શેરબજારની ‘હીરો’ ગણાતી કંપનીઓના શેરે આ વર્ષે રોકાણકારોને આપ્યો ‘દગો’, જુઓ કેટલો થયો ઘટાડો – Share Market News That Break Their Winning Streaks In 2025 | વેપાર


Last Updated:

Share Market News: છેલ્લા 5 વર્ષમાં સતત સારું પ્રદર્શન કરનારા 127 શેરોએ આ વર્ષે નેગેટિવ રિટર્ન આપ્યું છે. કેપિટલ ગુડ્સ, એન્જિનિયરિંગ, રેલવે અને મિડ-કેપ ફાઈનાન્શિયલ સેક્ટરની આ કંપનીઓમાં 68% સુધીનો ઘટાડો નોંધાયો છે.

આ દમદાર શેરનીહાલત કેમ બગડી?
આ દમદાર શેરનીહાલત કેમ બગડી?

Share Market News: શેરબજાર ઓલ-ટાઇમ હાઇની ખૂબ નજીક ટ્રેડ કરી રહ્યું છે. તેમ છતાં ઘણી કંપનીઓના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 5 વર્ષમાં સતત સારું પ્રદર્શન કરનારા 127 શેરોએ આ વર્ષે નેગેટિવ રિટર્ન આપ્યું છે. કેપિટલ ગુડ્સ, એન્જિનિયરિંગ, રેલવે અને મિડ-કેપ ફાઈનાન્શિયલ સેક્ટરની આ કંપનીઓમાં 68% સુધીનો ઘટાડો નોંધાયો છે. તેનું કારણ એ છે કે બજારમાં અંધાધૂંધ તેજીનો દોર હવે ખતમ થઈ રહ્યો છે અને હવે કંપનીઓના અસલી પ્રદર્શન પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

સૌથી વધારે નુકસાન તે કંપનીઓને થયું છે, જે કાલ સુધી બજારની ‘હીરો’ ગણાતી હતી. રાજુ એન્જિનિયર્સના શેર 2023માં 628%થી વધુ અને ગયા વર્ષે લગભગ 200% વધ્યા હતા. આ વર્ષે તેમાં 68% ઘટાડો નોંધાયો છે. એવી જ રીતે ટેલિકોમ અને નેટવર્કિંગ સેક્ટરની જાણીતી કંપની તેજસ નેટવર્ક્સના શેર આ વર્ષે 58% ઘટી ગયા છે. આ કંપની 2020થી સતત નફો આપી રહી હતી.

આ ઘટાડો મોટી કન્ઝ્યુમર કંપનીઓમાં પણ જોવા મળી રહ્યો છે, જેમને ક્યારેક ખૂબ મજબૂત ગણવામાં આવતી હતી. ટાટા ગ્રુપની રિટેલ કંપની ટ્રેન્ટે વર્ષ 2024માં 130%થી વધુ રિટર્ન આપ્યું હતું, પણ આ વર્ષે તેમાં 40% ઘટાડો આવ્યો છે. ચોકલેટ કંપની લોટસે 2021માં 483% અને 2024માં 358%નું જબરદસ્ત રિટર્ન આપ્યું હતું. આ વર્ષે તેની કિંમત લગભગ 39% ઘટી ગઈ છે.

રેલવે અને ડિફેન્સ સેક્ટરના શેરમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે. જુપિટર વેગન્સના શેર 2023માં લગભગ 250% વધ્યા હતા, પણ આ વર્ષે તેમાં 43% ઘટાડો નોંધાયો છે. આરવીએનએલ ગત સાયકલમાં ખૂબ સારું પ્રદર્શન કરનારી કંપનીઓમાંથી એક હતી, પણ આ વર્ષે તેના શેરમાં 28% ઘટાડો આવ્યો છે. કેઇસી ઇન્ટરનેશનલ અને ટીટાગઢ રેલ સિસ્ટમ્સે પણ પોતાની તેજી ગુમાવી દીધી છે.

Share Market News That Break Their Winning Streaks In 2025
કેમ થયો ઘટાડો?

ઘણી નાની એન્જિનિયરિંગ, કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ અને એનર્જી-સોલ્યુશન્સ કંપનીઓએ છેલ્લા કેટલ્લા વર્ષોમાં ખૂબ સારો ગ્રોથ બતાવ્યો હતો, પણ આ વર્ષે તેમાં ઘટાડો આવ્યો છે. પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટના શેર 2024માં 300%થી વધુ વધ્યા હતા પણ આ વર્ષે 40% ઘટ્યા છે. એવી જ રીતે કેપીઆઈ ગ્રીન એનર્જીના શેરમાં 21% ઘટાડો આવ્યો છે. સુઝલોનના શેર 2023માં 260% તેજી આવી હતી, પણ આ વર્ષે તેમાં 13% ઘટાડો થયો છે.

શેરબજારના જાણકારે શું કહ્યું?

કોટક મહિન્દ્રા એએમસીના એમડી નીલેશ શાહે કહ્યું કે, ઘણીવાર સ્મોલકેપ કંપનીઓમાં લોકો ખૂબ વધારે અપેક્ષાઓ રાખી લે છે, કારણ કે તેમણે ટૂંકા સમયમાં જબરદસ્ત ગ્રોથ બતાવી હોય છે. જો કોઈ કંપની બે વર્ષ સુધી 50%ના દરે વધે તો લોકો માની લે છે કે આગામી 10 વર્ષ પણ આવી રીતે જ 50%ના દરે વધતી રહેશે. પણ કંપનીનું કદ પણ મહત્ત્વનું છે. હવે એ સમજવું ખૂબ જરૂરી છે કે કોઈ પણ સ્મોલકેપ કંપની હંમેશાં ઝડપથી વધતી નથી.

(Disclaimer: અહીં આપવામાં આવેલી શેરબજારની જાણકારી ફક્ત સામાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *