Drunk driver rams car into crowd in Bengaluru | બેંગલુરુમાં દારૂડિયા ડ્રાઇવરે ભીડ પર કાર ચડાવી: લોકો મોલની બહાર નવા વર્ષની ઉજવણી કરી રહ્યા હતા, 4 ગંભીર રીતે ઘાયલ
બેંગલુરુ1 કલાક પેહલા
- કૉપી લિંક

નવા વર્ષની રાત્રે બેંગલુરુમાં એક નશામાં ધૂત ડ્રાઈવરે ઉજવણી કરી રહેલા લોકો પક કાર ચઢાવી દીધી હતી. આ અકસ્માતમાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના બુધવારે રાત્રે લગભગ 10.15 વાગ્યે બની હતી.
આરોપીની ઓળખ 48 વર્ષીય સુનીલ કુમાર સિંહ બી તરીકે થઈ છે. આરોપી વ્યવસાયે વકીલ છે.
પોલીસે જણાવ્યું કે, ફીનિક્સ મોલ ઓફ એશિયામાંથી એક મહિન્દ્રા XUV-700 પુરપાટ ઝડપે નીકળી હતી, તે વિસ્તારમાં લોકોની ભીડ હતી.
નશામાં ધૂત ડ્રાઈવરે પહેલા ફૂટપાથ પર લગાવેલા લોખંડના બેરિકેડ્સને ટક્કર મારી અને પછી રાહદારીઓને કચડી નાખ્યા હતા.
ઘાયલોની ઓળખ અક્કમ્મા (30), ચંદ્રશેખર (36), રાજલક્ષ્મી (53) અને પ્રજ્વલ શશિધર ચાવડી (27) તરીકે થઈ છે.
ઘટનાના CCTV ફૂટેજ

વીડિયોમાં કાર ભીડમાં ઘૂસતી દેખાઈ રહી છે.

કાર લોખંડની ગ્રીલ તોડીને લોકો પર ચડી ગઈ.

અકસ્માત બાદ એકઠી થયેલી લોકોની ભીડ.
ટ્રાફિક પોલીસે ગુનો નોંધ્યો
ટ્રાફિક પોલીસે ડ્રાઈવર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 281 (જાહેર રસ્તાઓ પર બેદરકારીપૂર્વક વાહન ચલાવવું અથવા સવારી કરવી જેનાથી માનવ જીવનને જોખમ થાય) અને 125 (એ) (બેદરકારીપૂર્વક કરેલા કાર્યો જેનાથી માનવ જીવન અથવા વ્યક્તિગત સુરક્ષાને જોખમ થાય) અને ભારતીય મોટર વાહન અધિનિયમની કલમ 185 (નશામાં અથવા ડ્રગ્સના નશામાં વાહન ચલાવવું) હેઠળ ગુનો નોંધ્યો છે.
મોલના સિક્યોરિટી ઇન્ચાર્જ પણ આરોપી
પોલીસે મોલના સિક્યોરિટી ઇન્ચાર્જને પણ આરોપી બનાવ્યા છે. FIR માં કહેવામાં આવ્યું છે કે મોલ મેનેજમેન્ટે હાઈ-ફૂટફોલ ઇવેન્ટ દરમિયાન મોલની અંદર અને આસપાસ લોકો માટે યોગ્ય સુરક્ષા નિયમો લાગુ કર્યા નથી. વધુ તપાસ ચાલુ છે.
અકસ્માત સંબંધિત આ સમાચાર પણ વાંચો…
કારે મહિલા અને યુવકને કચડ્યા: ધનબાદમાં પોલ સાથે અથડાઈનેકારનો કચ્ચરઘાણ; ડ્રાઈવર ફરાર થયો

ધનબાદ જિલ્લાના બરવાઅડ્ડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેજ ગતિનો કહેર જોવા મળ્યો. સત્યમ નગર સ્થિત ધનબાદ-બરવાઅડ્ડા મુખ્ય માર્ગ પર એક બેકાબૂ કારે રોડ કિનારે ઉભેલા 25 વર્ષીય યુવક અને એક મહિલાને કચડી નાખ્યા હતા.