14-Year-Old Vaibhav Suryavanshi Smashing Century vs South Africa U-19 | 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીની તાબડતોડ સેન્ચુરી: 74 બોલમાં 127 રનની ઇનિંગ; 10 છગ્ગા, 9 ચોગ્ગા ફટકારી સા. આફ્રિકાની હવા કાઢી; U-19 વનડેમાં કોહલીથી માત્ર 5 રન પાછળ


સ્પોર્ટ્સ ડેસ્ક20 મિનિટ પેહલા

  • કૉપી લિંક
સેન્ચુરી ફટકાર્યા બાદ વૈભવનું અલગ અંદાજમાં સેલિબ્રેશન - Divya Bhaskar

સેન્ચુરી ફટકાર્યા બાદ વૈભવનું અલગ અંદાજમાં સેલિબ્રેશન

વૈભવ સૂર્યવંશીએ સાઉથ આફ્રિકા સામેની ત્રીજી અંડર-19 વનડેમાં સદી ફટકારી છે. બેનોનીના વિલોમૂર પાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં તેણે માત્ર 63 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. 14 વર્ષના વૈભવે 74 બોલમાં 127 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 10 છગ્ગા અને 9 ચોગ્ગા ફટકાર્યા હતા. વૈભવે આરોન જ્યોર્જ સાથે મળીને 227 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. વૈભવ સૂર્યવંશી આ સિરીઝમાં કેપ્ટનશિપ પણ કરી રહ્યો છે અને કેપ્ટન તરીકે ભારત માટે આ તેની પ્રથમ સદી છે.

સૂર્યવંશી હવે વિરાટથી માત્ર 5 રન પાછળ

વૈભવ સૂર્યવંશી અંડર-19 વનડે ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનારા બેટર્સની યાદીમાં વિરાટ કોહલીથી માત્ર 5 રન પાછળ છે. તેણે 18 મેચમાં 973 રન બનાવ્યા છે, જ્યારે કોહલીએ 28 મેચમાં 46.57ની સરેરાશથી 978 રન બનાવ્યા હતા. અત્યાર સુધી વૈભવની સરેરાશ (54.05) વિરાટ કરતા સારી છે. આ યાદીમાં સૌથી વધુ રન વિજય જોલના નામે છે. વિજયે 36 મેચમાં 1404 રન બનાવ્યા છે. યશસ્વી જયસ્વાલ (1386 રન) બીજા અને તન્મય શ્રીવાસ્તવ (1316 રન) ત્રીજા ક્રમે છે. ઉન્મુક્ત ચંદ, સરફરાઝ ખાન અને શુભમન ગિલ પણ આ યાદીમાં વૈભવથી ઉપર છે.

ભારતીય ટીમમાં 2 ફેરફાર ભારતીય ટીમે આ મેચમાં પોતાની પ્લેઇંગ 11માં બે ફેરફાર કર્યા છે. આ મેચમાં દીપેશ દેવેન્દ્રન અને ખિલન પટેલને આરામ આપવામાં આવ્યો છે. તેમની જગ્યાએ ઉદ્ધવ મોહન અને હેનિલ પટેલને પ્લેઇંગ 11માં સ્થાન મળ્યું છે.

બીજી વનડેમાં 19 બોલમાં ફિફ્ટી ફટકારી હતી આ પહેલા વૈભવે સોમવારે સાઉથ આફ્રિકાની અંડર-19 ટીમ સામે 19 બોલમાં ફિફ્ટી બનાવી હતી. તેણે 24 બોલમાં 68 રનની ઇનિંગ રમી. આ ઇનિંગમાં તેણે 10 છગ્ગા અને એક ચોગ્ગો પણ ફટકાર્યો હતો. આ રીતે તેણે 68માંથી 64 રન બાઉન્ડ્રીથી બનાવ્યા હતા.

ભારત સિરીઝમાં 2-0થી આગળ ભારત ત્રણ મેચની સિરીઝમાં 2-0થી આગળ છે. ટીમે પ્રથમ મેચ 25 રનથી અને બીજી મેચ 8 વિકેટે જીતી હતી.

બંને ટીમોની પ્લેઇંગ 11 ભારત: આરોન જ્યોર્જ, વૈભવ સૂર્યવંશી (કેપ્ટન), વેદાંત ત્રિવેદી, અભિજ્ઞાન કુંડુ (વિકેટકીપર), હરવંશ પંગાલિયા, આરએસ અંબરીશ, કનિષ્ક ચૌહાણ, મોહમ્મદ એનાન, ખિલન પટેલ, ઉધવ મોહન, હેનિલ પટેલ.

સાઉથ આફ્રિકા: જોરિચ વાન શલ્કવિક, અદનાન લાગાડિયન, મુહમ્મદ બુલબુલિયા (કેપ્ટન), જેસન રાઉલ્સ, ડેનિયલ બોસમેન, પોલ જેમ્સ, લેથાબો ફાહ્લામોહલાકા (વિકેટકીપર), કોર્ન બોથા, માઇકલ ક્રુઇસ્કેમ્પ, જે જે બેસન, એનટાન્ડો સોની.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *