Schools up to 12th standard in UP closed till January 1, snowfall alert in hilly areas of Uttarakhand | MP-ઝારખંડમાં તાપમાન 2.5°C: UPમાં 12મા ધોરણ સુધીની સ્કૂલો 1 જાન્યુઆરી સુધી બંધ, ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાનું એલર્ટ


  • Gujarati News
  • National
  • Schools Up To 12th Standard In UP Closed Till January 1, Snowfall Alert In Hilly Areas Of Uttarakhand

નવી દિલ્હી/ભોપાલ/લખનૌ9 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ઝારખંડના 7 જિલ્લાઓમાં આજે કોલ્ડવેવનું યલો એલર્ટ છે. રવિવારે રાંચીના કાંકેનું તાપમાન 2.5°C નોંધાયું. જ્યારે મધ્ય પ્રદેશના મંદસૌરમાં પણ તાપમાન 2.5°C નોંધાયું.

ઉત્તર પ્રદેશમાં તીવ્ર ઠંડીની અસરને કારણે રાજ્ય સરકારે ધોરણ 1 થી 12 સુધીની સ્કૂલોમાં 1 જાન્યુઆરી સુધી રજા જાહેર કરી છે. આમાં યુપી બોર્ડ, સીબીએસઈ, આઈસીએસઈ બોર્ડની સ્કૂલોનો સમાવેશ થાય છે. 18 જિલ્લાઓમાં સવારના સમયે વિઝિબિલિટી 0 રહી.

રાજસ્થાનના પણ ઘણા શહેરોમાં તાપમાન સિંગલ ડિજિટમાં રહ્યું. બીજી તરફ, ઉત્તરાખંડના ઉપરના વિસ્તારોમાં હવામાન વિભાગે હિમવર્ષાનું એલર્ટ જાહેર કર્યું છે.

આને કારણે જમ્મુ-કાશ્મીર, દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, રાજસ્થાન, મધ્ય પ્રદેશના તાપમાનમાં 2 જાન્યુઆરી સુધી ઘટાડો નોંધાશે.

DGCAએ પણ 10 ડિસેમ્બરથી 10 ફેબ્રુઆરી સુધી ધુમ્મસનું એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે, દિલ્હીમાં સવારથી ધુમ્મસની ચાદર છવાયેલી રહી. ઘણા વિસ્તારોમાં AQI 400થી ઉપર નોંધાયો.

રાજ્યોમાંથી હવામાનની તસવીરો…

ઉત્તરાખંડના હરિદ્વારમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું.

ઉત્તરાખંડના હરિદ્વારમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું.

આ તસવીર યુપીના મેરઠની છે. અહીં સવારના સમયે વિઝિબિલિટી 10 મીટરથી પણ ઓછી રહી.

આ તસવીર યુપીના મેરઠની છે. અહીં સવારના સમયે વિઝિબિલિટી 10 મીટરથી પણ ઓછી રહી.

આસામના ગુવાહાટીમાં રવિવારે સવારે ધુમ્મસ છવાયું.

આસામના ગુવાહાટીમાં રવિવારે સવારે ધુમ્મસ છવાયું.

આ તસવીર બિહારના પટના સ્ટેશનની છે. ધૂમ્મસના કારણે ટ્રેનો મોડી પહોંચી રહી છે.

આ તસવીર બિહારના પટના સ્ટેશનની છે. ધૂમ્મસના કારણે ટ્રેનો મોડી પહોંચી રહી છે.

આગામી 3 દિવસના હવામાનની સ્થિતિ…

30 ડિસેમ્બર: ધૂમ્મસમાં હળવો ઘટાડો, ઠંડી યથાવત

  • પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં સવારે ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે.
  • જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હવામાન મોટાભાગે સૂકું રહેશે, પરંતુ ઊંચા વિસ્તારોમાં તીવ્ર ઠંડી રહેશે.

31 ડિસેમ્બર: હવામાનમાં ફેરફારના સંકેતો

  • પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, મધ્ય પ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢમાં હળવું ધુમ્મસ છવાઈ શકે છે.
  • જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના.
  • ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ, જ્યારે ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાની શક્યતા, જેનાથી ઠંડી વધુ વધશે.

1 જાન્યુઆરી: વરસાદ-હિમવર્ષાની શક્યતા

  • પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, મધ્ય પ્રદેશ, ઝારખંડ અને છત્તીસગઢમાં ધુમ્મસનું એલર્ટ.
  • જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય રહેવાના સંકેત.
  • પહાડી રાજ્યોના નીચલા વિસ્તારોમાં હળવો વરસાદ, જ્યારે ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થઈ શકે છે.
  • વરસાદ, હિમવર્ષા અને ઠંડા પવનોને કારણે ઘણા વિસ્તારોમાં ઠંડી અને શીતલહેરની અસર વધી શકે છે.

