મેડિકલ અભ્યાસ કરતી દીકરીઓ માટે ગુજરાત સરકારની 6 લાખ સહાય યોજના | અમદાવાદ


Last Updated:

ગુજરાતની જે દીકરીઓ મેડિકલનો અભ્યાસ કરે છે તેઓને સરકાર દ્વારા ચાલતી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાનો લાભ તો મળે છે સાથે મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજનાનો પણ લાભ મળે છે.

Rapid Read
કન્યાઓને મેડિકલના અભ્યાસમાં લાભ થઈ શકે છે.
કન્યાઓને મેડિકલના અભ્યાસમાં લાભ થઈ શકે છે.

અમદાવાદ: જો આપનું સંતાન દીકરી છે અને તે મેડિકલનો અભ્યાસ કરી રહી છે તો આ સમાચાર તમારા માટે છે. જે કન્યાઓ મેડિકલનો અભ્યાસ કરી રહી છે તેઓને રૂપિયા 6 લાખ સુધીની સરકારી સહાય મળી શકે છે. રાજ્ય સરકાર દ્વારા ચાલતી યોજનાઓનો લાભ લઈ અત્યાર સુધીમાં 27 હજારથી પણ વધુ કન્યાઓએ 829 કરોડ રૂપિયા સુધીનો લાભ લઈ ચૂકી છે. ત્યારે એ જાણવા જેવું છે કે, સરકારની એ કઈ કઈ યોજનાઓ છે જેના દ્વારા કન્યાઓને મેડિકલના અભ્યાસમાં લાભ થઈ શકે છે.

કઇ વિદ્યાર્થિનીને મળશે આ સહાય?

આમ તો મેડિકલ શિક્ષણ પ્રમાણમાં મોંઘું છે અને તેની ફી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના બાળકોને તે પરવડે તેમ નથી હોતી. પરંતુ રાજ્ય સરકારની આ યોજના તમામ વર્ગના મેડિકલના વિદ્યાર્થીઓને લાભ આપે છે. જે કન્યાઓ મેડિકલનો અભ્યાસ કરે છે તેઓને સરકાર દ્વારા ચાલતી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાનો લાભ તો મળે છે સાથે મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજનાનો પણ લાભ મળે છે. જેમાં વિદ્યાર્થીને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં 80 કે તેથી વધુ પર્સેન્ટાઈલ મેળવી નિયત સ્નાતક અભ્યાસક્રમમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને સહાય મળવાપાત્ર છે.

આવક મર્યાદા જાણો

MBBSમાં NEETના આધારે એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓને મળવાપાત્ર છે. જે માટે આવક મર્યાદાની વાત કરીએ તો રૂ. 6 લાખ સુધીની કૌટુંબિક વાર્ષિક આવક ધરાવનાર વાલીઓના સંતાનોને આ યોજનાનો લાભ મળશે. જેમાં વિદ્યાર્થીને ટ્યૂશન ફીના 50 ટકા કે પછી બે લાખ બે માંથી જે ઓછું હોય તે સહાય મળી શકે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને રૂ 12 હજાર રહેવા અને જમવાના પણ મળવાપાત્ર લાભ છે. તેવી જ રીતે પ્રથમ વર્ષે સાધન કે પુસ્તકો માટે 10 હજાર મળવાપાત્ર છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ચાલતી  મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના અંતર્ગત વધારાની 4 લાખની સહાય મળે છે.

એમવાયએસવાય યોજના

આ અંગે કેસીજીના જોઈન્ટ સીઈઓ પ્રવિણભાઈ પટેલ જણાવે છે કે, હાલમાં મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ કે જેમાં મેડિકલમાં કન્યાઓની સંખ્યા વધે તે હેતુથી સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં જે વિદ્યાર્થીઓને કન્યા કેળવણીમાં એમવાયએસવાય યોજના હેઠળ ટ્યુશન ફીમાં 50 ટકાની સહાય મળી હોય તે ઉપરાંત મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ હેઠળ વધારાની ચાર લાખની સહાય માત્ર કન્યાઓને આપવામાં આવે છે. એટલે કે, એ કન્યાને એમવાય એસવાયમાંથી 2 લાખની સહાય અને મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિમાંથી તેને વધારાની 4 લાખની સહાય એમ કુલ 6 લાખની મળે છે. આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને ફરીવાર ફોર્મ ભરવાની જરૂર નથી. જે વિદ્યાર્થીનીઓએ એમવાયએસવાય યોજના હેઠળ સહાય મેળવી હોય તેઓને મુખ્યમંત્રી કન્યાકેળવણી નિધિ હેઠળ યોજનાનો લાભ આપવામાં આવે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *