Suryakumar Yadav on Current Form: ‘The Day I Blast, You All Know What Happens’ PHOTOS | ‘જ્યારે હું ફાટીશ ને…!’: અમદાવાદમાં આઉટ ઓફ ફોર્મના સવાલ પર સૂર્યકુમાર યાદવના ચોગ્ગા-છગ્ગા: સ્પીચ વાયરલ


1 કલાક પેહલા

  • કૉપી લિંક

ભારતીય T-20 ટીમનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ છેલ્લા કેટલાક સમયથી આઉટ ઓફ ફોર્મ ચાલી રહ્યો છે. તાજેતરમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમાયેલી સિરીઝમાં પણ સૂર્યાનું બેટ ચાલ્યું નહોતું. આ પહેલાની મેચોમાં પણ સૂર્યા એવું પ્રદર્શન કરી શક્યો નથી, જેના માટે તે જાણીતો છે. આ વર્ષે સૂર્યકુમાર યાદવે 20 મેચોની 18 ઇનિંગ્સમાં 14.20ની એવરેજથી માત્ર 213 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 125નો છે અને તેના બેટથી કોઈ ફિફ્ટી પણ નથી આવી.

સૂર્યાનું આઉટ ઓફ ફોર્મ હોવું ટીમ માટે ચિંતાની વાત સૂર્યકુમાર યાદવનું આઉટ ઓફ ફોર્મ હોવું ભારત માટે ચિંતાની વાત છે, પરંતુ કેપ્ટન સૂર્યા પોતાના ફોર્મને લઈને ચિંતિત નથી. સૂર્યાનું કહેવું છે કે આ તેના માટે લર્નિંગ સ્ટેજ છે. હું અત્યારે તે જ કરી રહ્યો છું. તેણે એમ પણ કહ્યું કે ટીમના 14 અન્ય ખેલાડીઓ મારી ખોટ પૂરી કરી રહ્યા છે.

સૂર્યકુમાર યાદવે આ નિવેદન અમદાવાદ સ્થિત GLS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત દરમિયાન આપ્યું હતું. આ દરમિયાન કેપ્ટન સૂર્યાએ લર્નિંગ પ્રોસેસ વિશે બાળકોને સારી શીખ આપી.

કેપ્ટન બોલ્યો- આ શીખવાની પ્રક્રિયા છે કેપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું, ‘એક ખેલાડી હંમેશા સારા સમયમાં નથી રહેતો. હું એવું નથી કહી રહ્યો કે અમે ખરાબ સમયમાંથી પસાર થઈએ છીએ. આ એક શીખવાની પ્રક્રિયા છે. હંમેશા એક એવો તબક્કો આવે છે જ્યારે તમને લાગે છે કે તમે શીખવાના સમયગાળામાં છો. મારા માટે પણ આ તે જ શીખવાનો સમયગાળો છે.’

સૂર્યકુમાર યાદવ બોલ્યો- જે દિવસે હું બ્લાસ્ટ થઈશ… સૂર્યકુમાર યાદવે આગળ કહ્યું, ‘થોડું ઉતાર-ચઢાવ રહ્યું છે. મારી સાથે અન્ય 14 ખેલાડીઓ આ સમયે મારા માટે કવર કરી રહ્યા છે. તેમને ખબર છે કે જે દિવસે હું બ્લાસ્ટ થઈશ, ત્યારે શું થશે, એતો તમને બધાને પણ ખબર છે.’ સૂર્યકુમાર યાદવે કહ્યું કે તેનું માનસિક વલણ અત્યારે પણ સંપૂર્ણ રીતે સકારાત્મક છે.

વધુ સારા પ્રદર્શન સાથે વાપસીની ઈચ્છા કેપ્ટન સૂર્યાએ ત્યાં હાજર વિદ્યાર્થીઓને સંબોધિત કરતા કહ્યું, ‘વિચારો, જો તમારી પરીક્ષામાં ઓછા માર્ક્સ આવે તો શું તમે સ્કૂલ છોડી દો છો? ના, તમે ફરીથી મહેનત કરો છો અને સારા માર્ક્સ લાવો છો. હું પણ તે જ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. હું વધુ સારા પ્રદર્શન સાથે વાપસી કરવા માગુ છું.’

કેપ્ટન સૂર્યાએ આ વીડિયોમાં જે નિખાલસતાથી પોતાના ખરાબ સમય વિશે વાત કરી અને જે રીતે વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા તે હવે સોશિયલ મીડિયા પર વાઇરલ થવા લાગ્યું છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *