Watch this drone video of the entire route before going to watch the match | પહેલીવાર મેચ જોવા વડોદરા આવો છો, ગભરાતા નહી!: IND VS NZની મેચ માટે સ્ટેડિયમ સુધી પહોંચવાના રુટનો DRONE વીડિયો જાહેર, એકવાર જોઈ લેશો તો ભૂલા નહીં પડો – Vadodara News
11 જાન્યુઆરીએ ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ પ્રથમ વન-ડે મેચ કોટંબી સ્ટેડિયમમાં રમાશે, જેને લઈને વડોદરા ગ્રામ્ય પોલીસે ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે રૂટ A અને B જાહેર કર્યા છે. ગોલ્ડન ચોકડીથી સ્ટેડિયમ સુધીના રસ્તાનો ડ્રોન વીડિયો
.
વિરાટ કોહલી-રોહિત શર્મા જેવા સ્ટાર્સની હાજરીને કારણે ‘હાઉસફુલ’ થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ટ્રાફિકજામ ટળે અને મેચરસિકો શાંતિથી અને આનંદપૂર્વક મેચની મજા માણીને ઘરે પરત ફરી શકે, એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.
Om
જાણો વડોદરાથી કોટંબી સ્ટેડિયમ કેવી રીતે પહોંચી શકાશે? ગોલ્ડન ચોકડીથી ગોલ્ડન ટોલનાકા અને ત્યાંથી કોટંબી સ્ટેડિયમ પહોંચ્યા બાદ સૌથી પહેલા જમણી સાઇડ જનરલ પાર્કિંગ આવશે, મુખ્ય રોડ પર આગળ વધતા જમણી બાજુ VIP પાર્કિંગ આવશે. જનરલ અને VIP બંને પાર્કિંગમાંથી સ્ટેડિયમમાં જઈ શકાશે.

જાણો કોટંબી સ્ટેડિયમથી વડોદરા કેવી રીતે પહોંચી શકાશે? મેચ પૂરી થયા બાદ સ્ટેડિયમમાંથી બહાર નીકળીને ગોલ્ડન ચોકડી તરફ જઈ શકાશે, ગોલ્ડન ચોકડીથી વડોદરા જઈ શકાશે. જોકે, ગોલ્ડન ચોકડી પહેલા ડાબી બાજુ કુમેઠા ગામ તરફ જવાનો રસ્તો જાય છે. ત્યાંથી પણ આજે ચોકડી થી વડોદરા પહોંચી શકાશે. ગોલ્ડન ચોકડી પહેલા ડાબી બાજુ વળીએ એટલે આગળ જતા ડાબી બાજુ કુમેઠા ગામ તરફ જવાનો રસ્તો જશે. આગળ જઈને સિકોતર માતાનું મંદિર આવશે, ત્યાંથી જમણી બાજુ વળી જવાનું અને સીધા આગળ જતા આજવા ચોકડી આવી જશે. ત્યાંથી પણ વડોદરા જઈ શકાશે.

15 વર્ષ પછી વડોદરામાં ઇન્ટરનેશનલ મેચનું આયોજન થયું છે વડોદરા રેન્જ IG સંદીપ સિંઘે જણાવ્યું હતું કે, 11 જાન્યુઆરીએ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે જે ઇન્ટરનેશનલ મેચ રમાવાની છે, તે વડોદરામાં 15 વર્ષ પછી યોજાઈ રહી છે, જેથી તે પડકારરૂપ છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે સ્ટેડિયમ ‘હાઉસફુલ’ રહેશે, જેના કારણે પબ્લિક અને ટ્રાફિકની અવરજવર ઘણી વધારે હશે. જેને પગલે અમે વડોદરા શહેર પોલીસ સાથે સંકલન સાધ્યું છે. ટ્રાફિકની ગૂંચવણ ટાળવા માટે અમુક રૂટ્સ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. આ સાથે જ પાર્કિંગ માટે પૂરતી જગ્યાની વ્યવસ્થા કરી છે, જેથી રસ્તા પર કોઈ વાહન ઊભું ન રહે અને ટ્રાફિકની અવરજવર સરળતાથી થઈ શકે.

સ્ટેડિયમના લે-આઉટ સમજીને જ પોલીસ બંદોબસ્તની ગોઠવણી તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમે સ્ટેડિયમના સંપૂર્ણ લે-આઉટનો અભ્યાસ કર્યો છે અને સેક્ટર મુજબ પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. કઈ વસ્તુઓ અંદર લઈ જઈ શકાશે અને કઈ નહીં, તેની જાહેરાત પાર્કિંગ એરિયામાં જ કરવામાં આવશે, જેથી બિનજરૂરી સામાન સાથે કોઈ અંદર ન આવે. અમારો હેતુ પબ્લિકને સુરક્ષિત અને આનંદદાયક વાતાવરણ પૂરું પાડવાનો છે.

અમે રૂટ A અને B એમ ડાયવર્ઝન આપ્યા છે તેઓએ ઉમેર્યું હતું કે, વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સેલિબ્રિટી ક્રિકેટર્સ આવતા હોવાથી અમારી જવાબદારી વધી જાય છે. તે માટે અમે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને અગાઉથી જ ચોક્કસ પ્લાનિંગ કરી લીધું છે. ટ્રાફિક સમસ્યા અંગે તેઓએ કહ્યું કે, અગાઉની મેચો વખતે અમારા અનુભવ મુજબ લોકો રસ્તા પર જ વાહનો પાર્ક કરીને જતા રહેતા હતા, જેના કારણે રસ્તો સાંકડો થઈ જતો હતો. આ વખતે અમે પાર્કિંગ સ્પેસ વધારી છે. અમે રૂટ A અને B એમ ડાયવર્ઝન આપ્યા છે.
મેચને ધ્યાનમાં રાખીને ટ્રાફિક ડાયવર્ઝન જાહેર વડોદરા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એસ. પટેલે હાલોલ-વડોદરા રોડ પર ટ્રાફિક ડાયવર્ઝનને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ, તા. 11 જાન્યુઆરીના સવારે 10 વાગ્યાથી મેચ પૂર્ણ થાય ત્યાં સુધી હાલોલ તરફથી વડોદરા તરફ આવતા તમામ વાહનોને મુખ્ય રોડનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ વાહનોએ વૈકલ્પિક માર્ગ તરીકે નીચે મુજબનો ડાયવર્ઝન રૂટ અપનાવવો ફરજિયાત રહેશે.
ડાયવર્ઝન રૂટ: જરોદ રેફરલ ચોકડીથી રાહકુઈ, રસુલાબાદ, રવાલ, જમણી બાજુએ વળાંક લઈ જેસંગપુરા પાટીયા, નિમેટા પાટીયા, સિકંદરપુરા પાટીયા, આજવા ચોકડી થઈને વડોદરા આવવાનું રહેશે.