Sydney Terror Attack Update; 3 Indian Students Injured; ISIS Influenced Attacker; PHOTOS VIDEOS | ઓસ્ટ્રેલિયામાં આતંકી હુમલો કરનાર સાજિદ ભારતીય: 27 વર્ષ પહેલાં દેશ છોડ્યો, પરિવારનો દાવો- ખ્રિસ્તી યુવતી સાથે લગ્ન કર્યા એટલે સંબંધો તોડી નાખ્યા હતા


સિડની1 કલાક પેહલા

  • કૉપી લિંક

ઓસ્ટ્રેલિયામાં 14 ડિસેમ્બરે સિડનીના બોન્ડી બીચ પર યહૂદી લોકો પર હુમલો કરનાર આતંકી સાજિદ અકરમ ભારતનો હતો. 50 વર્ષીય સાજિદ મૂળ તેલંગાણાના હૈદરાબાદનો રહેવાસી હતો.

તેણે હૈદરાબાદથી B.Com કર્યું હતું અને સ્ટુડન્ટ વિઝા પર નોકરીની શોધમાં નવેમ્બર 1998માં ઓસ્ટ્રેલિયા ગયો હતો. બાદમાં તેણે યુરોપિયન મૂળની મહિલા વેનેરા ગ્રોસો સાથે લગ્ન કર્યા અને ત્યાં જ કાયમી ધોરણે સ્થાયી થયો.

સાજિદ પાસે હજુ પણ ભારતીય પાસપોર્ટ હતો. સાજિદના પરિવારના સભ્યોએ 2 મીડિયા હાઉસને જણાવ્યું છે કે, તેમણે ઘણા વર્ષો પહેલા જ સાજિદ સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા, કારણ કે તેણે એક ખ્રિસ્તી મહિલા સાથે લગ્ન કર્યા હતા.

સાજિદનો પુત્ર નવીદ અકરમ (24 વર્ષીય) ઓસ્ટ્રેલિયન નાગરિક છે. સાજિદને એક પુત્રી પણ છે. તેલંગાણા પોલીસના જણાવ્યા અનુસાર, અગાઉ ભારતમાં સાજિદ સામે કોઈ ગુનાહિત રેકોર્ડ નથી.

આ આતંકી હુમલામાં 15 લોકોના મોત થયા છે, જ્યારે 40થી વધુ લોકો ઘાયલ છે. આતંકી સાજિદ પણ પોલીસ ફાયરિંગમાં માર્યો ગયો છે, જ્યારે તેનો પુત્ર ઘાયલ થયો છે.

હુમલાખોર પિતા-પુત્રએ ઓસ્ટ્રેલિયાના બોન્ડી બીચ પર હનુક્કા તહેવાર દરમિયાન યહૂદીઓ પર ગોળીબાર કર્યો હતો.

હુમલાખોર પિતા-પુત્રએ ઓસ્ટ્રેલિયાના બોન્ડી બીચ પર હનુક્કા તહેવાર દરમિયાન યહૂદીઓ પર ગોળીબાર કર્યો હતો.

છેલ્લે 2022માં ભારત આવ્યો હતો સાજિદ

ભારતમાં રહેતા સાજિદના સંબંધીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા 27 વર્ષમાં સાજિદનો પરિવાર સાથેનો સંપર્ક ખૂબ ઓછો રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા ગયા પછી તે છ વખત ભારત આવ્યો હતો. તેની પાછળ મિલકત અને વૃદ્ધ માતા-પિતા સાથે જોડાયેલા પારિવારિક કારણો હતા.

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ સાજિદ છેલ્લે 2022માં ભારત આવ્યો હતો. એવું પણ જાણવા મળ્યું છે કે તે તેના પિતાના અવસાન સમયે પણ ભારત આવ્યો ન હતો. પરિવારનું કહેવું છે કે તેમને સાજિદ કે નવીદના કટ્ટરપંથી વિચારો અથવા પ્રવૃત્તિઓ વિશે કોઈ જાણકારી નહોતી.

આ અગાઉ CNNએ ફિલિપાઈન્સના અધિકારીઓના હવાલાથી જણાવ્યું હતું કે સાજિદ અકરમ તેના પુત્ર નવીદ સાથે ગયા મહિને 1 નવેમ્બરે ફિલિપાઈન્સ ગયો હતો.

આ દરમિયાન સાજિદે ભારતીય જ્યારે તેના પુત્રએ ઓસ્ટ્રેલિયન પાસપોર્ટનો ઉપયોગ કર્યો હતો. તેઓ એક મહિનાથી આ હુમલાની તૈયારી કરી રહ્યા હતા.

ફિલિપાઇન્સના ઇસ્લામિક ગઢ દાવાઓ શહેર ગયા હતા આતંકવાદી

અધિકારીઓના મતે બંને ફિલિપાઇન્સના દાવાઓ શહેર ગયા હતા. દાવાઓ ફિલિપાઇન્સના દક્ષિણ ભાગમાં મિન્ડાનાઓ ટાપુ પર છે. મિન્ડાનાઓમાં ફિલિપાઇન્સની સૌથી મોટી મુસ્લિમ વસ્તી રહે છે. આ ઇસ્લામિક ઉગ્રવાદી અને વિદ્રોહી સંગઠનનો ગઢ માનવામાં આવે છે. આ સમુદાયો અલગ દેશ બનાવવાની માગ કરે છે.

આ ઉપરાંત આતંકવાદીઓની ગાડીમાંથી ઇસ્લામિક સ્ટેટના બે ઝંડા મળી આવ્યા હતા, જેના કારણે તેમના ISIS સાથે જોડાયેલા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. CNNએ આ મામલે ટિપ્પણી માટે ભારતના વિદેશ મંત્રાલયનો સંપર્ક કર્યો છે. ભારતે અત્યાર સુધી તેની જાણકારી આપી નથી.

ઓસ્ટ્રેલિયામાં થયેલા આતંકવાદી હુમલામાં 15 લોકોના મોત થયા હતા, જ્યારે 40 થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઉપરાંત એક આતંકવાદીનું પણ મોત થયું હતું.

શોકની 5 તસવીરો…

ઓસ્ટ્રેલિયામાં બોન્ડી બીચ પર થયેલા હુમલા બાદ આખા દેશમાં શોકનો માહોલ છે.

ઓસ્ટ્રેલિયામાં બોન્ડી બીચ પર થયેલા હુમલા બાદ આખા દેશમાં શોકનો માહોલ છે.

ઓસ્ટ્રેલિયામાં બોન્ડી બીચ પર યહૂદી તહેવાર દરમિયાન થયેલા ગોળીબારના પીડિતોને બોન્ડી પેવેલિયનમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરતા લોકો.

ઓસ્ટ્રેલિયામાં બોન્ડી બીચ પર યહૂદી તહેવાર દરમિયાન થયેલા ગોળીબારના પીડિતોને બોન્ડી પેવેલિયનમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરતા લોકો.

ઓસ્ટ્રેલિયામાં આતંકી હુમલામાં 15 લોકોના મોત થયા. સ્મારક પર ફૂલ ચઢાવતી યુવતીઓ.

ઓસ્ટ્રેલિયામાં આતંકી હુમલામાં 15 લોકોના મોત થયા. સ્મારક પર ફૂલ ચઢાવતી યુવતીઓ.

હુમલામાં માર્યા ગયેલા લોકોને યાદ કરવામાં આવ્યા. આ ઘટના ઓસ્ટ્રેલિયાના 3 દાયકાના ઇતિહાસની સૌથી મોટી માસ શૂટિંગ છે.

હુમલામાં માર્યા ગયેલા લોકોને યાદ કરવામાં આવ્યા. આ ઘટના ઓસ્ટ્રેલિયાના 3 દાયકાના ઇતિહાસની સૌથી મોટી માસ શૂટિંગ છે.

આતંકી હુમલામાં 3 ભારતીય વિદ્યાર્થીઓ ઘાયલ

સિડની આતંકી હુમલામાં 3 ભારતીય વિદ્યાર્થીઓ પણ ઘાયલ થયા છે. શરૂઆતી રિપોર્ટ્સ અનુસાર, ઓછામાં ઓછા બે વિદ્યાર્થીઓ હાલ હોસ્પિટલમાં દાખલ છે.

PM એન્થની અલ્બનીઝે રવિવારે સિડનીમાં યહૂદી સમુદાયના એક કાર્યક્રમમાં કહ્યું કે હુમલાખોરોની વિચારસરણી ઇસ્લામિક સ્ટેટ (ISIS) થી પ્રભાવિત હતી.

તેમણે કહ્યું કે આ આતંકી સંગઠન સાથે જોડાયેલી કટ્ટર વિચારસરણીએ તેમને કટ્ટરપંથી બનાવી દીધા હતા. અલ્બનીઝે સ્વીકાર્યું કે ઇસ્લામની કટ્ટર વ્યાખ્યા એક ગંભીર સમસ્યા છે.

યહૂદીઓ પર આતંકી હુમલા સંબંધિત 3 તસવીરો…

બોન્ડી બીચ પાસે બે આતંકવાદીઓએ એક બ્રિજ પરથી હનુક્કા તહેવાર મનાવી રહેલા લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો.

બોન્ડી બીચ પાસે બે આતંકવાદીઓએ એક બ્રિજ પરથી હનુક્કા તહેવાર મનાવી રહેલા લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો.

આતંકવાદીઓના ગોળીબાર બાદ બોન્ડી દરિયાકિનારે લાશો પથરાઈ ગઈ હતી.

આતંકવાદીઓના ગોળીબાર બાદ બોન્ડી દરિયાકિનારે લાશો પથરાઈ ગઈ હતી.

બ્રિજ પરથી ફાયરિંગ કરી રહેલા બંને આતંકવાદીઓને પોલીસે ગોળી મારી. એક આતંકવાદીને પહેલાથી જ ગોળી વાગી હતી. ફૂટેજમાં બીજો આતંકવાદી ગોળી વાગ્યા પછી પડતો જોવા મળ્યો.

બ્રિજ પરથી ફાયરિંગ કરી રહેલા બંને આતંકવાદીઓને પોલીસે ગોળી મારી. એક આતંકવાદીને પહેલાથી જ ગોળી વાગી હતી. ફૂટેજમાં બીજો આતંકવાદી ગોળી વાગ્યા પછી પડતો જોવા મળ્યો.

PM બોલ્યા- લોકોને મારવા નફરતની વિચારધારા

અલ્બેનીઝે ઑસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કૉર્પોરેશન (એબીસી) ને જણાવ્યું, “એવું લાગે છે કે આ ઇસ્લામિક સ્ટેટની વિચારધારાથી પ્રેરિત હતું. આ નફરતની વિચારધારા છે, જે એક દાયકાથી વધુ સમયથી અસ્તિત્વમાં છે અને આ કિસ્સામાં મોટા પાયે હત્યા કરવામાં આવે છે.”

વડાપ્રધાને જણાવ્યું કે હુમલાખોરોમાંથી એકની 2019માં તપાસ થઈ હતી, પરંતુ ત્યારે તેને ખતરાની શ્રેણીમાં રાખવામાં આવ્યો ન હતો અને તેના પર સતત નજર રાખવામાં આવી રહી ન હતી. અલ્બેનીઝે કહ્યું, “હવે એ તપાસ કરવી પડશે કે શું તે પછી તે વધુ કટ્ટરપંથી બન્યો હતો.”

તેમણે દેશમાં યહૂદીઓ વિરુદ્ધ નફરત (એન્ટિસેમિટિઝમ) નો સામનો કરવા માટે સરકારના પ્રયાસોનો ઉલ્લેખ કર્યો. “અમે આના પર પૂરી તાકાતથી કામ કરી રહ્યા છીએ. પરંતુ એન્ટિસેમિટિઝમ ખૂબ જૂની સમસ્યા છે.” પોલીસે તેને આતંકવાદી ઘટના જાહેર કરી છે.

લાયસન્સવાળી બંદૂકથી હુમલાખોરે ગોળીબાર કર્યો હતો

પોલીસના જણાવ્યા અનુસાર, 50 વર્ષીય હુમલાખોર સાજિદ અકરમ પાસે લાયસન્સવાળી બંદૂક હતી, જેનો ઉપયોગ તે શિકાર માટે કરતો હતો. NSW પોલીસ કમિશનર મલ લેનયને જણાવ્યું કે સાજિદ અકરમ એક ગન ક્લબનો સભ્ય હતો અને રાજ્યના કાયદા હેઠળ તેની પાસે લાયસન્સ હતું.

સાજિદ અકરમ પાસે કાયદેસર રીતે 6 બંદૂકો હતી. ગોળીબાર કરવા નીકળતા પહેલા પિતા-પુત્રએ પરિવારને કહ્યું હતું કે તેઓ માછલી પકડવા જઈ રહ્યા છે. અકરમ પોતાના પરિવાર સાથે એક ભાડાના મકાનમાં રહેતો હતો.

હુમલા બાદ પોલીસે આ મકાન પર દરોડા પાડ્યા. રિપોર્ટ અનુસાર, સાજિદ અકરમ ફળોની દુકાન ચલાવતો હતો.

આતંકવાદી કાયદેસર રીતે 6 બંદૂકો રાખી શકતો હતો

સાજિદ પાસે કેટેગરી AB ફાયરઆર્મ લાઇસન્સ હતું, જે મનોરંજન માટે શિકાર (રિક્રિએશનલ હન્ટિંગ) કરવા માટે જારી કરવામાં આવ્યું હતું. પોલીસ અનુસાર, આ લાઇસન્સથી તે કાયદેસર રીતે 6 બંદૂકો રાખી શકતો હતો, અને હુમલામાં ઉપયોગમાં લેવાયેલી બંદૂકો આમાંથી જ હોવાનું જણાય છે.

ઓસ્ટ્રેલિયામાં બંદૂકના કાયદા કડક છે, પરંતુ 1996ના પોર્ટ આર્થર નરસંહાર પછી સેમી-ઓટોમેટિક હથિયારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમ છતાં મેન્યુઅલ એક્શનવાળી બંદૂકો જેવી કે બોલ્ટ-એક્શન રાઇફલ્સ અને તેના પ્રકારો – જેમ કે સ્ટ્રેટ પુલ એક્શન, બેઝિક લાઇસન્સથી મળી જાય છે.

ફોરેન્સિક નિષ્ણાત ગેરાર્ડ ડટન અનુસાર, હુમલાના વીડિયોમાં દેખાતી રાઇફલ એક સ્ટ્રેટ પુલ બોલ્ટ-એક્શન હતી, જે પરંપરાગત બોલ્ટ-એક્શન કરતાં થોડી ઝડપથી ફાયર કરે છે, પરંતુ સેમી-ઓટોમેટિક નથી, તેથી તેને સામાન્ય લાઇસન્સથી મેળવી શકાતી હતી.

સ્ટ્રેટ પુલ બોલ્ટ-એક્શન ગન. તેનો મોટાભાગનો ઉપયોગ શિકાર કરવા માટે થાય છે.

સ્ટ્રેટ પુલ બોલ્ટ-એક્શન ગન. તેનો મોટાભાગનો ઉપયોગ શિકાર કરવા માટે થાય છે.

ઓસ્ટ્રેલિયામાં 10 લાખ લોકો પાસે 40 લાખ બંદૂકો

ઓસ્ટ્રેલિયામાં બંદૂક રાખવી સામાન્ય છે. 2024ના આંકડા અનુસાર, સરેરાશ દરેક લાઇસન્સધારક પાસે 3-4 બંદૂકો છે. અહીં 10 લાખ લોકો પાસે 40 લાખથી વધુ બંદૂકો છે. કેટલાક લોકો તો સેંકડો બંદૂકો રાખે છે.

સિડનીમાં બે લોકો પાસે 300થી વધુ બંદૂકો છે. NSWમાં બંદૂકનું લાઇસન્સ મેળવવા માટે 18 વર્ષથી વધુ ઉંમર, કોઈ ગુનાહિત રેકોર્ડ ન હોવો અને સ્પોર્ટ શૂટિંગ, શિકાર અથવા પેસ્ટ કંટ્રોલ જેવા માન્ય કારણો જરૂરી છે.

આ હુમલા પછી ઓસ્ટ્રેલિયા ઇન્સ્ટિટ્યૂટનો રિપોર્ટ ફરી ચર્ચામાં છે, જેમાં ચેતવણી આપવામાં આવી હતી કે વર્તમાન નીતિઓ જાહેર સુરક્ષા માટે જોખમી છે. વડાપ્રધાન અને રાજ્યના નેતાઓ બંદૂકના કાયદાઓને વધુ કડક કરવા સંમત થયા છે.

તેમાં રાષ્ટ્રીય ફાયરઆર્મ રજિસ્ટર જલદી લોન્ચ કરવું, એક વ્યક્તિ દ્વારા રાખી શકાતી બંદૂકોની સંખ્યા પર મર્યાદા મૂકવી અને અમુક પ્રકારના હથિયારો પર વધુ પ્રતિબંધો શામેલ છે.

સ્ટ્રેટ પુલ બોલ્ટ-એક્શન ગન અમેરિકા-યુરોપમાં પણ ફેમસ

સ્ટ્રેટ પુલ બોલ્ટ-એક્શન એક ખાસ પ્રકારની બોલ્ટ-એક્શન રાઇફલ છે. સામાન્ય બોલ્ટ-એક્શન રાઇફલમાં ગોળી લોડ કરવા અને ખાલી કારતૂસ કાઢવા માટે બોલ્ટ હેન્ડલને ઉપર ઉઠાવવું, પાછળ ખેંચવું, આગળ ધકેલવું અને પછી નીચે ફેરવીને લોક કરવું પડે છે.

આમાં બોલ્ટને ફેરવવાની (રોટેટ) જરૂર પડતી નથી. એક ખાસ મિકેનિઝમ (જેમ કે કેમિંગ સિસ્ટમ) આપમેળે બોલ્ટને લોક અને અનલોક કરી દે છે. આનાથી રાઇફલને ખૂબ ઝડપથી રીલોડ કરી શકાય છે, ખાસ કરીને ફોલો-અપ શોટ્સ (સતત ગોળીઓ ચલાવવામાં) માં. હાથની હિલચાલ ઓછી થવાથી નિશાન ઓછું બગડે છે.

ગન ઝડપી ઓપરેશન માટે વધુ સારી માનવામાં આવે છે. આ સેમી-ઓટોમેટિક જેવી સ્પીડ આપે છે. તેનો મોટાભાગનો ઉપયોગ શિકાર અને બાયથલોન જેવી રમતોમાં ખૂબ જ લોકપ્રિય છે. આ યુરોપમાં ખૂબ સામાન્ય છે અને અમેરિકામાં તાજેતરમાં લોકપ્રિય થઈ રહી છે.

બોલ્ટ-એક્શન રાઇફલમાં ગોળી લોડ કરવા અને ખાલી કારતૂસ કાઢવા માટે બોલ્ટ હેન્ડલને ઉપર ઉઠાવવું, પાછળ ખેંચવું, આગળ ધકેલવું અને પછી નીચે ફેરવીને લોક કરવું પડે છે. આમાં 4 મૂવમેન્ટ હોય છે.

બોલ્ટ-એક્શન રાઇફલમાં ગોળી લોડ કરવા અને ખાલી કારતૂસ કાઢવા માટે બોલ્ટ હેન્ડલને ઉપર ઉઠાવવું, પાછળ ખેંચવું, આગળ ધકેલવું અને પછી નીચે ફેરવીને લોક કરવું પડે છે. આમાં 4 મૂવમેન્ટ હોય છે.

વડાપ્રધાને ઓસ્ટ્રેલિયન હીરો અહેમદ સાથે મુલાકાત કરી

વડાપ્રધાને હોસ્પિટલમાં ઓસ્ટ્રેલિયન હીરો કહેવાતા અહેમદ અલ અહેમદ સાથે મુલાકાત કરી અને કહ્યું કે તે વ્યક્તિને મળવું ખૂબ મોટું સન્માન હતું જેણે બોન્ડીના હુમલાખોરોમાંથી એક પર ઘાત લગાવી હુમલો કર્યો અને તેની પાસેથી રાઇફલ છીનવી લીધી.

કોગારાહની સેન્ટ જ્યોર્જ હોસ્પિટલની બહાર PMએ કહ્યું, “તે એક સાચા ઓસ્ટ્રેલિયન નાયક છે.” અહેમદ આડેધડ ફાયરિંગ કરી રહેલા આતંકવાદી સાજીદ અકરમ સામે નિઃશસ્ત્ર ભીડાઈ ગયા.

તેમણે હિંમત બતાવીને પાછળથી આતંકવાદી પર ઝપટ મારી અને તેની પાસેથી બંદૂક છીનવી લીધી, જેનાથી ઘણા લોકોને સુરક્ષિત બહાર નીકળવાની તક મળી ગઈ. આ હુમલામાં એક આતંકવાદી સહિત 16 લોકોના મોત થયા છે.

લોકો હવે અહેમદને ‘ઓસ્ટ્રેલિયાનો નવો હીરો’ કહી રહ્યા છે. જ્યારે અહેમદ આતંકવાદી સાજિદ સાથે મુકાબલો કરવા જઈ રહ્યા હતા, ત્યારે તેમના ભાઈએ તેમને રોક્યા હતા. ત્યારે તેમણે કહ્યું હતું, ‘જો મને કંઈ થાય તો પરિવારને કહેજો કે હું લોકોનો જીવ બચાવતા માર્યો ગયો.’

વડાપ્રધાને હોસ્પિટલમાં અહેમદ સાથે મુલાકાત કરી.

વડાપ્રધાને હોસ્પિટલમાં અહેમદ સાથે મુલાકાત કરી.

આતંકવાદીઓના પાકિસ્તાની મૂળના હોવાની શંકા

આ ઘટનામાં સામેલ બંને આતંકવાદીઓની ઓળખ થઈ ગઈ છે. આ પિતા-પુત્ર છે. પોલીસને તેમના પાકિસ્તાની મૂળના હોવાની શંકા છે. આતંકવાદીઓએ રવિવારે બોન્ડી બીચ પર હનુક્કા ફેસ્ટિવલ મનાવી રહેલા લોકો પર ફાયરિંગ કર્યું હતું. આ પછી જવાબી કાર્યવાહીમાં પોલીસે 50 વર્ષીય સાજિદ અકરમને ઘટનાસ્થળે જ ગોળી મારી દીધી, જેના કારણે તે ત્યાં જ ઢળી પડ્યો. જ્યારે, તેની સાથે ફાયરિંગ કરી રહેલો તેનો 24 વર્ષીય પુત્ર નવીદ અકરમ પોલીસની ગોળીથી ઘાયલ થયો, તે હોસ્પિટલમાં ગંભીર હાલતમાં છે.

ગોળીઓ વરસાવતા પહેલા આતંકવાદીએ માતાને જૂઠું કહ્યું હતું

નવીદે હુમલાના થોડા કલાકો પહેલા તેની માતા સાથે વાત કરી હતી. ધ સિડની મોર્નિંગ હેરાલ્ડ અનુસાર, તેણે તેની માતાને કહ્યું હતું કે તે તરવા ગયો છે અને હવે જમવા જઈ રહ્યો છે.

સિડનીમાં જ્યારે પોલીસ તેમના ઘરને ઘેરી રહી હતી, ત્યારે હુમલાખોરની માતા વેરેનાએ મીડિયા સાથે વાત કરી. તેમણે જણાવ્યું કે તેમના પુત્ર નવીદે તેમને રવિવારે સવારે છેલ્લી વાર ફોન કર્યો હતો. તે સમયે તે તેના પિતા સાજિદ અકરમ સાથે જર્વિસ બેમાં વીકએન્ડ ટ્રિપ પર હતો.

વેરેના એ કહ્યું, “તેણે મને રવિવારે ફોન કર્યો અને કહ્યું, મમ્મી, હું હમણાં જ તરીને આવ્યો છું. મેં સ્કુબા ડાઇવિંગ કર્યું. હવે અમે જમવા જઈ રહ્યા છીએ. પછી તેણે કહ્યું કે ખૂબ ગરમી છે, તેથી હવે અમે ઘરે જ રહીશું.”

આના થોડા કલાકો પછી, સાજિદ અને નવીદ બંનેએ બોન્ડી બીચ પર હનુક્કા કાર્યક્રમ દરમિયાન ગોળીબાર શરૂ કરી દીધો.

આ તસવીર 24 વર્ષના આતંકવાદી નવીદ અકરમની છે. તે સ્નાઈપર ગનથી લોકોને નિશાન બનાવી રહ્યો હતો.

આ તસવીર 24 વર્ષના આતંકવાદી નવીદ અકરમની છે. તે સ્નાઈપર ગનથી લોકોને નિશાન બનાવી રહ્યો હતો.

માતા બોલી- દરેક માતા ઈચ્છશે કે તેનો દીકરો મારા દીકરા જેવો હોય

વેરેનાએ કહ્યું કે તે ક્રાઈમ સાઈટ પર લેવાયેલી તસવીરોમાં પોતાના દીકરાને ઓળખી શકી નહોતી. તેને વિશ્વાસ નથી થઈ રહ્યો કે તેનો દીકરો હિંસામાં સામેલ હોઈ શકે છે.

તેણે કહ્યું, “તેની પાસે કોઈ બંદૂક નથી. તે બહાર પણ ફરતો નથી. તે મિત્રો સાથે રહેતો નથી. તે દારૂ પીતો નથી, સિગારેટ પીતો નથી. તે ખરાબ જગ્યાઓ પર જતો નથી. તે કામ પર જાય છે, ઘરે આવે છે અને બસ આ જ તેની જિંદગી છે.”

વેરનેએ કહ્યું કે કોઈ પણ માતા ઈચ્છશે કે તેનો દીકરો મારા દીકરા જેવો હોય. કારણ કે તે એક સારો છોકરો છે. તેણે કહ્યું કે નવીદ લગભગ બે મહિનાથી બેરોજગાર હતો. જે કન્સ્ટ્રક્શન કંપનીમાં તે ઈંટ લગાવવાનું કામ કરતો હતો, તે બંધ થઈ ગઈ હતી. આ પછી તે સતત નવી નોકરીની શોધ કરી રહ્યો હતો.

અધિકારીઓનું કહેવું છે કે હુમલા પાછળનું કારણ હજુ પણ શોધી કાઢવામાં આવી રહ્યું છે. આ ઘટનાથી આખું ઓસ્ટ્રેલિયા હચમચી ગયું છે અને દેશભરમાં ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

ઓસ્ટ્રેલિયન મંત્રી બોલ્યા- સાજીદ રેસિડેન્ટ રિટર્ન વિઝા પર રહી રહ્યો હતો

ઓસ્ટ્રેલિયાના ગૃહમંત્રી ટોની બર્કે ખુલાસો કર્યો છે કે સાજીદ અકરમ 1998માં વિદ્યાર્થી વિઝા પર ઓસ્ટ્રેલિયા આવ્યો હતો. તેણે વેરેના નામની ઓસ્ટ્રેલિયન મહિલા સાથે લગ્ન કર્યા અને તેના વિઝા પાર્ટનર વિઝામાં બદલી નાખ્યા. ત્યારથી તે રેસિડેન્ટ રિટર્ન વિઝા પર હતો. એટલે કે સાજીદ અકરમ પાસે ઓસ્ટ્રેલિયાની નાગરિકતા નહોતી.

બર્કે એ જણાવ્યું નહોતું કે અકરમ ઓસ્ટ્રેલિયામાં ક્યાંથી આવીને વસ્યો હતો. જોકે તેમણે કહ્યું કે એવી ખબરો છે કે તે પાકિસ્તાનથી આવ્યો હતો. અકરમના પુત્ર નવીદનો જન્મ 2001માં ઓસ્ટ્રેલિયામાં થયો હતો. તે એક ઓસ્ટ્રેલિયન નાગરિક છે.

હનુક્કા ફેસ્ટિવલ મનાવી રહેલા યહૂદીઓને નિશાન બનાવવામાં આવ્યા

રવિવારે ઘટના સમયે યહૂદી સમુદાયના લોકો હનુક્કા ફેસ્ટિવલ મનાવી રહ્યા હતા. આ યહૂદીઓનો ખાસ તહેવાર છે, જે 14 ડિસેમ્બરથી શરૂ થયો હતો.

બોન્ડી બીચ પર થયેલી સામૂહિક ગોળીબારની ઘટના બાદ મેલબોર્નમાં આયોજિત થનારો હનુક્કા ફેસ્ટિવલ રદ કરવામાં આવ્યો.

ઓસ્ટ્રેલિયાની કુલ યહૂદી વસ્તી આશરે 1,17,000-1,20,000 છે, જેમાંથી લગભગ અડધી (53,000 થી 60,000) મેલબોર્ન શહેરમાં રહે છે.

2021ની વસ્તી ગણતરીમાં વિક્ટોરિયા (જેમાં મેલબોર્ન મુખ્ય છે)માં 46,000 યહૂદીઓ નોંધાયા હતા, પરંતુ નિષ્ણાતોનો અંદાજ છે કે વાસ્તવિક સંખ્યા 60,000ની આસપાસ છે.



Source link