India South Africa T20 Match Narendra Modi Stadium Teams Arrive Ahmedabad Security Metro Extended PHOTOS | ઈન્ડિયા-સાઉથ આફ્રિકાની ટીમ અમદાવાદ પહોંચી: ITC નર્મદા અને હયાત રેજન્સીમાં રોકાશે, મેટ્રો રાત્રે 12.30 સુધી દોડશે; આવતીકાલે છેલ્લી T20 – Ahmedabad News


પાંચમી ટી-20 મેચ માટે ઈન્ડિયા અને સા.આફ્રિકાની ટીમો આજે અમદાવાદ પહોંચી.

ઈન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે પાંચ ટી-20 મેચોની સીરિઝની પાંચમી અને અંતિમ મેચ શુક્રવારે નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાશે. જેના માટે ઈન્ડિયા અને સાઉથ આફ્રિકાની બંને ટીમો આજે અમદાવાદ આવી પહોંચી. ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ અમદાવાદ એરપોર્ટથી સીધા ITC નર્મ

.

હાર્દિક પંડ્યા પોતાની રૂમર્ડ ગર્લફ્રેન્ડ સાથે જોવા મળ્યા

હાર્દિક પંડ્યા પોતાની રૂમર્ડ ગર્લફ્રેન્ડ સાથે જોવા મળ્યા

જ્યારે સાઉથ આફ્રિકાની ટીમ હયાત રેજન્સીમાં રોકાશે. અમદાવાદ એરપોર્ટ પર હાર્દિક પંડ્યા, ઋષભ પંત, શુભમન ગિલ સહિતના ખેલાડીઓ જોવા મળ્યા. હાર્દિક પંડ્યા પોતાની રૂમર્ડ ગર્લફ્રેન્ડ સાથે જોવા મળ્યા. ટીમ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા બંને ટીમ હોટેલ જવા માટે રવાના થઈ ગઈ છે.

સાઉથ આફ્રિકા ટીમ હોટેલ જવા માટે રવાના થઈ ગઈ

સાઉથ આફ્રિકા ટીમ હોટેલ જવા માટે રવાના થઈ ગઈ

અમદાવાદ પોલીસ દ્વારા મેચની સુરક્ષા અને ટ્રાફિકને લઈ પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ મેટ્રો દ્વારા પણ મેચને લઈ સમયમાં વધારો કરવામાં આવ્યો છે. નાઈટ મેચ હોવાથી અમદાવાદ મેટ્રો રાત્રિના 12.30 કલાક સુધી દોડશે.

સીરિઝની પાંચમી અને અંતિમ મેચ અમદાવાદજના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

સીરિઝની પાંચમી અને અંતિમ મેચ અમદાવાદજના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

બંને ટીમોનું આજે અમદાવાદમાં આગમન ઈન્ડિયા અને સાઉથ આફ્રિકાની બંને ટીમો આજે સાંજે અમદાવાદ આવી પહોંચી. ઈન્ડિયન ટીમ માટે ITC નર્મદામાં અને સાઉથ આફ્રિકાની ટીમ માટે હયાત રેજન્સીમાં રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી છે. બંને ટીમોના ખેલાડીઓને આવકારવા હોટલ દ્વારા ખાસ તૈયારીઓ કરાઈ હતી. આજે અમદાવાદ પહોંચ્યા બાદ ટીમ તરફથી કોઈ પ્રેકટિસ કે પ્રેસ કોન્ફરન્સ કરાશે નહીં.

મેચ દરમિયાન વાહનોને લઈ જાહેરનામું નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં શુક્રવારે યોજાનારી ટી-20 મેચમાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર થવાની હોય પોલીસ કમિશનર દ્વારા વાહનવ્યવહારને લઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જનપથ ટી થી મોટેરા સ્ટેડીયમ મુખ્ય ગેટ થઈ કૃપા રેસીડેન્સી ટી થઈ મોટેરા ગામ ટી સુધીનો જતો આવતો માર્ગ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત રહેશે.

શુક્રવારે યોજાનારી મેચને લઈ મેટ્રો મોડી રાત સુધી ચાલુ રહેશે શુક્રવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી પાંચમી ટી-20 મેચને ધ્યાનમાં રાખી મેટ્રોનો સમય રાત્રિના 12.30 સુધી લંબાવવામાં આવ્યો છે.

અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓની હાલની સમયમર્યાદા સવારે 6:20 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી છે. રાત્રિના 10 વાગ્યાથી મધ્યરાત્રિના 12:30 વાગ્યા સુધીના લંબાયેલ સમય દરમ્યાન માત્ર મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી મેટ્રોમાં બેસી શકાશે અને ત્યાંથી અમદાવાદ મેટ્રોના બંને કોરિડોર (મોટેરાથી એપીએમસી અને થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ)ના કોઈ પણ કાર્યરત મેટ્રો સ્ટેશન પર જઈ શકાશે.

ગાંધીનગર જવા માટે, મોટેરા સ્ટેડિયમથી સેક્ટર-1 સુધી રાત્રે બે વધારાની મેટ્રો ટ્રેન મધ્યરાત્રિના 11.40 કલાકે અને મધ્યરાત્રિના 12.10 કલાકે ઉપડશે.

