. આ પછી 241 ના સ્કોર પર આખી ટીમ ઓલઆઉટ થઈ ગઈ. ઓસ્ટ્રેલિયા તરફથી બીજી ઇનિંગ્સમાં માઈકલ નેસરે 5 વિકેટ ઝડપી. સ્ટાર્ક અને સ્કોટ બોલેન્ડે 2-2 વિકેટ લીધી.
ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગ્સમાં 334 અને ઓસ્ટ્રેલિયાએ 511 રન બનાવ્યા હતા. આ રીતે ઓસ્ટ્રેલિયાને પ્રથમ ઇનિંગ્સમાં 177 રનની લીડ મળી હતી. ઇંગ્લેન્ડની ટીમ બીજી ઇનિંગ્સમાં 241 રન પર ઓલઆઉટ થઈ ગઈ, તો કાંગારૂ ટીમને 65 રનનો ટાર્ગેટ મળ્યો. જેને ટીમે 2 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો.
ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયા 43 રનથી આગળ બ્રિસ્બેનમાં શનિવારે મેચના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગ્સમાં 511 રન બનાવ્યા. સ્ટમ્પ્સ સુધીમાં ઇંગ્લેન્ડે તેની બીજી ઇનિંગ્સમાં 134 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. ટીમ હજુ પણ 43 રનથી પાછળ રહી હતી.

બીજા દિવસે સ્મિથ અને લાબુશેનની ફિફ્ટી બ્રિસ્બેનમાં મેચના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાને ટ્રેવિસ હેડ અને જેક વેદરાલ્ડે મજબૂત શરૂઆત અપાવી. બંનેએ 77 રનની ભાગીદારી કરી. હેડ 33 રન બનાવીને આઉટ થયો. અહીંથી વેદરાલ્ડે 72, માર્નસ લાબુશેને 65 અને કેપ્ટન સ્ટીવ સ્મિથે 61 રન બનાવીને ટીમને 292 રન સુધી પહોંચાડી દીધી. કેમરૂન ગ્રીને 45 રન બનાવ્યા. જ્યારે જોશ ઇંગ્લિસ માત્ર 23 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો.

બ્રાયડન કાર્સ 4 વિકેટ ઝડપી.
પહેલા દિવસે જો રૂટની સદી બ્રિસ્બેનમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી. મિચેલ સ્ટાર્કે 10 રનની અંદર 2 વિકેટ ઝડપી લીધી. અહીંથી જો રૂટે ઝેક ક્રોલી સાથે ટીમને સંભાળી લીધી. રૂટે 138 રન બનાવ્યા અને ઇંગ્લેન્ડને 334 રન સુધી પહોંચાડી દીધું. ક્રોલીએ 76 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કે 6 વિકેટ લીધી.

જો રૂટે ઓસ્ટ્રેલિયામાં પહેલીવાર ટેસ્ટ સેન્ચુરી ફટકારી.
બંને ટીમની પ્લેઇંગ-11 ઓસ્ટ્રેલિયા: ટ્રેવિસ હેડ, જેક વેદરાલ્ડ, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), કેમરૂન ગ્રીન, એલેક્સ કેરી (વિકેટકીપર), જોશ ઇંગ્લિસ, માઇકલ નેસર, મિચેલ સ્ટાર્ક, સ્કોટ બોલેન્ડ, બ્રેન્ડન ડોગેટ.
ઇંગ્લેન્ડ: ઝેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રૂક, બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમી સ્મિથ, વિલ જેક્સ, ગસ એટકિન્સન, બ્રાયડન કાર્સ, જોફ્રા આર્ચર.