દેશમાં કઈ તારીખથી શરૂ થઈ જશે બુલેટ ટ્રેન? અશ્ચિની વૈષ્ણવે કરી દીધો ખુલાસો- On which date will the bullet train be launched in the country? Ashchini Vaishnav revealed | ગુજરાત
ભારતીય રેલવેના ઇતિહાસમાં જલ્દી જ એક નવો અધ્યાય ઉમેરાવાનો છે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે આ માહિતી આપી હતી. તેમણે જાહેરાત કરતા કહ્યું કે, 15 August 2027ના રોજ દેશને પહેલી બુલેટ ટ્રેન મળશે. અશ્વિની વૈષ્ણવે હાસ્યભર્યા અંદાજમાં કહ્યું કે, તમે હમણાંથી જ બુલેટ ટ્રેનની ટિકિટ બુક કરી લો, આવતા વર્ષે બુલેટ ટ્રેન પણ આવી જશે. તેમણે સ્પષ્ટ કર્યું કે, આ પ્રોજેક્ટને નક્કી કરેલી સમયમર્યાદા અંદર પૂરું કરવા માટે સરકાર સંપૂર્ણ ગંભીરતાથી કામ કરી રહી છે.