મેચના દિવસે રાત્રિના 12.30 કલાક સુધી મેટ્રો દોડશે.

મેચના દિવસે રાત્રિના 12.30 કલાક સુધી મેટ્રો દોડશે.

સ્ટેડિયમથી રાત્રે પરત ફરવા માટે સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડવામાં આવી આ ઉપરાંત, જીએમઆરસીએ મેટ્રોના મુસાફરોને મુશ્કેલી ના પડે તે માટે T-20 મેચના દિવસ માટે જ મોટેરા સ્ટેડિયમથી રાત્રે પરત ફરવા, સ્પેશ્યલ પેપર ટિકિટ બહાર પાડેલ છે. સ્પેશિયલ પેપર ટિકિટની વિશેષતાઓ નીચે મુજબ છે.

  • સ્પેશ્યલ પેપર ટિકિટનું ભાડું પ્રતિ વ્યક્તિ દીઠ રૂ. 50 રહેશે, જેનો ઉપયોગ લંબાવેલ સમય દરમિયાન મોટેરા સ્ટેડિયમ અથવા સાબરમતી મેટ્રો સ્ટેશનથી અમદાવાદ મેટ્રોના બંને કોરિડોર પરના તેમજ ગાંધીનગર કોરિડોરના સેક્ટર-1 મેટ્રો સ્ટેશન સુધીના કોઈપણ કાર્યરત મેટ્રો સ્ટેશન સુધી મુસાફરી કરવા માટે થઈ શકશે.
  • સ્પેશિયલ પેપર ટિકિટ ઉપરાંત કોન્ટેક્ટલેસ સ્માર્ટ ટોકન્સ, કોન્ટેક્ટલેસ સ્માર્ટ કાર્ડ (GMRC ટ્રાવેલ કાર્ડ અને NCMC કાર્ડ), QR ડિજિટલ ટિકિટ અને QR પેપર ટિકિટ સાથેની એન્ટ્રી પણ રાબેતા મુજબ રાત્રે 10:00 વાગ્યા સુધી નિયમિત ભાડા પર ઉપલબ્ધ રહેશે. કિઓસ્ક, ટોકન વેન્ડિંગ મશીન, ટિકિટ કાઉન્ટર, મોબાઇલ એપ થી અગાઉથી ખરીદેલી ટિકિટ (QR/TOKEN) રાત્રિ ના 10:00 વાગ્યા પછી માન્ય રહેશે નહીં.
  • રાત્રિના 10:00 વાગ્યા પછી મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનમાં પ્રવેશ કરવા માટે માત્ર સ્પેશ્યલ પેપર ટિકિટ માન્ય રહેશે.
  • સ્પેશ્યલ પેપર ટિકિટ મેચના દિવસ દરમ્યાન નિરાંત ક્રોસ રોડ, એપેરલ પાર્ક, કાલુપુર, ઓલ્ડ હાઇકોર્ટ, થલતેજ, મોટેરા, સાબરમતી, રાણીપ, વાડજ, જીવરાજ પાર્ક, જીએનએલયુ, ઇન્ફોસિટી અને સેક્ટર-1 મેટ્રો સ્ટેશનો પરથી અગાઉથી ખરીદી શકાશે, જેથી પરત ફરતી વખતે મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન ખાતે ટિકિટ માટે લાઇનમાં ઉભા રહેવાનું ટાળી શકાય.
  • મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનથી એપીએમસી મેટ્રો સ્ટેશન તરફની છેલ્લી ટ્રેન મધ્યરાત્રિના 12:30 વાગ્યે તેમજ સેક્ટર-1 મેટ્રો સ્ટેશન તરફની છેલ્લી ટ્રેન મધ્યરાત્રિએ 12:10 વાગ્યે ઉપડશે.

અમદાવાદમાં 19મી ડિસેમ્બરે હવામાન કેવું રહેશે? 17મી ડીસેમ્બરે લખનઉમાં રમાનારી ચોથી ટી-20 મેચધુમ્મસના કારણે રદ કરવામાં આવી હતી. લખનઉના ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં બુધવારે સાંજે 7 વાગ્યાથી રમાવાની હતી, પરંતુ ગાઢ ધુમ્મસના કારણે ટોસ પણ થઈ શક્યો નહીં. અમ્પાયરોએ 6 વાર સ્થિતિનું નિરીક્ષણ કર્યું, પરંતુ રાત્રે 9:30 વાગ્યા સુધી સ્થિતિમાં સુધારો ન થતા મેચ રદ કરી દેવામાં આવી હતી.

લખનૌમાં ચોથી ટી-20 મેચ ધુમ્મસના કારણે રદ કરવામાં આવી હતી.

લખનૌમાં ચોથી ટી-20 મેચ ધુમ્મસના કારણે રદ કરવામાં આવી હતી.

સીરિઝની અંતિમ પાંચમી ટી-20 મેચ શુક્રવારે 19મી ડીસેમ્બરે અમદાવાદમાં રમાવાની છે. ત્યારે હવામાન વિભાગના મતે મહત્તમ તાપમાન 29 ડિગ્રી અને લઘુતમ તાપમાન 16 ડિગ્રી રહેવાની સંભાવના છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *