Groundnut 32, 39, G-20 and Girnar, whose price was the best today? | ભાવનગર
Last Updated:
ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે ખેતીજન્ય જણસીની આવકમાં નોંધપાત્ર ચહલપહલ જોવા મળી હતી. મગફળી, ડુંગળી, ઘઉં, બાજરી, તલ, નારિયેળ અને કપાસ જેવી મુખ્ય પાકોની મોટી આવક સાથે ભાવોમાં ઉતાર-ચઢાવ નોંધાયો હતો. ખાસ કરીને મગફળી અને નારિયેળના ભાવ ખેડૂતો માટે રાહતરૂપ રહ્યા હતા, જ્યારે તલના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.
ભાવનગર: ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક શરૂ થઈ ગઈ છે ત્યારે આજે મગફળીના 2,255 ગુણીનું વેચાણ કરવામાં આવ્યું હતું. જેમાં મગફળી – 32 ના ભાવ 1,120 રૂપિયાથી લઈને 1,316 રૂપિયા સુધી રહ્યા હતા. જ્યારે આજે મગફળી – 39 ના ભાવ 1,070 થી લઈને 1,240 રૂપિયા સુધી રહ્યા હતા. જ્યારે આજે મગફળી ગિરનારના ભાવ 1,250 રૂપિયાથી લઈને 1,312 રૂપિયા સુધી રહ્યા હતા. જ્યારે મગફળી જી-20 નો ભાવ 1,150 થી 1,320 સુધી રહ્યો હતો.
ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ઘણા સમયથી લાલ તેમજ સફેદ ડુંગળીની પણ આવક નોંધાઈ રહી છે. જ્યારે આજે ડુંગળી લાલના ભાવ 80 રૂપિયાથી 366 રૂપિયા સુધી રહ્યા હતા. ગઈકાલની સરખામણીએ લાલ ડુંગળીના ભાવમાં 11 રૂપિયાનો વધારો નોંધાયો છે. 28,365 કટ્ટા લાલ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું. આજે માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી સફેદ 180 રૂપિયાથી લઈને 424 રૂપિયા સુધી રહ્યા હતા. ગઈકાલની સરખામણીએ તેના ભાવમાં 24 રૂપિયાનો સામાન્ય વધારો નોંધાયો છે. 7,116 કટ્ટા સફેદ ડુંગળીના કટ્ટાનું વેચાણ કરવામાં આવ્યું હતું.

મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે ઘઉંની આવક શરૂ થઈ ગઈ છે. આજે યાર્ડમાં 104 કટ્ટા ઘઉં ટુકડાનું વેચાણ કરવામાં આવ્યું હતું જેના એક મણના ભાવ 480 રૂપિયાથી લઈને 617 રૂપિયા સુધી રહ્યા હતા. ગઈકાલની સરખામણીએ ઘઉં ટુકડાના ભાવમાં 4 રૂપિયાનો વધારો નોંધાયો. આ સાથે જ આજે બાજરીની પણ 430 કટ્ટાની આવક નોંધાઈ હતી તેના ભાવ 351 રૂપિયાથી લઈને 695 રૂપિયા સુધી આજે રહ્યા હતા.
આ સાથે જ આજે સફેદ તલના ભાવ 1,215 રૂપિયાથી લઈને 2,216 સુધી રહ્યા હતા. તેના ભાવમાં ગઈકાલની સરખામણીએ 285 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. કાળા તલના ભાવ 3,984 રૂપિયા સુધી રહ્યા હતા. આ સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે નારિયેળના ભાવ પ્રતિ મણે 556 રૂપિયાથી લઈને 2,200 રૂપિયા સુધી રહ્યો હતો. આજે 22,000 નંગ નારિયેળનું વેચાણ કરવામાં આવ્યું હતું. ગઈકાલની સરખામણીએ તેના ભાવમાં 238 રૂપિયાનો વધારો નોંધાયો છે. જ્યારે આજે કપાસની 229 ગાંસડીનું વેચાણ કરવામાં આવ્યું હતું જેના ભાવ 306 રૂપિયાથી 1,508 રૂપિયા સુધી રહ્યા હતા.
Bhavnagar,Gujarat