રાજ્યોમાં જાણો હવામાનનો હાલ…

મધ્ય પ્રદેશ: MPના મંદસૌરમાં પારો 2.5°, જેટ સ્ટ્રીમની ઝડપ 213Kmph, ધૂમ્મસને કારણે ટ્રેનો મોડી

હિમાલયમાં હિમવર્ષા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષોભ)ની એક્ટિવિટીએ મધ્ય પ્રદેશમાં ઠંડી વધારી દીધી છે. અહીં પારો 2.5 ડિગ્રીએ પહોંચી ગયો છે, જે ગત રાત્રે મંદસૌરમાં નોંધાયો હતો. જેટ સ્ટ્રીમની ગતિ 213Kmph પર પહોંચી ગઈ છે. હવામાન વિભાગ અનુસાર ભોપાલ, ઇન્દોર, રીવા, મૌગંજ, રાજગઢ, શાજાપુર, વિદિશા, સિહોર અને સિવનીમાં કોલ્ડવેવ ચાલી રહી છે. ગ્વાલિયર, ચંબલ, સાગર અને રીવા સંભાગમાં ગાઢ ધુમ્મસ છવાયેલું છે. આ કારણે દિલ્હીથી આવતી ટ્રેનો 4 થી 5 કલાક મોડી ચાલી રહી છે.

ઉત્તરાખંડ: 6 જિલ્લામાં ધુમ્મસ: હરિદ્વાર અને ઉધમ સિંહ નગરમાં કોલ્ડ ડે, કાલથી પહાડોમાં હિમવર્ષાનું એલર્ટ

ઉત્તરાખંડના 6 જિલ્લામાં સોમવારે ધુમ્મસનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં હરિદ્વાર, ઉધમ સિંહ નગર, નૈનીતાલ, ચંપાવત, દેહરાદૂન અને પૌડીના નીચલા વિસ્તારોનો સમાવેશ થાય છે. 30 ડિસેમ્બરે ઉત્તરકાશી, ચમોલી, રુદ્રપ્રયાગ અને પિથોરાગઢમાં વરસાદ અને હિમવર્ષાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત 3200 મીટર કે તેથી વધુ ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થવાની સંભાવના છે. હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે 30 અને 31 ડિસેમ્બરથી વરસાદ-હિમવર્ષાની શક્યતાઓ બની શકે છે.

રાજસ્થાન: રાજસ્થાનમાં નવા વર્ષે વરસાદની સંભાવના: 12 જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસનું એલર્ટ; બીકાનેર, જેસલમેર સહિત ઘણા જિલ્લાઓમાં તાપમાન સિંગલ ડિજિટમાં

રાજસ્થાનમાં નવા વર્ષે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યમાં કડકડતી ઠંડીનો દોર યથાવત છે. રવિવારે બીકાનેર, જેસલમેર, બાડમેર અને ફલોદી સિવાયના બાકીના તમામ જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન સિંગલ ડિજિટમાં નોંધાયું હતું. હવામાન વિભાગે 1 જાન્યુઆરીએ 12 જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસનું એલર્ટ પણ જાહેર કર્યું છે.

હરિયાણા: હરિયાણામાં જીટી રોડ બેલ્ટના જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસ, IMD દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર; વિઝિબિલિટી 0 થી 20 મીટર, 31મીએ હવામાન બદલાશે

હરિયાણામાં સોમવારે સવારે સોનીપત સહિત અનેક જિલ્લાઓમાં આજે ફરી ગાઢ ધુમ્મસ છવાયું છે. હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યના 5 જિલ્લાઓમાં ધુમ્મસને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અન્ય જિલ્લાઓ માટે યલો એલર્ટ છે. ઘણા સ્થળોએ સવારે વિઝિબિલિટી 0 થી 20 મીટર સુધી જ રહી. આ સાથે કોલ્ડવેવની પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે.

પંજાબ: પંજાબમાં આજે પણ ધુમ્મસ-કોલ્ડવેવ: ઘણા શહેરોમાં ઝીરો વિઝિબિલિટી, 31થી વરસાદની આગાહી

પંજાબ અને ચંદીગઢમાં સોમવારે પણ લોકોને ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો સામનો કરવો પડશે. હવામાન વિભાગ મુજબ 31 ડિસેમ્બર અને નવા વર્ષના પહેલા દિવસે રાજ્યમાં કેટલીક જગ્યાએ વરસાદ પડી શકે છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન બંનેમાં ઘટાડો નોંધાયો છે. સૌથી ઓછું તાપમાન 3.4 ડિગ્રી ફરીદકોટમાં નોંધાયું છે.

છત્તીસગઢ: ઉત્તર અને મધ્ય છત્તીસગઢમાં શીતલહેરનું એલર્ટ:અંબિકાપુરમાં લઘુત્તમ તાપમાન 4.3°, મેદાની વિસ્તારોમાં રાજનાંદગાંવ સૌથી ઠંડું, અહીં રાત્રિનું તાપમાન 8.5°

છત્તીસગઢના ઉત્તરી અને મધ્ય જિલ્લાઓમાં કડકડતી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગે આગામી 48 કલાક માટે ઉત્તર અને મધ્ય છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં શીતલહેર (Cold Wave) ચાલવાની ચેતવણી જાહેર કરી છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો અંબિકાપુર રાજ્યમાં સૌથી ઠંડું રહ્યું. જ્યાં લઘુત્તમ તાપમાન 4.3°C નોંધાયું. મેદાની વિસ્તારોમાં રાજનાંદગાંવ સૌથી ઠંડું રહ્યું. અહીં રાતનું તાપમાન 8.5 ડિગ્રી રહ્યું.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *