એ…ધડામ કરતા પડ્યો આ શેર, 5 કે 10 નહીં, ઓલ ટાઈમ હાઈથી 80% શેર તૂટતા રોકાણકારો રીતસરના હચમચી ગયા! – easy trip planners stock has lost 80 percent from its all time high | વેપાર


Last Updated:

Easy Trip Planners Share Price: ઓનલાઇન ટ્રાવેલ પ્લેટફોર્મના બિઝનેસ સાથે જોડાયેલી કંપની ઈઝી ટ્રીપ પ્લાનર્સ (Easy Trip Planners)નો શેર તેના ઓલ ટાઇમ હાઇથી 80% તૂટી ચૂક્યો છે.

Easy Trip Planners
Easy Trip Planners

Easy Trip Planners Share Price: ઓનલાઇન ટ્રાવેલ પ્લેટફોર્મના બિઝનેસ સાથે જોડાયેલી કંપની ઈઝી ટ્રીપ પ્લાનર્સ (Easy Trip Planners)નો શેર તેના ઓલ ટાઇમ હાઇથી 80% તૂટી ચૂક્યો છે. આ પણ એવો જ શેર છે, જેમાં લિસ્ટિંગ બાદ જોરદાર તેજી જોવા મળી હતી, જે લાંબા સમય સુધી ટકી ન શકી. પરિણામે અચાનક શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો અને શેર 1 વર્ષમાં આશરે 55% નીચે લપસી ગયો છે.

કંપનીના બિઝનેસ પર નજર કરીએ તો તે ઓનલાઈન ટ્રાવેલ પ્લેટફોર્મમાં બિઝનેસ કરે છે. ફ્લાઇટ્સ, હોટેલ, હોલિડે પેકેજ સાથે જોડાયેલી સુવિધાઓ આપે છે. ટ્રેન, બસ, કેબ, ચાર્ટરની સાથે વિઝા સર્વિસ પણ પૂરી પાડે છે. તમને યાદ હશે કે 2020 પછીથી જ ટ્રાવેલ અને હોસ્પિટાલિટીની થીમ ખૂબ ઝડપથી ચાલી રહી હતી અને આ થીમ્સ સાથે જોડાયેલા શેરમાં પણ તેજી જોવા મળી હતી.

કોર્પોરેટ એક્શનના કારણે શેર ચર્ચામાં

જોકે, કોર્પોરેટ એક્શનના કારણે આ શેર ઘણો ચર્ચામાં રહ્યો છે. કંપનીએ ફેબ્રુઆરી 2022માં 1:1ના રેશિયોમાં બોનસ શેર આપવાની જાહેરાત કરી હતી. નવેમ્બર 2022માં કંપનીએ 3:1માં સ્ટોક સ્પ્લિટની જાહેરાત કરી હતી. તેમજ નવેમ્બર 2024માં એક વાર ફરીથી કંપનીએ 1:1ના રેશિયોમાં બોનસ જાહેર કર્યું હતું. તો શેરબજારે પણ આ સમાચારો પર પોઝિટિવ રિએક્ટ કર્યું હતું, પરંતુ અસલી મુશ્કેલી ત્યારે શરૂ થઈ જ્યારે કંપનીમાં પ્રમોટર્સે ઓપન માર્કેટમાં પોતાની હિસ્સેદારી વેચવાનું શરૂ કર્યું.

પ્રમોટરે પોતે શેર વેચી નાખ્યા!

પ્રમોટર નિશાંત પિટ્ટીએ ડિસેમ્બર 2024માં 15.7 રૂપિયા પ્રતિ શેરના ભાવે 1.4% હિસ્સેદારી વેચી હતી. સપ્ટેમ્બર 2025માં 38 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર 14 ટકા હિસ્સેદારી વેચી હતી. મુશ્કેલી ત્યારે વધી જ્યારે નિશાંત પિટ્ટીએ કંપનીના CEO પદ પરથી રાજીનામું આપ્યું હતું. જોકે, નિશાંત પિટ્ટીની જગ્યા રિકાંત પિટ્ટીએ સંભાળી હતી. પરંતુ નિશાંત પિટ્ટીના રાજીનામા બાદ શેરનું પર્ફોર્મન્સ ડગમગી ગયું છે. જો આપણે કંપનીના રેવેન્યુ ગ્રોથની વાત કરીએ તો તેમાં સતત વાર્ષિક ધોરણે ઘટાડો જોવા મળ્યો છે. નાણાકીય વર્ષ 2026ના પ્રથમ 3 મહિનામાં રેવેન્યુ ગ્રોથમાં 25 ટકાનો અને બીજા ત્રણ મહિનામાં 19 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી શેરબજારની જાણકારી ફક્ત સામાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *