સુરત SOGએ MD ડ્રગ્સ લેબ ઝડપી, લંડનથી સંચાલિત નેટવર્ક ખુલ્યું | સુરત


Surat drugs labSurat drugs lab

ડ્રગ્સ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, થર્ટી ફર્સ્ટની નાઇટની એક પાર્ટીમાંથી અમારી ટીમને માહિતી મળી હતી કે વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, સ્નેપ ચેટ જેવા માધ્યમો દ્વારા ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે. આશરે ચારેક મહિનાથી આ ડ્રગ્સના પેડલરો પર વોચ હતી. મંગળવારે કુશાલ રાણપરિયા અને ભરત લાઠિયા ઝડપાયા હતા. ત્યારબાદ તેમણે કબૂલાત કરી કે, પર્વત પાટિયા વિસ્તારમાં ડિકરીયા ફૂડ એન્ડ ફાર્મા લેબમાં આ લોકો ક્રિસ્ટલ ડ્રગ્સ બનાવતા હતા. આ ડ્રગ્સકાંડનો માસ્ટર માઇન્ડ બ્રિજેસ ભાલિડિયા છે. (માસ્ટર માઇન્ડની ફાઇલ તસવીર)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *