JioStar Pulls Out of ICC Media Rights Deal Over Financial Loss; T20 World Cup Broadcast Uncertainty | ક્રિકેટરસિકો ભારતમાં T-20 વર્લ્ડ કપ નહીં જોઈ શકે!: ટુર્નામેન્ટના 3 મહિના પહેલાં ICC ફસાઈ, જિયોસ્ટાર બ્રોડકાસ્ટમાંથી પાછળ હટ્યું; હવે આગળ શું?


  • Gujarati News
  • Business
  • JioStar Pulls Out Of ICC Media Rights Deal Over Financial Loss; T20 World Cup Broadcast Uncertainty

નવી દિલ્હી14 કલાક પેહલા

  • કૉપી લિંક

2026માં ભારત-શ્રીલંકામાં યોજાનારા મેન્સ T20 વર્લ્ડ કપના 3 મહિના પહેલાં બ્રોડકાસ્ટર જિયોસ્ટાર પ્રસારણમાંથી પાછળ હટી ગયું છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે જો આ ડીલ ફાઇનલ ન થઈ તો શું વર્લ્ડ કપની મેચો ભારતમાં નહીં દેખાય?

રિલાયન્સના નિયંત્રણ હેઠળના જિયોસ્ટારે ICC સાથે 2024-27ના ઇન્ડિયા મીડિયા રાઇટ્સ ડીલમાંથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો છે. જિયોસ્ટારે ICCને કહ્યું છે કે ભારે નાણાકીય નુકસાનને કારણે તે ચાર વર્ષની ડીલના બાકીનાં બે વર્ષ પૂરાં કરી શકશે નહીં.

આ નિર્ણય પછી ICCએ સોની, નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ વીડિયોનો સંપર્ક કર્યો છે. પરંતુ અત્યારસુધી કોઈપણ પ્લેટફોર્મે કિંમત વધુ હોવાને કારણે રાઇટ્સમાં રસ દાખવ્યો નથી.

આ ડીલ 2024-27 માટે 3 અબજ ડોલર (લગભગ 25,000 કરોડ રૂપિયા)ની હતી, જેમાં દર વર્ષે એક મોટી મેન્સ ઇવેન્ટનો સમાવેશ થાય છે. આ માહિતી ઇકોનોમિક ટાઇમ્સના એક રિપોર્ટમાં સામે આવી છે.

2023માં ICCએ તેનાં 4 વર્ષ (2024થી 2027 સુધી)ની તમામ ટુર્નામેન્ટ્સના ભારતમાં પ્રસારણના અધિકારો જિયોસ્ટાર (ત્યારે સ્ટાર ઇન્ડિયા)ને વેચ્યા હતા.

2023માં ICCએ તેનાં 4 વર્ષ (2024થી 2027 સુધી)ની તમામ ટુર્નામેન્ટ્સના ભારતમાં પ્રસારણના અધિકારો જિયોસ્ટાર (ત્યારે સ્ટાર ઇન્ડિયા)ને વેચ્યા હતા.

ડીલથી પાછળ કેમ હટી રહી છે જિયોસ્ટાર…

2023માં ICCએ તેનાં 4 વર્ષ (2024થી 2027 સુધી)ના તમામ ટુર્નામેન્ટ્સના ભારતમાં પ્રસારણના અધિકારો જિયોસ્ટાર (ત્યારે સ્ટાર ઇન્ડિયા)ને વેચ્યા હતા. લગભગ 25 હજાર કરોડ રૂપિયામાં આ ડીલ થઈ હતી, એટલે કે જિયોસ્ટારને દર વર્ષે સરેરાશ 6,000 કરોડ રૂપિયા ICCને આપવાના હતા.

હવે બન્યું એ કે ક્રિકેટ બતાવવાથી જિયોસ્ટારને જેટલી કમાણી થઈ રહી છે એ ખૂબ ઓછી છે. ડ્રીમ11 જેવી ગેમિંગ એપ્સ પર પ્રતિબંધ પછી જાહેરાતો પણ પહેલાં જેટલી નથી આવી રહી.

નુકસાનને ધ્યાનમાં રાખીને કંપનીએ તેના ખાતામાં પહેલેથી જ “આ પૈસા ડૂબી જશે” એમ માનીને અલગથી રાખવાનું શરૂ કરી દીધું છે. આને “પ્રોવિઝન” કહેવાય છે.

  • ગયા વર્ષે (2023-24) કંપનીએ કહ્યું હતું કે “અમને ICC ડીલથી લગભગ 12,319 કરોડનું નુકસાન થશે”, તો તેટલા પૈસા અલગ રાખી દીધા.
  • આ વર્ષે (2024-25) હિસાબ લગાવ્યો તો નુકસાન વધુ વધી ગયું, હવે કુલ અંદાજિત નુકસાન 25,760 કરોડ રૂપિયા થઈ ગયું.

સીધા શબ્દોમાં કહીએ તો જિયોસ્ટારે 25,000 કરોડમાં માલ ખરીદ્યો હતો, પરંતુ હવે લાગી રહ્યું છે કે એ માલ વેચીને પણ પૂરા પૈસા વસૂલ નહીં કરી શકે, ઊલટાનું 25,760 કરોડ રૂપિયા સુધી ડૂબી જશે, એટલે હવે કંપની ડીલમાંથી બહાર નીકળવા માગે છે.

2024માં અમેરિકા અને વે.વિન્ડીઝમાં યોજાયેલા T20 વર્લ્ડકપને હોટસ્ટાર પર મફતમાં બતાવાયો હતો.

2024માં અમેરિકા અને વે.વિન્ડીઝમાં યોજાયેલા T20 વર્લ્ડકપને હોટસ્ટાર પર મફતમાં બતાવાયો હતો.

ICCનો હવે આગળનો પ્લાન શું છે?

  • ICCએ સોની, નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ વીડિયોનો સંપર્ક કર્યો છે કે તેઓ આ રાઇટ્સ લઈ લે, પરંતુ અત્યારસુધી કોઈપણ પ્લેટફોર્મે કિંમત વધુ હોવાને કારણે વધુ રસ દાખવ્યો નથી. આનાથી ICC સામે આગળનો રસ્તો સ્પષ્ટ દેખાતો નથી.
  • ICCએ 2026-29 માટે ઇન્ડિયા મીડિયા રાઇટ્સની નવી વેચાણપ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ માટે લગભગ 2.4 અબજ ડોલર માગવામાં આવી રહ્યા છે. હાલમાં ચાલી રહેલી 2024-27ની ડીલ 3 અબજ ડોલરની હતી, જેમાં દર વર્ષે એક મોટી મેન્સ ટુર્નામેન્ટ સામેલ છે.

ભારત ICCની કમાણીનો 80% હિસ્સો આપે છે

ભારત ICCની આવકનો લગભગ 80% હિસ્સો આપે છે, જે ક્રિકેટની નિર્ભરતા દર્શાવે છે. ICCએ 2024માં $474 મિલિયન (લગભગ 4,000 કરોડ રૂપિયા)નો સરપ્લસ કમાયો. સરપ્લસ એટલે “વધારાની કમાણી” અથવા નફો (જેમ કે તમારા પગારમાંથી ખર્ચાઓ બાદ થયા પછી જે વધે તે).

ICCને નફો તો જિયોસ્ટારને નુકસાન કેમ?

જિયોસ્ટારને ભારતમાં મેચ બતાવવાના રાઇટ્સ મળ્યા, પરંતુ જાહેરાતો અને સબ્સ્ક્રિપ્શન અપેક્ષા કરતાં ઓછા આવ્યા. જિયોસ્ટારની મુશ્કેલીઓ રિયલ મની ગેમિંગ પર પ્રતિબંધ પછી વધુ વધી છે.

આ એપ્સ ક્રિકેટના સૌથી મોટા જાહેરાતકર્તા બની ચૂકી હતી. એક્ઝિક્યુટિવ્સ કહે છે કે પરંપરાગત બ્રાન્ડ્સ પાછી ફરી છે, પરંતુ રિયલ મની ગેમિંગ પર પ્રતિબંધ મૂકવાથી સર્જાયેલી ખાલી જગ્યા ભરવી મુશ્કેલ છે.

ICCનું હેડક્વાર્ટર દુબઈમાં છે. તે ક્રિકેટના તમામ નિયમો બનાવે છે. તેની કુલ કમાણીનો 80% ભારતમાંથી આવે છે, કારણ કે અહીં સૌથી વધુ દર્શકો અને જાહેરાતો છે. હાલમાં ચેરમેન જય શાહ છે.

ICCનું હેડક્વાર્ટર દુબઈમાં છે. તે ક્રિકેટના તમામ નિયમો બનાવે છે. તેની કુલ કમાણીનો 80% ભારતમાંથી આવે છે, કારણ કે અહીં સૌથી વધુ દર્શકો અને જાહેરાતો છે. હાલમાં ચેરમેન જય શાહ છે.

હવે આગળ શું થશે, ICC પાસે શું વિકલ્પો છે?

ભારતમાં સ્પોર્ટ્સ મીડિયાનું બજાર જિયોસ્ટાર અને સોની પર જ નિર્ભર થઈ ગયું છે. મર્જર પછી આ વર્ચ્યુઅલ ડ્યુઓપોલી બની ગઈ, જેના કારણે ICC પાસે વધુ પસંદગીઓ બચી નથી.

