Shashi Tharoor slams BCCI over match cancellation | મેચ રદ થવા પર શશિ થરૂરે BCCIને ઘેર્યું: કહ્યું- મેચ તિરુવનંતપુરમમાં થવી જોઈતી હતી; અખિલેશ યાદવે સરકારને જવાબદાર ઠેરવી
સ્પોર્ટ્સ ડેસ્ક11 કલાક પેહલા
- કૉપી લિંક

ભારત-સાઉથ આફ્રિકા મેચ ધુમ્મસના કારણે રદ થયા બાદ કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે BCCI પર નિશાન સાધ્યું છે. આ મેચ 17 ડિસેમ્બરે લખનઉના ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાવાની હતી, પરંતુ ગાઢ ધુમ્મસના કારણે ટૉસ પણ થઈ શક્યો ન હતો. આ ઉપરાંત, થરૂર સિવાય ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સરકારને ઘેરી છે.
આ મેચ તિરુવનંતપુરમમાં યોજવી જોઈતી હતી- થરૂર

થરૂરે લખનઉમાં હવાની ગુણવત્તાની ટીકા કરી છે અને આવી પરિસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય મેચની યજમાની સોંપવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે X પર લખ્યું, ક્રિકેટ ચાહકો લખનઉમાં ભારત vs દક્ષિણ આફ્રિકા મેચ શરૂ થવાની વ્યર્થ રાહ જોઈ રહ્યા છે. ઉત્તર ભારતના મોટાભાગના શહેરોમાં ગાઢ ધુમ્મસ અને 411 AQIને કારણે વિઝિબિલિટી એટલી ખરાબ છે કે ક્રિકેટ મેચ શક્ય નથી. તેમને (BCCI) આ મેચ તિરુવનંતપુરમમાં આયોજિત કરવી જોઈતી હતી, જ્યાં AQI લગભગ 68 છે.
દિલ્હીનું પ્રદૂષણ હવે લખનઉ સુધી પહોંચી ગયું- અખિલેશ યાદવ

અખિલેશ યાદવે X પર લખ્યું, દિલ્હીનું પ્રદૂષણ હવે લખનૌ સુધી પહોંચી ગયું છે. આથી લખનૌમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાઈ રહી નથી. ખરેખર તેનું કારણ ધુમ્મસ કે ફોગ નહીં, પણ સ્મોગ છે.
અમે લખનૌની શુદ્ધ હવા માટે જે પાર્ક બનાવ્યા હતા, ભાજપ સરકાર ત્યાં પણ ઇવેન્ટબાજી કરાવીને તેમને બરબાદ કરવા માંગે છે. ભાજપના લોકો ન તો માણસના સગા છે, ન તો પર્યાવરણના. મોં ઢાંકી લો કે તમે લખનઉમાં છો.
દર્શક બોલ્યો- ત્રણ બોરા ઘઉં વેચીને મેચ જોવા આવ્યા મેચ રદ થવાથી દર્શકોમાં ભારે નારાજગી અને આક્રોશ છે. તેમણે પૈસા પાછા આપવાની માગ કરી. એક દર્શકે જણાવ્યું કે અમે ત્રણ બોરા ઘઉં વેચીને મેચ જોવા આવ્યા છીએ, અમારા ટિકિટના પૈસા પાછા આપો. અન્ય ઘણા દર્શકોએ પણ આ જ પ્રકારની માગણી કરી.
સાધુ-સંતો પણ મેચ જોવા પહોંચ્યા હતા સચિન તેંડુલકરના ફેન સુધીર શંખ લઈને આવ્યા હતા. તેમણે ભારતની જીત માટે શંખનાદ કર્યો. સાધુ-સંતો પણ મેચ જોવા પહોંચ્યા હતા, પરંતુ ધુમ્મસે મજા બગાડી દીધી.