Several blasts in Venezuela amid conflict with America | ટ્રમ્પે વેનેઝુએલા પર મિસાઈલોથી હુમલો કરાવ્યો: 10 ફાઈટર જેટ્સે મિલિટરી ઠેકાણાઓ પર બોમ્બ વરસાવ્યા; 4 મહિનાથી બંને દેશો વચ્ચે સંઘર્ષ


કારાકાસઅમુક પળો પેહલા

  • કૉપી લિંક

વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં શનિવારે રાત્રે ઓછામાં ઓછા 7 હવાઈ હુમલા થયા છે. પહેલો હુમલો સ્થાનિક સમય મુજબ રાત્રે લગભગ 2 વાગ્યે થયો હતો.

હુમલાના એક વાઇરલ વીડિયોમાં શહેર ઉપરથી લગભગ 10 વિમાનો પસાર થતા જોવા મળ્યા, જે ઓછી ઊંચાઈ પર ઉડી રહ્યા હતા. રોયટર્સ અનુસાર, શહેરના ઘણા વિસ્તારોમાં જોરદાર અવાજો સંભળાયા, જ્યારે એક મોટા સૈન્ય અડ્ડા નજીક આવેલા દક્ષિણી વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ.

ધમાકાઓ પછી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં લોકો ગભરાઈને રસ્તાઓ પર આવી ગયા. હાલ એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે ધમાકાઓનું કારણ શું હતું.

વેનેઝુએલા સરકાર તરફથી આ ઘટના પર તરત કોઈ પ્રતિક્રિયા આવી નથી. જોકે, એવું માનવામાં આવી રહ્યું છે કે આ હુમલા અમેરિકા તરફથી થયા છે.

વેનેઝુએલા અને અમેરિકા વચ્ચે સંઘર્ષ વધ્યો

આ ઘટના એવા સમયે બની છે, જ્યારે વેનેઝુએલા અને અમેરિકા વચ્ચે સંઘર્ષ વધ્યો છે. અમેરિકાએ વેનેઝુએલા નજીક સમુદ્રમાં સૈનિકો, વિમાનો અને યુદ્ધ જહાજો તૈનાત કર્યા છે.

આ દરમિયાન અમેરિકી સેનાએ ઘણી નાની બોટ પર હુમલા કર્યા, જેના વિશે અમેરિકાનો દાવો છે કે તેઓ ડ્રગ્સની હેરાફેરીમાં સામેલ હતી. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 105 લોકોનાં મોત થયા છે.

ધમાકાની તસવીરો…

વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં શનિવારે એક પછી એક ધડાકા થયા

વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં શનિવારે એક પછી એક ધડાકા થયા

હુમલા બાદ રાજધાની કારાકાસમાં લગભગ 10 વિમાન ઓછી ઊંચાઈએ ઉડતા જોવા મળ્યા.

હુમલા બાદ રાજધાની કારાકાસમાં લગભગ 10 વિમાન ઓછી ઊંચાઈએ ઉડતા જોવા મળ્યા.

ધમાકા બાદ આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા

ધમાકા બાદ આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા

ધડાકાનો અવાજ સાંભળ્યા બાદ રાજધાની કારાકાસમાં લોકો રસ્તાઓ પર ભાગતા જોવા મળ્યા.

ધડાકાનો અવાજ સાંભળ્યા બાદ રાજધાની કારાકાસમાં લોકો રસ્તાઓ પર ભાગતા જોવા મળ્યા.

વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં લા કાર્લોટા એરપોર્ટ નજીક પણ બોમ્બમારો થયો હતો.

વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં લા કાર્લોટા એરપોર્ટ નજીક પણ બોમ્બમારો થયો હતો.

વેનેઝુએલા પર અમેરિકી હુમલા સંબંધિત અપડેટ્સ વાંચવા માટે નીચે બ્લોગ જુઓ…

લાઈવ અપડેટ્સ

2 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ટ્રમ્પે કહ્યું- વેનેઝુએલા મોટા નૌકાદળના કાફલાથી ઘેરાયેલું છે

ટ્રમ્પે ડિસેમ્બરમાં વેનેઝુએલા પર દબાણ વધારતા પ્રતિબંધિત તેલ ટેન્કરોના વેનેઝુએલા આવવા-જવા પર સંપૂર્ણ નાકાબંધીનો આદેશ આપ્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે વેનેઝુએલા દક્ષિણ અમેરિકાના ઇતિહાસમાં અત્યાર સુધીના સૌથી મોટા નૌકાદળના કાફલાથી સંપૂર્ણપણે ઘેરાયેલું છે.

ટ્રમ્પે પોતાના ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર લખ્યું હતું કે આ ઘેરાબંધી વધુ વધશે, જ્યાં સુધી વેનેઝુએલા અમેરિકા પાસેથી ચોરાયેલું તેલ, જમીન અને અન્ય સંપત્તિઓ પાછી નહીં આપે.

તેમણે 22 ડિસેમ્બરે પત્રકારોને કહ્યું હતું કે માદુરો માટે સત્તા છોડવી સમજદારીભર્યું રહેશે, પરંતુ તેઓ જે કરવા માગે છે તે સંપૂર્ણપણે તેમના પર નિર્ભર છે.

6 મિનિટ પેહલા

  • કૉપી લિંક

દાવો- ટ્રમ્પ વેનેઝુએલા સાથે યુદ્ધની ઘોષણા કરી શકે છે

આ પહેલા અમેરિકી બ્રોડકાસ્ટર ટકર કાર્લસને દાવો કર્યો હતો કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ વેનેઝુએલા સાથે યુદ્ધની ઘોષણા કરી શકે છે. ટકર કાર્લસને આ વાત પોતાના ઓનલાઈન શો ‘જજિંગ ફ્રીડમ’માં કહી હતી.

તેમના મતે, અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે લશ્કરી ટકરાવની સ્થિતિ બની શકે છે અને રાષ્ટ્રપતિ તેને ભાષણમાં સાર્વજનિક કરી શકે છે.

આ દાવો એવા સમયે આવ્યો છે, જ્યારે અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે વેનેઝુએલા અમારા તેલ અને ઊર્જા અધિકારોને પાછા જેમને ગેરકાયદેસર રીતે છીનવી લેવામાં આવ્યા હતા.

ટ્રમ્પે કહ્યું કે વેનેઝુએલાએ 1976માં અમેરિકી તેલ કંપનીઓને બળજબરીથી હાંકી કાઢી હતી અને તેમની સંપત્તિ પણ જપ્ત કરી લીધી હતી.

6 મિનિટ પેહલા

  • કૉપી લિંક

વેનેઝુએલાના તેલ ટેન્કરો પર ટ્રમ્પની નાકાબંધી

ટ્રમ્પે વેનેઝુએલા પર દબાણ વધારતા પ્રતિબંધિત તેલ ટેન્કરોના વેનેઝુએલા આવવા-જવા પર સંપૂર્ણ નાકાબંધીનો આદેશ આપ્યો હતો.

ટ્રમ્પે પોતાના ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર લખ્યું કે વેનેઝુએલા દક્ષિણ અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટી નૌકાદળની ઘેરાબંધીથી ઘેરાયેલું છે.

આ ઘેરાબંધી વધુ વધશે, જ્યાં સુધી વેનેઝુએલા અમેરિકા પાસેથી ચોરાયેલા તેલ, જમીન અને અન્ય સંપત્તિઓ પાછી નહીં આપે.

6 મિનિટ પેહલા

  • કૉપી લિંક

વેનેઝુએલાએ 5 અમેરિકી મૂળના નાગરિકોને અટકાયતમાં લીધા

ટ્રમ્પ વહીવટીતંત્રના લશ્કરી અભિયાનના જવાબમાં વેનેઝુએલા પણ મોટા પાયે અમેરિકી નાગરિકોને અટકાયતમાં લઈ રહ્યું છે. ન્યૂયોર્ક ટાઈમ્સના એક અહેવાલ મુજબ, આ ધરપકડો કેરેબિયન સાગર અને પૂર્વ પ્રશાંત મહાસાગરમાં અમેરિકી લશ્કરી ગતિવિધિઓમાં વધારા વચ્ચે થઈ રહી છે, જે સપ્ટેમ્બર મહિનાથી શરૂ થઈ છે.

અહેવાલમાં જણાવાયું છે કે અત્યાર સુધીમાં 5 અમેરિકી મૂળના નાગરિકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે. એક અમેરિકી અધિકારીએ ન્યૂયોર્ક ટાઈમ્સને જણાવ્યું કે તમામ કેસોની સ્થિતિઓ અલગ-અલગ છે. કેટલીક ધરપકડોમાં કાયદેસરના ગુનાહિત આરોપો લાગી શકે છે, જ્યારે અમેરિકી વહીવટીતંત્ર બે અમેરિકનોને ખોટી રીતે અટકાયતમાં લેવામાં આવ્યા હોવાનું માનીને કાર્યવાહી કરવાનું વિચારી રહ્યું છે.

6 મિનિટ પેહલા

  • કૉપી લિંક

તેલ કંપનીઓને લઈને અમેરિકા-વેનેઝુએલા વચ્ચે વિવાદ

ટ્રમ્પનો દાવો છે કે વેનેઝુએલાએ અમેરિકી કંપનીઓના તેલ અધિકારો ગેરકાયદેસર રીતે છીનવી લીધા હતા. ખરેખરમાં 1976માં વેનેઝુએલાની સરકારે (રાષ્ટ્રપતિ કાર્લોસ આંદ્રેસ પેરેઝના સમયમાં) સમગ્ર તેલ ઉદ્યોગનું રાષ્ટ્રીયકરણ કરી દીધું.

એનો અર્થ એ થયો કે વિદેશી તેલ કંપનીઓ (મોટાભાગે અમેરિકી, જેમ કે એક્સૉન, ગલ્ફ ઓઇલ, મોબીલ વગેરે) જે દાયકાઓથી ત્યાં તેલ કાઢી રહી હતી, તેમના તમામ ઓપરેશન્સ અને સંપત્તિઓ વેનેઝુએલાની નવી સરકારી કંપની પેટ્રોલિયોસ ડે વેનેઝુએલા (PDVSA) પાસે જતી રહી.

આ રાષ્ટ્રીયકરણ કાયદેસર રીતે થયું અને કંપનીઓને વળતર પણ આપવામાં આવ્યું, જોકે કેટલીક કંપનીઓ આનાથી ખુશ ન હતી. તે સમયે અમેરિકી કંપનીઓએ વેનેઝુએલામાં તેલ ઉદ્યોગ વિકસાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી, તેથી કેટલાક લોકો તેને હજુ પણ અમેરિકી સંપત્તિ કહે છે.

અમેરિકાએ 10 ડિસેમ્બરે વેનેઝુએલાના એક ખૂબ મોટા ક્રૂડ ઓઇલ ટેન્કરને સ્પેશિયલ ઓપરેશન પછી જપ્ત કરી લીધું હતું.

અમેરિકાએ 10 ડિસેમ્બરે વેનેઝુએલાના એક ખૂબ મોટા ક્રૂડ ઓઇલ ટેન્કરને સ્પેશિયલ ઓપરેશન પછી જપ્ત કરી લીધું હતું.

7 મિનિટ પેહલા

  • કૉપી લિંક

અમેરિકાએ માદુરોનું તખ્તાપલટ કરાવવાની ધમકી આપી હતી

અમેરિકી અધિકારીઓનું કહેવું છે કે આવનારા દિવસોમાં વેનેઝુએલા વિરુદ્ધ ઓપરેશન શરૂ થઈ શકે છે. ટ્રમ્પ વહીવટીતંત્ર વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોનું તખ્તાપલટ પણ કરાવી શકે છે. આ માહિતી ન્યૂઝ એજન્સી રોઇટર્સે અમેરિકી અધિકારીઓને ટાંકીને આપી હતી.

અમેરિકી અધિકારીઓ અનુસાર, શરૂઆત સિક્રેટ ઓપરેશનથી થઈ શકે છે. તાજેતરના અઠવાડિયામાં અમેરિકી સેનાએ કેરેબિયન વિસ્તારમાં મોટી સંખ્યામાં જહાજો, વિમાનો અને સૈનિકો તૈનાત કર્યા છે, જેના કારણે બંને દેશો વચ્ચે સંઘર્ષની આશંકા વધી ગઈ છે.

7 મિનિટ પેહલા

  • કૉપી લિંક

વેનેઝુએલા નજીક વોરશિપ તૈનાત કરાયા

અમેરિકી સંરક્ષણ મંત્રાલયના એક અધિકારી અનુસાર, USS ગ્રેવલી, USS જેસન ડનહમ અને USS સેમ્પસન નામના ત્રણ એજિસ ગાઇડેડ-મિસાઇલ ડેસ્ટ્રોયર વોરશિપ વેનેઝુએલાના દરિયાકિનારે તૈનાત છે.

ત્રણેય વોરશિપ હવાઈ, દરિયાઈ અને સબમરીન હુમલાઓથી રક્ષણ કરવામાં માહેર છે. તેમની સાથે 4,000 સૈનિકો, P-8A પોસાઇડન વિમાન અને એક હુમલાખોર સબમરીન પણ સામેલ છે.



Source link