અમદાવાદ ગ્રામ્ય પોલીસના 19 PI અને 41 PSIની બદલી, જુઓ લિસ્ટ | અમદાવાદ
Last Updated:
અમદાવાદ ગ્રામ્ય પોલીસના 19 PI (પોલીસ ઇન્સ્પેક્ટર) અને 41 PSI (પોલીસ સબ ઇન્સ્પેક્ટર)ની આંતરિક બદલી કરવાનો આદેશ આજ રોજ 7 જાન્યુઆરી, 2026ના રોજ અમદાવાદ ગ્રામ્ય SP દ્વારા કરવામાં આવ્યો છે.
અમદાવાદ: અમદાવાદ ગ્રામ્યમાં બદલીઓનો આદેશ કરવામાં આવ્યો છે. ગ્રામ્ય પોલીસ તંત્રમાં પીઆઈ અને પીએસઆઈની બદલીઓ કરવામાં આવી છે. આ સાથે જ 19 પીઆઈ અને 41 પીએસઆઈની બદલીઓ કરવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્ય એસપી દ્વારા બદલીનો આદેશ કરવામાં આવ્યો છે.
અમદાવાદ ગ્રામ્ય પોલીસના 19 PI (પોલીસ ઇન્સ્પેક્ટર) અને 41 PSI (પોલીસ સબ ઇન્સ્પેક્ટર)ની આંતરિક બદલી કરવાનો આદેશ આજ રોજ 7 જાન્યુઆરી, 2026ના રોજ અમદાવાદ ગ્રામ્ય SP દ્વારા કરવામાં આવ્યો છે.
પોલીસ અધિકારીઓની બદલીનો આદેશ વહીવટી પ્રક્રિયા અને કાયદો-વ્યવસ્થા સુધારવાના ભાગરૂપે લેવાયો છે. બદલી કરાયેલા પોલીસ અધિકારીઓમાં મુખ્યત્વે એવા અધિકારીઓનો સમાવેશ થાય છે, જેઓ લાંબા સમયથી એક જ પોલીસ સ્ટેશન કે સર્કલ ઓફિસમાં ફરજ બજાવી રહ્યા હતા.

અમદાવાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવાના હેતુસર પોલીસ તંત્રમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં હાલમાં સાણંદ જીઆઈડીસીમાં થયેલી જૂથ અથડામણ બાદ ત્યાંના પીઆઈ જે. આર. ઝાલાની બદલી એલ.આઈ.બી. શાખામાં કરવામાં આવી છે. જ્યારે અસલાલી પોલીસ સ્ટેશનના પીઆઇ એન. એચ. સવચેટાની ચાંગોદર પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ છે. બોપલ પોલીસ સ્ટેશનના પીઆઇ બી. ટી. ગોહીલની બદલી સાણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં કરાઈ છે.
Ahmedabad,Gujarat