સોનીએ એશિયન ક્રિકેટ કાઉન્સિલના $170 મિલિયન, ન્યૂઝીલેન્ડ ક્રિકેટના $100 મિલિયન અને ઇંગ્લેન્ડ બોર્ડના $200 મિલિયનથી વધુના રાઇટ્સ લીધા છે, પરંતુ ICC ડીલથી દૂર રહી છે.

નેટફ્લિક્સ ક્રિકેટથી દૂર છે, તે WWE જેવી પ્રોપર્ટીઝ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. એમેઝોનનું ઇન્વોલ્વમેન્ટ લિમિટેડ છે. વ્યૂઝીલેન્ડ ક્રિકેટના ભારતના રાઇટ્સ આવતા વર્ષે સમાપ્ત થઈ જશે.

વૈશ્વિક સ્તરે સ્ટ્રીમર્સ લાઇવ સ્પોર્ટ્સમાં રોકાણ કરી રહ્યા છે, પરંતુ NBA, NFL જેવી લીગ્સના વધતા ખર્ચને કારણે સિલેક્ટિવ બની ગયા છે. IOC અને FIFA ને પણ ભારતમાં ઓછું વેલ્યુએશન મળી રહ્યું છે.

ICC સાથેના કરાર મુજબ, જિયોસ્ટાર 2027 સુધી બંધાયેલું છે, એટલે કે જો કોઈ નવો પાર્ટનર ન મળે તો તેમને જ મેચ બ્રોડકાસ્ટ કરવી પડશે, ભલે નુકસાન થતું હોય.

ભારત-પાકિસ્તાન T-20 વર્લ્ડ કપમાં 15 ફેબ્રુઆરીએ ટકરાશે, ટુર્નામેન્ટની શરૂઆત 7 ફેબ્રુઆરીથી

આવતા વર્ષે યોજાનારા T-20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચ 15 ફેબ્રુઆરીએ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ શકે છે. અહીં 5 ઓક્ટોબરે વુમન્સ વન-ડે વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચ પણ રમાઈ હતી. રિપોર્ટ્સ અનુસાર, BCCIએ પોતાનું પ્રસ્તાવિત શિડ્યૂલ ICCને મોકલી દીધું છે. ICC ટૂંક સમયમાં એની જાહેરાત કરી શકે છે.

T-20 વર્લ્ડ કપની શરૂઆત 7 ફેબ્રુઆરીથી થઈ શકે છે. જ્યારે ફાઇનલ મેચ 8 માર્ચના રોજ રમાઈ શકે છે. સેમિફાઇનલ અને ફાઇનલનાં સ્થળનો નિર્ણય ભારત-પાકિસ્તાનની સ્થિતિ પર નિર્ભર રહેશે.

જો પાકિસ્તાનની ટીમ ફાઇનલમાં નહીં પહોંચે તો આ મુકાબલો અમદાવાદમાં થશે. પાકિસ્તાનના ફાઇનલ માટે ક્વોલિફાય કરવા પર મુકાબલો શ્રીલંકામાં રમાશે. ICC કે BCCI તરફથી શિડ્યૂલ પર હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

ટીમ ઇન્ડિયા T-20 વર્લ્ડ કપની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. ભારતે સાઉથ આફ્રિકાને ફાઇનલમાં હરાવીને ખિતાબ જીત્યો હતો.

ટીમ ઇન્ડિયા T-20 વર્લ્ડ કપની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. ભારતે સાઉથ આફ્રિકાને ફાઇનલમાં હરાવીને ખિતાબ જીત્યો હતો.

ભારતનાં 5, શ્રીલંકાનાં 3 સ્થળ શોર્ટલિસ્ટ BCCIએ ટુર્નામેન્ટની યજમાની માટે અમદાવાદ, દિલ્હી, કોલકાતા, ચેન્નઈ અને મુંબઈને શોર્ટલિસ્ટ કર્યાં છે. શ્રીલંકાનાં ત્રણ સ્થળોને પણ પસંદ કરવામાં આવ્યાં છે. કોલંબોને તેમાંથી એક ગણાવવામાં આવી રહ્યું છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લો મુકાબલો T-20 મેચ 9 જૂન 2024ના રોજ વર્લ્ડ કપમાં જ થયો હતો. ત્યારે ભારતે 5 રનથી નજીકનો મુકાબલો જીત્યો હતો.

ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લો મુકાબલો T-20 મેચ 9 જૂન 2024ના રોજ વર્લ્ડ કપમાં જ થયો હતો. ત્યારે ભારતે 5 રનથી નજીકનો મુકાબલો જીત્યો હતો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *