હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (HUDA) મુદ્દે વિરોધ બાદ રાજ્ય સરકારે હિંમતનગર ઓથોરિટીનો નિર્ણય સ્થગિત કર્યો – After protests over Himmatnagar Urban Development Authority (HUDA) issue, state government suspends Himmatnagar Authority’s decision | ગાંધીનગર
Last Updated:
હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (HUDA) મુદ્દે વિરોધ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે હાલ HUDA બનાવવાનો નિર્ણય સ્થગિત કર્યો.
ગાંધીનગર : હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (HUDA)ના વિરોધને લઈને સરકાર એક્શન મોડમાં આવી છે. આજે હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (HUDA) સંબંધિત ગામોના આગેવાનો-ગ્રામજનો સાથે રાજ્ય સરકારના મંત્રીઓ દ્વારા મહત્વપૂર્ણ બેઠક ગાંધીનગર ખાતે યોજાઈ હતી. આ બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રચાયેલી કમિટીના સભ્યો કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા અને કેબિનેટ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા ઉપસ્થિત રહ્યાં હતા. HUDA મુદ્દે રજૂઆત માટે આવેલા આગેવાનો તથા ગ્રામજનોના તમામ મુદ્દાઓ કાળજીપૂર્વક સાંભળીને રાજ્ય સરકારે હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી બનાવવાના નિર્ણયને હાલ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, HUDA અંગે 11 ગામના ગ્રામજનો અને આગેવાનો સાથે છેલ્લા કેટલાય દિવસથી વાર્તાલાપ થઈ રહ્યો છે. જેમાં સરકાર સમક્ષ HUDA અંગે વિવિધ વિષયો વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. રાજ્ય સરકારે આ બેઠકમાં ચારેય મંત્રીઓ કમિટી સાથે વિચાર વિમર્શ કરીને હાલ પૂરતો હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી બનાવવાના નિર્ણયને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. અગાઉના મુખ્યમંત્રી આનંદીબેન પટેલના સમયમાં પણ આ વિરોધને કારણે અસ્થાયી નિર્ણય લેવામાં આવ્યો હતો.
Gandhinagar,Gujarat
December 17, 2025 11:43 PM IST
