‘Difference is Clear’: Rahul Gandhi Slams PM Modi Over Trump, Recalls Indira’s 1971 Grit | ટ્રમ્પનું મોદી પર નિવેદન, રાહુલ બોલ્યા- ફરક સમજો સરજી: ટ્રમ્પ સામે મોદી સરેન્ડર, ઈન્દિરાએ અમેરિકાને ઝુકાવ્યું હતું
- Gujarati News
- National
- “Difference Is Clear”: Rahul Gandhi Slams PM Modi Over Trump, Recalls Indira’s 1971 Grit
નવી દિલ્હી3 કલાક પેહલા
- કૉપી લિંક

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે પીએમ નરેન્દ્ર મોદીની લીડરશીપની તુલના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સાથે કરી. રાહુલે X પર ‘ફરક સમજો સરજી’ કેપ્શન સાથે 3 જૂનનો વીડિયો શેર કર્યો.
રાહુલે કહ્યું- મોદી ટ્રમ્પ સામે સરેન્ડર થઈ જાય છે, પરંતુ ઈન્દિરાએ અમેરિકાને ઝુકાવ્યું હતું. તમને તે સમય યાદ હશે જ્યારે ફોન કોલ ન હતો, સાતમો ફ્લીટ આવ્યો હતો. 1971ના યુદ્ધમાં અમેરિકાએ પોતાના એરક્રાફ્ટ કેરિયર અને હથિયારો મોકલ્યા હતા. ત્યારે ઈન્દિરા ગાંધીજીએ કહ્યું હતું, ‘મારે જે કરવું છે, હું કરીશ.’ રાહુલે કહ્યું,
અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જરા પણ દબાણ નાખો તો તેઓ સરેન્ડર કરી દે છે. હું હવે આ BJP-RSSના લોકોને ખૂબ સારી રીતે ઓળખું છું. તેમને થોડો ધક્કો આપો અને તેઓ ડરના માર્યા ભાગી જશે.

રાહુલનો આ વીડિયો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તે નિવેદનના એક દિવસ પછી આવ્યો છે, જેમાં ટ્રમ્પે કહ્યું હતું- વડાપ્રધાન મોદી મને મળવા આવ્યા અને કહ્યું સર, શું હું તમને મળી શકું છું.
ટ્રમ્પે દાવો કર્યો હતો- મોદી મળવા આવ્યા હતા, પૂછ્યું – સર શું હું તમને મળી શકું?
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક દિવસ પહેલા મંગળવારે કહ્યું હતું કે પીએમ મોદી તેમનાથી વધારે ખુશ નથી, કારણ કે વોશિંગ્ટને રશિયન તેલ ખરીદવાને કારણે દિલ્હી પર 50% ટેરિફ લગાવ્યો છે. ટ્રમ્પે એમ પણ કહ્યું – પીએમ મોદી પોતે મને મળવા આવ્યા હતા. તેઓ મારી પાસે આવ્યા અને બોલ્યા – સર, શું હું તમને મળી શકું? અને મેં કહ્યું – હા.
જોકે ટ્રમ્પે એ જણાવ્યું ન હતું કે આ બધી વાતચીત ક્યારે અને ક્યાં થઈ હતી. ટ્રમ્પે કહ્યું- અપાચે હેલિકોપ્ટરને કારણે ભારત ઘણા વર્ષોથી મારી પાસે આવી રહ્યું હતું. અમે તેને બદલી રહ્યા છીએ. ભારતે 68 અપાચે હેલિકોપ્ટરનો ઓર્ડર આપ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર…
ગઈકાલે કોંગ્રેસે મોદી-ટ્રમ્પનો AI વીડિયો શેર કર્યો હતો
આ તરફ, કોંગ્રેસે મંગળવારે PM મોદી અને ટ્રમ્પનો 43 સેકન્ડનો AI જનરેટેડ વીડિયો X પર પોસ્ટ કર્યો હતો. કેપ્શનમાં લખ્યું હતું કે, ‘મોદીના ડરનો ભોગ દેશ બની રહ્યો છે.’ વીડિયોમાં મોદી અને ટ્રમ્પને ફોન પર વાત કરતા બતાવવામાં આવ્યા છે. PM, ટ્રમ્પને કહે છે કે તમે જેવું કહેશો હું તેવું જ કરીશ. સંપૂર્ણ સમાચાર વાંચો…
