WPL Season 4: MI vs RCB Opener on Jan 9; Vadodara to Host Grand Final | WPL સિઝન-4: 28 દિવસમાં 22 મેચ: મુંબઈમાં MI-RCB વચ્ચે ઓપનિંગ મુકાબલો; 2 ટીમોએ કેપ્ટન બદલ્યા; કંઈ ટીમો ખિતાબની સૌથી મોટી દાવેદાર?
સ્પોર્ટ્સ ડેસ્ક3 કલાક પેહલા
- કૉપી લિંક

વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની ચોથી સિઝન 9 જાન્યુઆરીથી શરૂ થવાની છે. પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાશે. મુકાબલો સાંજે 7:30 વાગ્યે નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાશે.
5 ટીમો વચ્ચે 28 દિવસ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં 22 મેચ રમાશે. વડોદરામાં 3 ફેબ્રુઆરીએ એલિમિનેટર અને 5 ફેબ્રુઆરીએ ફાઇનલ રમાશે. 2 સ્થળોએ મુકાબલાઓ થશે. નવી સિઝન પહેલા 5 માંથી 2 ટીમોએ પોતાના કેપ્ટન બદલી નાખ્યા છે.

જાણો WPL સિઝન-4 વિશે બધું જ…
1. કયાં ફોર્મેટમાં રમાશે ટુર્નામેન્ટ?
WPL દર વખતની જેમ લીગ ફોર્મેટમાં રમાશે. પાંચેય ટીમો એકબીજા સામે 2-2 મેચ રમશે. એટલે કે એક ટીમ ટુર્નામેન્ટમાં 8 મેચ રમશે. લીગ સ્ટેજ સમાપ્ત થયા પછી, પોઈન્ટ્સ ટેબલમાં ટોચ પર રહેલી ટીમ સીધી ફાઇનલમાં પ્રવેશ કરશે. જ્યારે 2 અને 3 નંબરની ટીમો વચ્ચે એલિમિનેટર રમાશે, જેને જીતનારી ટીમ પણ ફાઇનલમાં સ્થાન બનાવશે. 4 અને 5 નંબરની ટીમ બહાર થઈ જશે.
2. કેટલા દિવસ ડબલ હેડર હશે?
WPLમાં 3 સિઝન સુધી એક પણ ડબલ હેડર એટલે કે એક દિવસમાં 2 મેચ રમાઈ ન હતી. જોકે, આ વખતે શિડ્યૂલમાં 2 ડબલ હેડર શામેલ છે. બંને ડીવાય પાટીલ સ્ટેડિયમમાં શનિવારે રમાશે. પ્રથમ ડબલ હેડર 10 જાન્યુઆરી અને બીજી 17 જાન્યુઆરીએ રમાશે.

3. કયાં સ્થળે કેટલી મેચો રમાશે?
આ વખતે 4ને બદલે 2 જ સ્થળોએ ટુર્નામેન્ટ રમાશે. મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં શરૂઆતની 11 મેચો અને વડોદરાના કોટામ્બી સ્ટેડિયમમાં છેલ્લી 11 મેચો રમાશે. વડોદરામાં જ પ્લેઓફની બંને મેચો રમાશે.

4. પ્લેઇંગ-11માં કેટલી વિદેશી ખેલાડીઓ રહી શકે છે?
એક ટીમની પ્લેઇંગ-11માં વધુમાં વધુ 4 વિદેશી ખેલાડીઓ રહી શકે છે. જ્યારે બાકીના 7 ખેલાડીઓ ભારતના હોવા જોઈએ. જ્યારે કોઈ ટીમ જો એસોસિયેટ દેશના ખેલાડીને પ્લેઇંગ-11માં સામેલ કરે છે, તો તેમની પાસે 5 વિદેશી ખેલાડીઓને રમાડવાની સુવિધા પણ રહે છે.
5. કેટલી ટીમો અને કેપ્ટન કોણ?
ચોથી સિઝનમાં પણ 5 ટીમો જ ભાગ લઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, દિલ્હી કેપિટલ્સ, યુપી વોરિયર્સ અને ગુજરાત જાયન્ટ્સ. આમાંથી મુંબઈ, ગુજરાત અને બેંગલુરુ સિવાયની ટીમોએ પોતાના કેપ્ટનને બદલી નાખ્યા છે. દિલ્હીની કેપ્ટનશીપ જેમિમા રોડ્રિગ્ઝ કરશે. જ્યારે યુપીની કેપ્ટન મેગ લેનિંગ રહેશે, જેમણે આ પહેલા દિલ્હીની કેપ્ટનશીપ કરતા ટીમને ત્રણેય સિઝનમાં ફાઇનલ સુધી પહોંચાડી હતી.

6. શું WPLમાં પણ ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ રહેશે?
ના, WPLમાં ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ નથી. તેથી તેમાં તેનો ઉપયોગ પણ થશે નહીં. એસોસિયેટ પ્લેયર્સ તરીકે ટીમો પ્લેઇંગ-11માં 5 વિદેશી પ્લેયર્સને ચોક્કસપણે સામેલ કરી શકતી હતી. જોકે, આ વખતે ઓક્શનમાં સોલ્ડ થયેલી એકમાત્ર એસોસિયેટ પ્લેયર અમેરિકાની તારા નોરિસ ટુર્નામેન્ટ રમી શકશે નહીં. તે ટી-20 વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં અમેરિકા તરફથી રમતી જોવા મળશે, તેથી WPLમાંથી બહાર થઈ ગઈ.
7. સૌથી વધુ ટાઇટલ કોણે જીત્યા?
મુંબઈ ઇન્ડિયન્સ WPLની સૌથી સફળ ટીમ છે. ટીમે ત્રણેય સિઝનમાં પ્લેઓફમાં સ્થાન બનાવ્યું અને 2 વખત ટાઇટલ પણ જીત્યું. ટીમ 2024માં જ ફાઇનલ સુધી પહોંચી શકી ન હતી, ત્યારે MIને એલિમિનેટરમાં RCB સામે હારનો સામનો કરવો પડ્યો હતો. બેંગલુરુએ તે સિઝનનો ખિતાબ પણ જીત્યો હતો. ગુજરાત અને યુપીની ટીમો અત્યાર સુધી કોઈ ફાઇનલમાં પણ પહોંચી શકી નથી.

8. ખિતાબની દાવેદાર ટીમો કઈ છે?
ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ, 2024ની ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને 3 વખતની રનર-અપ દિલ્હી કેપિટલ્સ જ ખિતાબની સૌથી મોટી દાવેદાર છે. ત્રણેયે મેગા ઓક્શનમાં મજબૂત ટીમો ખરીદી. જ્યારે યુપી અને ગુજરાતની ટીમો ઓક્શનમાં વધુ રકમ હોવા છતાં મજબૂત ટીમ બનાવી શકી નહીં.
9. પ્રાઈઝ મની કેટલી રહેશે?
ત્રણેય સિઝનની જેમ આ વખતે પણ વિજેતા ટીમને 6 કરોડ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. રનર-અપ ટીમને 3 કરોડ રૂપિયા મળશે. ટુર્નામેન્ટની બેસ્ટ બેટર, બેસ્ટ બોલર, પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ, સૌથી વધુ સિક્સર અને બેસ્ટ સ્ટ્રાઈક રેટવાળી પ્લેયરને 5-5 લાખ રૂપિયા આપવામાં આવશે. પ્લેયર ઓફ ધ ફાઇનલને 2.50 લાખ રૂપિયા મળશે. જ્યારે બાકીની મેચોમાં પ્લેયર ઓફ ધ મેચને 1-1 લાખ રૂપિયા આપવામાં આવશે.

10. WPLની મેચો ક્યારે અને ક્યાં જોવી?
WPLનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર નેટવર્ક પર થશે. મેચોનું ઓનલાઈન સ્ટ્રીમિંગ જિયોહોટસ્ટાર એપ પર થશે. WPL 2026માં રાત્રિની તમામ મેચો સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે. ટોસ સાંજે 7 વાગ્યે થશે. જ્યારે ડબલ હેડરવાળા દિવસે પહેલી મેચ બપોરે 3.30 વાગ્યે શરૂ થશે. ટુર્નામેન્ટની પળેપળની અપડેટ્સ માટે તમે દિવ્ય ભાસ્કર એપને ફોલો કરી શકો છો.