સાબરમતી નદી ખનીજચોરી: સરકારી કર્મચારીઓ પર હુમલો કરનાર નિકુભા ગેંગના ચાર સામે ગુજસીટોકનો ગુનો – Sabarmati River mineral theft: Four members of Nikubha gang who attacked government employees booked for Gujsitok | સાબરકાંઠા


Last Updated:

સાબરમતી નદીમાંથી ખનીજચોરી અટકાવવા કામ કરતા સરકારી કર્મચારીઓ પર હુમલો કરનાર નિકુભા ગેંગના ચાર વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો એલસીબીએ નોંધીને વધુ તપાસ હાથ ધરી.

સરકારી અધિકારીઓ પર હુમલો
સરકારી અધિકારીઓ પર હુમલો

સાબરકાંઠા : જિલ્લામાં સાબરમતી નદીમાંથી ખનીજચોરી અટકાવવા માટે ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ અવારનવાર સ્થળ મુલાકાતે જતા હતા. આ તપાસ દરમિયાન નિકુભા ગેંગના ચાર શખ્સો સરકારી કર્મચારીઓ પર હુમલાખોર ગુના આચરતા ઝડપાયા હતા. એલસીબીએ નિકુભા ગેંગના ચારેય શખ્સો વિરુદ્ધ ગુજસીટોકની કલમો હેઠળ કડક કાર્યવાહી હાથ ધરી છે.

ગુનેગારો પરત લાવવા કાર્યવાહી

પ્રાંતિજ તાલુકાના નવાપુરા(સીતવાડા) ગામના નિકુભા ગેંગના ચાર શખ્સો નરેન્દ્ર સિંહ ઉર્ફે નિકુ સિંહ જસવંત સિંહ રાઠોડ, ભવાનસિંહ અભેસિંહ રાઠોડ, દિગ્વિજય સિંહ કરણ સિંહ રાઠોડ અને રણજીત સિંહ રતન સિંહ રાઠોડે ખનીજચોરી અટકાવવા માટે ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ સાથે ઝઘડો કરી મારામારી અને ખૂનની કોશિશ જેવા ગંભીર ગુના આચર્યા હતા.

એલસીબીએ આરોપીને ઝડપ્યા

આ શખ્સો સામે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં 15 ગુના નોંધાઈ ચૂક્યા હતા. જિલ્લા પોલીસવડાએ આ ઘટનાને ગંભીરતાથી લઈને સાબરમતી નદીમાંથી ખનીજચોરી કરતા તત્વો સામે સખ્તાઈથી કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. આના પગલે એલસીબીએ નિકુભા ગેંગના ચારેય શખ્સો વિરુદ્ધ ગુજસીટોક 2015 હેઠળ ગુનો દાખલ કરીને તેમની અટકાયત કરી છે.

ખનીજચોરોમાં ફફડાટ

નિકુભા ગેંગના ઝડપાયેલા શખ્સોની અટકાયત બાદ ખનીજચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. આ કાયદાકીય કાર્યવાહીને કારણે આગામી સમયમાં ખનીજચોરીના કિસ્સાઓમાં ઘટાડો થવાની શક્યતા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *